રવિવાર, એપ્રિલ 29, 2012

દંડનું સ્વરૂપ

શ્રી ભીષ્મ પિતામહે "શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ"માં 'દંડ' નામ પણ ભગવાન શ્રી વિષ્ણુ માટે પ્રયોજ્યું છે.
શ્રીમદ ભગવત ગીતાના ૧૧ માં અધ્યાયમાં વિશ્વરૂપનું જે વર્ણન કર્યું છે તેમાં દંડનું એક રૂપ પણ સામેલ છે.
                 धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दम:

दंड :   ----પાપીનું દમન કરનારા 

दमनात  दंड नात चैव तस्मात् दण्डं विदु; बुध: 

દુર્વ્રુતિઓનુ તે દમન કરે છે, દંડ આપે છે  તેથી જ્ઞાનીજનો આવી શક્તિને દંડ કહે છે.


દંડનું સ્વરૂપ કેવું છે તે જોઈએ.


(૧) તેનું સ્વરૂપ જાજ્વલ્યમાન અગ્નિના જેવું પ્રદીપ્ત છે. બળબળતો અગ્નિ જેમ  બીજાને તપાવે છે, તેમ દંડ પણ અપરાધી જનોને તપાવે છે; જેથી તેનું સ્વરૂપ અગ્નિના જેવું ક્રૂર વર્ણવ્યું છે.


(૨) તેનો વર્ણ નીલકમળની પાંખડીના જેવો શ્યામ છે. જે અપરાધીને શિક્ષા કરવામાં આવી હોય છે, તેનો વર્ણ લગભગ શ્યામ જ બની જાય છે. આવા આશયથી દંડનો વર્ણ શ્યામ હોવો જોઈએ એમ સિદ્ધ થાય છે.


(૩) તેને ચાર દાઢો છે. કેટલાક ગુનેગારોને કેવળ અપમાન કરીને જ શિક્ષા કરવામ આવે છે, કેટલાકના  ધનનું હરણ હરણ કરીને દંડવામાં આવે છે, કેટલાકના નાક, કાન વગેરે અવયવો કાપી લઈને દંડવામાં આવે છે અને કેટલાકને દેહાંતદંડની શિક્ષા કરવામાં આવે છે; માટે આ ચારે શિક્ષા કરવાના પ્રકારોને દંડની ચાર દાઢો તરીકે વર્ણવ્યા છે.


(૪) તેને ચાર ભુજાઓ છે. પ્રજા અને ધનવાનો પાસેથી કર લેવામ આવે છે, કોઈના પર ખોટો દાવો માંડનાર પુરુષ પાસેથી તેણે દાવો કરેલ ધન કરતા બમણું ધન લેવામાં આવે છે, અસત્ય બોલનાર પ્રતિવાદી પાસેથી સમાન ધન લેવામાં આવે છે, અને લોભી બ્રાહ્મણ પાસેથી તેનું સર્વસ્વ લઇ લેવામાં આવે છે; આ ચાર આદાન પ્રકારોને દંડના ચાર બાહુઓ તરીકે વર્ણવ્યા છે.


(૫) તેને આઠ પગ છે. ફરિયાદ, વાદી- પ્રતિવાદીના લખાણ, અપરાધની કબૂલાત, અસત્ય ઉત્તર, કારણોત્તર( મેં અમુક વસ્તુ લીધી હતી પણ પછી આપી દીધી હતી), પાર્ન્યોત્તર ( મેં તેની સામે પહેલા ફરિયાદ માંડી હતી અને તેમાં તે હાર્યો હતો), સાક્ષી, ક્રિયા ( પોતાનો મત સિદ્ધ કરવા માટે સોગંદ ખાવા) અને ફળસિદ્ધ એટલેકે આખરે સાચા ખોટનો નિર્ણય કરી ફેંસલો આપવો; આ આઠ નિમિત્તો દ્વાર દંડ ચાલી શકે છે, માટે તેણે આઠ પગ છે.


(૬)  તેને અનેક નેત્રો છે. રાજા, પ્રધાન, પુરોહિત અને ધર્મસભા એ બધા મળીને સર્વ પ્રકારના કર્યો તપાસે છે, માટે તેને અનેક નેત્રો છે.


(૭) દંડના કાન શંકુ જેવા તીક્ષણ છે, જેથી તે અવશ્ય સર્વનું સાંભળે છે.


(૮) દંડ જટાધારી એટલેકે જટિલ છે, તેને બે જીહ્વા છે, તેનું રૂપ લાલ વર્ણનું છે અને તેણે શરીર પર મૃગચર્મ ધારણ કરેલું છે.


આ રીતે નિત્ય દુર્ધર એવો દંડ દેવ મહાઉગ્ર  સ્વરૂપ વાળો છે અને અનેક આયુધધારી  છે.


રાજાએ પ્રિય-અપ્રિય મનુષ્ય પર સમાન ભાવ રાખી અને યથાયોગ્ય  દંડનો ઉપયોગ કરવો જોઈએ. તો  પ્રજાનું સારી રીતે રક્ષણ થાય છે અને  ધર્મ, આર્થ અને કામની સતત પ્રવૃત્તિ ચાલુ રહે છે. જો આ જગતમાં દંડ ના હોય તો મનુષ્યો એકબીજાનો સંહાર કરી નાખે. દંડના રક્ષણ તળે રહેલી પ્રજા રાજ્યનો અભ્યુદય કરે છે, માટે દંડ જ સર્વનો આધારભૂત છે.
જે રાજા સ્વધાર્માંનુંસર વર્તીને રાજ્યતંત્ર ચલાવે છે, તેણે માતા, પિતા, ભાઈ, સ્ત્રી અને પુરોહિત --એમાંનો કોઈ પણ જો અપરાધ કરે તો તેને પણ અવશ્ય શિક્ષા કરવી.


જો કે આજે નિર્દોષ દંડાઈ રહ્યા છે અને બદમાસો બાદશાહ બની દંડ દેવા બેઠા છે.


" सौमें से ९९ बेईमान फिर भी मेरा भारत महान!"





                                                                ભાર્ગવ અધ્યારુ 


                                                                                          +91-9825038089



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો