શનિવાર, માર્ચ 16, 2013

RUCHA: અકબરની ક્રૂરતા

RUCHA: અકબરની ક્રૂરતા: અકબર ના ગુણગાન કરતા લોકો થાકતા નથી . એ તેન વ્યક્તિત્વના સિક્કાની “ઉમદા” બાજુ અતિ જાણીતી છે. પરન્તુ તે જ સિક્કાની બીજી બાજુ “ક્રૂરતા” છે ત...

અકબરની ક્રૂરતા

અકબર ના ગુણગાન કરતા લોકો થાકતા નથી . એ તેન વ્યક્તિત્વના સિક્કાની “ઉમદા” બાજુ અતિ જાણીતી છે. પરન્તુ તે જ સિક્કાની બીજી બાજુ “ક્રૂરતા” છે તે વિષે ચંદ લોકો જ જાણે છે, તે વિષે શ્રી ગુણવંત શાહે તેઓના પુસ્તક ચિકન સૂપ, જીવન સૂપ માં જે લખ્યું છે તે અહીં ઉદ્ઘૃત કર્યું છે.

ઔરંગઝેબ ક્રૂર હતો એ વાત લોકોના મનમાં એવી ઠસી ગઈ છે કે અકબરની ક્રુરતાનો અંદાઝ ઝટ આવતો નથી.ઈ.સ.૧૫૬૭ ના ઓક્ટોબરમાં અકબરે ચિતોડ પર ચઢાઈ કરી. લડાઈમાં સફળ ન થવાય એવી આશંકા થતાં તેણે એવો હુકમ કરેલો કે “ ચિતોડની એક કુતરો દેખો, તો તેની કતલ કરી નાખો.” ચિતોડની ૪૦ હજારની વસ્તીમાંથી ૩૦ હજાર માણસોને સપાટાબંધ કાપી નાખવામાં આવેલા. આ લડાઈમાં કેટલા રાજપૂતો ખપી ગયા તેનો અંદાજ કાઢવા માટે મરેલાઓની જનોઈઓ તોળવામાં આવેલી અને એનું વજન સાડા ચુમ્મોતેર મણ (૩૬ કિલો) થયેલું.

એક વખત કોઈ માણસે જોડા ચોર્યા, એવી ફરિયાદ અકબર પાસે આવી. અકબરે તેના બે પગ કાપી નાખવાનો હુકમ કરેલો. એના સ્વભાવમાં ક્રોધની માત્રા વધારે હોવાને કારણે ગુનેગારોને હાથીના પગ નીચે કચડવાની, ખીલે જડવાની, ગળું કાપવાની સજા એ વારંવાર ફરમાવતો. અન્ગછેદન અને સખત ફટકા મારવાના હુકમો તો એના મોઢામાંથી વાતવાતમાં નીકળી પડતા. શિકાર કરવાનું એને વ્યસન હતું, ઈ.સ. ૧૫૬૬ ની સાલમાં લાહોર પાસેના જંગલમાં પચાસ હજાર માણસોને દસ માઇલના ઘેરાવામાં એક મહીના સુધી જાનવરોને એકઠાં કરવામાં રોક્યા હતા. પછી તલવાર, બંદૂક, બાણ અને જાળ ની મદદથી એ પ્રાણીઓનો સંહાર કરવામાં ગાળેલો. આવા મોટા પાયા પરના શિકારને ‘કર્મઘ’ તરીકે ઓળખવામાં આવે છે. અકબરને ચકલાની જીભ ખાવાનો શોખ હતો. એ માટે પાંચસો પક્ષી રોજ મરતા. એ શરાબ પીવાનો શોખીન હતો તે સાથે અફીણનો વ્યસની પણ હતો. અકબરનું જનાનખાનું એક નગર જેવડું હતું. એમાં ૫૦૦૦ સ્ત્રીઓ હતી. સ્ત્રીઓની અમુક સંખ્યા પર એક સ્ત્રી દરોગા તરીકે રાખવામાં આવતી. એ સ્ત્રીઓના ખર્ચનો હિસાબ રાખવા માટે મહેતાજીઓ રાખવામાં આવતા.


ભાર્ગવ અધ્યારૂ