સોમવાર, ફેબ્રુઆરી 27, 2012

RUCHA: હિન્દી ફિલ્મોની નિર્વસ્ત્ર નટીઓ અને નિર્લજ્જ સંવા...

RUCHA: હિન્દી ફિલ્મોની નિર્વસ્ત્ર નટીઓ અને નિર્લજ્જ સંવા...: WARNING: આજનો લેખ કલમમાં સહીને બદલે તેઝાબ ભરીને લખ્યો છે.  માટે જેની ચામડી આળી હોય અને સહેજમાં જ જેમની સુરુચિ ભંગ થતો હોય તેમણે વાંચવો નહિ....

રવિવાર, ફેબ્રુઆરી 26, 2012

હિન્દી ફિલ્મોની નિર્વસ્ત્ર નટીઓ અને નિર્લજ્જ સંવાદો !

WARNING: આજનો લેખ કલમમાં સહીને બદલે તેઝાબ ભરીને લખ્યો છે.  માટે જેની ચામડી આળી હોય અને સહેજમાં જ જેમની સુરુચિ ભંગ થતો હોય તેમણે વાંચવો નહિ.


" चौन्द्विका चाँद हो या आफ़ताब  हो, जो भी हो तुम खुदाकी कसम लाजवाब हो"
                                                                                    शकील बदायुनी 
શાયરે માશૂકાની કેવી સુંદર તારીફ કરી છે!  ચંદ્રની સાથોસાથ માશૂકાના મુખારવિંદના તેજ ને સૂર્યના તેજ સાથે સરખાવ્યું છે. આપણી ઋષિપત્નીઓ  અને ઋષિ કન્યાઓના  ચેહરા આવાજ દેદીપ્યમાન હતા.     
શાયરોએ ચૌદશના સહેજ અપૂર્ણ ચંદ્ર સાથે નારીના સૌન્દર્યને  સરસ રીતે સરખાવ્યું છે.
"कल चाहोद्विकी  रात थी शब् भरा चर्चा तेरा, कुछने कहा ये चाँद है कुछ्ने कहा  चेहरा तेरा"
                                                                                                   शायर इन्सा
મેહ્બૂબાની કેવી ગઝબની તારીફ શેરો-શાયરી-ગઝલથી થતી હતી. અને મેહબૂબા શરમની મારી પોતાની જાતને આયનામાં નિહાળતી, ત્યારે  મેહબૂબથી સહજ રીતે બોલી જવાતું 
"अंदाज़ अपना आयनेमें देखते है वो और यह भी देखे कोई देखता न हो"
કેટલી માન મર્યાદા હતી!  આજે તો હિન્દી ફિલ્મોમાં અભિનેત્રીઓએ પોતે પોતાની રીતે ફાવે તે રીતે પોતાની ચાલ ચલગત વિષે જોડકણા ગઈ નાખે છે. જેમકે,
"बीडी जलाइले जलाइले पिया जिगारमा बड़ी आग है'
જ્યાં જીગરમાં જ આટલી આગ હોય ત્યાં GLOBAL WARMING ના હોય તો આશ્ચર્ય થાય!
"कजरारे कजरारे मोरे काले काले नैना "
વક્તના વહેણમાં ગુલઝાર સાહેબે પણ શિખર પરથી તળેટીમાં આવવું પડ્યું.
સિલસિલો થોડોક આગળ ચલાવીએ-
"मुन्नी बदनाम हुयी डार्लिंग तेरे लिए'  સવાલ એ છે કે મુન્ની ક્યારેય આબાદ હતી?
"माय नीम इज शिला, शिलाकी जवानी" જે જવાની જવાની જ છે તેનો જલ્વો અને જલસો .
"चिकनी चमेली चिकनी चमेली पौया चढ़ाके आई'  કેટરીનાએ ભાતીગળ મરાઠી લાવણીની માં પરણી નાખી.  હુસ્ન અને હરામ શરાબનો સમન્વય એટલે શૈતાનની પૈદાઇશ.
આ બધા ITEM SONGS કહેવાય છે. સ્ત્રીઓએ પોતે જ પોતાની ગરિમા ગુમાવી દીધી છે અને તે માત્ર એક COMMODITY બની ગઈ છે. કોઈકને મહાભારતના જુગાર અને દાવ પર લગાવેલી પાંચાલીની  યાદ જરૂર તાજી થઇ હશે.
જો આજની મલ્લિકા શેરાવત, રાખી સાવંત, બિપાશા, કેટરીના વિગેરેમાંથી કોઈ મહાભારતની દ્રૌપદી હોત તો દુશાસન બેકારી ભથ્થા પર જીવતો હોત.
આજની હિન્દી ફિલ્મોના કેટલાક સંવાદો જોઈએ-
"कानून चंद भड्वोकी रखेल हो चूका है",  "कानून सिर्फ अँधा नहीं बहरा और गूंगा भी है", 
"यह मंत्रीमंडल नहीं है मगर हिजड़ोकी फ़ौज है जो अपनी माकी इज्जत लुटने पर भी तालिय बजा    रही है"
ઓમકારા ફિલ્મનો એક નિર્લજ્જ સંવાદ જોઈએ -
करीना कपूर " मर्द्के दिल तक पहुचनेका रास्ता उसके पेट्स चालू होता है"  પ્રત્યુતરમાં 
कोंकणा सेन " मर्द्के दिल तक पहुचनेका रास्ता दो पैरोके बिचसे गुजरता है'
સંવાદોની આનાથી વિશેષ નગ્નતા શી?
તાજેતરમાં રીલીઝ થયેલી અગ્નિપથ ફિલ્મમાં રિશી કપૂર એક કિશોરીની લિલામી કરતા કહે છે "यह इत्तर है , इत्तर , जितनी मस्लोगे उतनी ज्यादा खुशबू देगी, प्यारे इत्तर है'
વાત સાચી જ છે.રૂપેરી પરદા પર દેખાય તે પહેલા મોટાભાગની સ્ત્રીઓનો અર્ક નિચોવાઈ જ ગયો હોય છે--કાસ્ટિંગ કોઉચ.
 આજથી  વીસેક  વર્ષ  પહેલા મારા એક બુઝુર્ગ મારવાડી મિત્ર કહેતા હતા "भार्गव्भई, देखना घर  घरमें रंडिया नाचेगी"  આજે એમની અતિશયોક્તિ સત્ય પુરવાર થઇ રહી છે, લોકો સહપરિવાર  ટી વી માં આ નિમ્નસ્તરનું  મનોરંજન જ માણી રહ્યા છે.આજે લગભગ કોઈ ફિલ્મ સહપરિવાર માણી શકાય તેમ નથી, કારણકે ક્યારે અશ્લીલ BOUNCER અને બિભત્સ ગૂગલી આવી જાય કહેવાય નહિ અને સહેવાય નહિ. ક્રિકેટરો અને લલનાઓનો ચોલી દામાંનનો સંબંધ જગજાહેર છે અને એનું પરિણામ મેચના પરિણામમાં દેખાઈ આવે છે.
મધુબાલા,નરગીસ,મીનાકુમારી, નૂતન વિગેરે વીતેલા દાયકાની અભિનેત્રીઓ સાડી, પંજાબી શૂટમાં પણ કેટલી જાજરમાન લાગતી હતી! હજુ ટેલીવુડ ઝાઝું અભાડાયું નથી.કારણકે એકતા કપૂરોને કૌટુંબિક ઝગડાઓમાં ઝમાવટ આવી ગઈ છે. પણ એકતાએ "DIRTY  PICTURE " તો ઉતારી નાખ્યું છે. ફિલ્મની હિરોઈન વિદ્યા બાલને નામને સાર્થક કર્યું છે. એકતા કપૂર પોતે મર્યાદાપૂર્ણ  વસ્ત્રો પહેરે છે. પછી ભલે પરદા પાછળ રહી અભિનેત્રીના વસ્ત્રો ઓછા અને આછા કરે. SKIN TIGHT વસ્ત્રો ના કારણે દેહના ઉતાર ચઢાવ પુરુષના હવસને ઉક્સાવવા કાફી હોય છે. જીન્સ નાભિથી નીચે જઈ રહ્યું છે અને જર્સી વધુને વધુ ઉપર. બેલ્ટના સહારે પેન્ટ છે કે પેન્ટ ના કારણે બેલ્ટ એ નક્કી કરવું કઠીન છે.
સૌન્દર્યની નુમાઈશ માટે, દ્રશ્યની અને પટકથાની માંગને માટે અને કશુક CONVEY  કરવાના અને કળા (?) પ્રદર્શિત કરવા ના પાંગળા કારણોના ઓઠા હેઠળ નટીઓના કપડા ઉત્તરોત્તર ઓછા થતા ગયા. શ્રીમાન રાજ કપૂરે આવા જ કારણો આગળ ધરીને" સત્યમ,શિવમ,સુન્દરમ "માં ઝીન્નત અમાનના અને" રામ તેરી ગંગા મૈલી"માં મંદાકિનીના વસ્ત્રો બખૂબી  પારદર્શક  રાખ્યા  હતા.તેઓ અલ્લા મિયાંને પ્યારા થઇ ગયા એટલે તેમની સુપોત્રીઓની એવી જ વેશભૂષામાં જોવાનું તેમને સૌભાગ્ય પ્રાપ્ત ના થયું.
દેશના ખૂણે ખૂણેથી મુંબઈના બારામાં RAW MATERIAL રૂપી લલનાઓ ઠલવાતી જ રહે છે.ઘણી બધી રગડ અને તગડ અને સ્ટ્રગલ બાદ પણ કામ મળતું નથી કારણકે લલનાઓની લાંબી લાઈન છે. માટે રૂપેરી પરદા પર ચમકવા માટે વસ્ત્રો ઉતારવા સિવાય કોઈ છૂટકો  નથી. માટે આ પરંપરા ચાલુ જ રહેવાની છે.
ખરો અને ગેહરો આઘાત તો ત્યારે લાગ્યો કે ફિલ્મ "રંગ રસિયા" માટે નંદના સેને લૂગડાં ઉતર્યા.
BY DEFAULT નંદના, ભારતના સપૂત અને NOBEL PRIZE WINNER DR અમર્ત્ય સેનની  સુપુત્રી છે.
હિન્દી ફિલ્મ ઉદ્યોગે ભારત સમાજને શું આપ્યું?
યુવાનોના છાકટા વેડા, યુવતીઓની જાહેરમાં અશ્લીલ છેડતી, બળાત્કાર, સામુહિક બળાત્કાર  અને યુવાનીના ઉંબરે પહોચેલી કિશીરીઓના ગર્ભપાત.


લેખના પ્રારંભ માં લખેલી ચેતવણી અવગણીને આ લેખ વાચ્યા પછી કોઈ GUILTY FEEL 
કરતુ હોય તો ત્રણ વખત બાથરૂમ જઈ આવવું, કારણકે " હા ! પસ્તાવો વિપુલ ઝરણું..........


                                                                                        ભાર્ગવ અધ્યારુ 
                                                                                     













મંગળવાર, ફેબ્રુઆરી 21, 2012

માતૃભાષાનો મહિમા

"માતૃભૂમિ, સંસ્કૃતિ અને માતૃભાષા આદરણીય છે કારણકે તે પરમ આનંદ આપનારી છે."
                                                                                                                                     ઋગવેદ.

માતૃભાષા વ્યક્તિની અંગત, સામાજિક અને સંસ્કૃતિક ઓળખ છે. માણસ  સ્વપ્ન પણ પોતાની માતૃભાષામાં જુએ છે. વ્યક્તિ સ્વનું  પ્રતિબિંબ પણ માતૃભાષામાં જ જુએ છે. બાળકને  માતૃભાષા શીખવાનો પ્રયાસ કરવો નથી પડતો પણ સાંભળતા સાંભળતા સહજ રીતે જ શીખી જાય છે. માતૃભાષા એવું અનિવાર્ય ઉપકરણ છે કે જેના માધ્યમથી  વ્યક્તિનો માનસિક, બૌદ્ધિક અને નૈતિક વિકાસ થાય છે. માતૃભાષા દ્વારા વિવિધ વિષયોનું  જ્ઞાન વ્યક્તિને  આસીનીથી પ્રાપ્ત થાય છે. વિચારોની પારદર્શકતા અને  વિચારોનું પ્રસરણ માતૃભાષાના પ્રભુત્ત્વ વિના શક્ય નથી. માતૃભાષાની નબળાઈ માણસને વૈચારિક રીતે પંગુ બનાવી દે છે.  INVENTIONS  અને DISCOVERIES  એ જે તે વિષયની ગહન સમજણથી ઉદભવે છે. અને જે તે વિષયની ગહન  સમજણ માતૃભાષા જ આપી શકે છે. માતૃભાષા માણસ ખૂબ જ સરળતાથી અસ્ખલિત પણે બોલી શકે છે. અરે! પ્રેમ અને ગુસ્સો પણ માણસ પોતાની ભાષામાં જ શ્રેષ્ઠ રીતે વ્યક્ત કરી શકે છે.  માણસ જે ભાષામાં SPONTANEOUSLY  ગાળ બોલે તે તેની માતૃભાષા.

જર્મનો  પોતાના દેશને FATHERLAND  કહે છે પણ ભાષાને તો માતૃભાષા જ કહે છે.કારણકે  માતા  પાસેથી જ  બાળક ગર્ભમાં હોય ત્યારથી બોલતા શીખે છે. માતા જ  હમેશા બોલતી હોય છે, પિતા તો માત્ર એક સારા શ્રોતા તરીકે સાંભળ્યા જ કરે છે.

માતૃભાષા એ આપણો ખજાનો છે જે પેઢી દર પેઢી વિરાસતમાં આપવાનો છે. આપણા ઘડતરમાં  તેનો  સિંહ ફાળો છે. આપણા વિચારો, લાગણીઓ અને  વ્યક્તિત્વ વિકાસમાં માતૃભાષા ખૂબ જ ભાગ ભજવે છે.  અન્ય ભાષાઓ શીખવા માટેનું સબળ અને પ્રબળ માધ્યમ છે. સ્વામી શ્રી વિવેકાનંદ અને પૂજ્ય શ્રી મોટા એક જ  સરખો  આગ્રહ રાખે છે, " પ્રાથમિક શિક્ષણ તો  બાળકને તેની માતૃભાષામાં  જ આપવું જોઈએ."  મજબૂત પાયા પર જ કારકિર્દીની ગગનચૂંબી ઈમારત ચણી શકાય. રશિયા, ચીન, જાપાન, ઇટલી, ફ્રાંસ વિગેરે દેશોતો  ખરા  જ પણ  બૂંદ બરાબર દેશ ICELAND કે જેની વસ્તી માંડ ચાર લાખ હશે તે પણ ICELANDIC  ભાષામાં જ  શિક્ષણ આપે છે. આપણે ત્યાં બોર્ડના TOPPERS  ઘણા ભાગે ગુજરાતી માધ્યમવાળા  જ  હોય છે.

અહી આપણે અંગ્રેજી ભાષાને વખોડી નથી રહ્યા કે નથી કરી રહ્યા તેનો વિરોધ. આજે GLOBALIZATION નો યુગ છે. ઉચ્ચ ભણતર કાજે, સારી નોકરી માટે અને ગમતી કે  નાગમતી  પણ ગ્રીન કાર્ડ વળી છોકરી માટે ભારત છોડીને બીજા દેશમાં SETTLE  થવું પડે છે. આ સંજોગોમાં  બીજી ભાષા તરીકે અંગ્રેજી  સર્વમાન્ય  અને  જગવ્યાપક છે.  ગુજરાતી માધ્યમની  શાળાઓમાં અંગ્રેજીનું THOROUGH  KNOWLWDGE  આપવું જોઈએ. અને વિદ્યાર્થીઓને એવા સક્ષમ બનાવવા જોઈએ કે આગળના ભણતરમાં કે જીવન ઘડતરમાં બીજા વિદ્યાર્થીઓ જેટલી જ અને જેવી જ  સરળતા અને સુગમતા રહે. હરીફાઈમાં કાઠું કાઢી  દરેક ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે.

આપને ત્યાં કોર્ટ, કચેરી, બેંક  અને અન્ય CORPORATE  FIELD માં અંગ્રજીમાં વહીવટ ખૂબ સરસ રીતે ચાલે છે. એમાં ચોખલિયા વેડા કરવાની જરૂર નથી. જો દરેક સ્થાને હિન્દી કે  પ્રાદેશિક ભાષાનો  દુરાગ્રહ  રાખીએતો  આપણે શબ્દકોશનો  ભાર  લઈને જ ફરવું પડે, છતાં સાચો પર્યાય ના મળે અને આખું કોળું શાકમાં જાય. અંગ્રેજી માટે ના તો ઘેલછા હોવી જોઈએ ના તો છોછ.

હિન્દી ફિલ્મોનો ISI  MARK  ધરાવતો સંવાદ છે " गोरी चमड़ीवाले  अंग्रेज चले गए मगर उनकी नाजईज़ औलादको  यंहा छोडके गए!"  આ સંવાદ આજના હિન્દુસ્તાન કે જ્યાં મોટે ભાગે" હિંગ્લીશ" ભાષા નું ચલન વિશેષ છે , તેને બંધ બેસે છે.

આપણી માતૃભાષા ની ઘોર ખોદનાર છે કેટલાક  કચરાલાલ, બોઘાલાલ, ગાંડાલાલ, જુઠાલાલ, લાલચદાસ , જેઓએ ધનપ્રાપ્તિ અને માત્ર ધનપ્રાપ્તિ અર્થે જ કોન્વેન્ટ સ્કૂલો રૂપી વિશાળ દુકાનો ખોલી નાખી છે. મા-બાપ  ચેતો !

" માતા, માતૃભૂમિ અને માતૃભાષા વિના માણસ અનાથ ગણાય."  આપણામાંના  ઘણા બધા મા અને માતૃભૂમિને  ખોઈ ચુક્યા હશે. હવે શું માતૃભાષાનો  જનાજો કાઢીને બિલકૂલ જ અનાથ થવું આપણને ગમશે અને પોષાશે?



                                                                                                              ભાર્ગવ અધ્યારુ 



શુક્રવાર, ફેબ્રુઆરી 17, 2012

પ્રાર્થના - a potent weapon

માણસનો અહં ઓગળીને જે પ્રવાહી નીતરે તેનું નીસ્યંદન કર્યા બાદ જે અર્ક એકઠો થાય તેમાંથી પ્રાર્થનાનો પ્રાદુર્ભાવ થાય. પાક દિલનો પૂકાર કે માલિક સાથેની ગુફ્તગુ એટલે બંદગી, ઈબાદત, પ્રેયર કે પ્રાર્થના જે કહો તે. અંતે તો હેમનું હેમ હોય. શરણાગતિ વિના પ્રાર્થના શક્ય નથી. શરણાગતિ અને પ્રાર્થના એક જ સિક્કાની બે બાજુ છે, જે સિક્કાની બંને બાજુ HEADS જ છે. ("શોલે" ના અમિતાભના સિક્કાની જેમ જ.)

તમામ ધાર્મિક જૂથોએ પોતપોતાની "પ્રાર્થનાઓ" ઘડી કાઢી છે, જેનું પોપટીયું રટણ યાંત્રિક પણે રોજ કરવામાં આવે છે. સાચી પ્રાર્થના મૌનમાં ઘટિત થઇ જાય છે અને ત્યારે આપણી મહી બેઠેલો પરમાત્મા આપણને કંઈક CONVEY કરી દે છે. પ્રફુલ્લિત હ્રદયમાં થી જ પ્રાર્થના એક ફુવારાની જેમ ઉદભવે છે.

 ઇચ્છોમાંથી પ્રગટે એ પ્રાર્થના ન કહેવાય, ભીખ કહેવાય. કેટલાક લોકો પ્રભુને કહેતા હોય છે "હે પ્રભુ! મને હોન્ડા સીટી આપો", ભગવાન પણ મલકાતા મલકાતા કહે છે " લે લલ્લુ લેતો જા, હું તો તને બેન્ઝ આપવા ચાહતો હતો." આપણી યોગ્યતાની આપણને જ ખબર નથી. આપણે ભવભવના ભિખારી છીએ. ભીખમાંથી નહિ પણ ભેખમાંથી પ્રગટે એ પ્રાર્થના કહેવાય. પ્રાર્થનામાં આસક્તિ કે લાચારી ના હોય. પ્રાર્થનામાં નમ્રતા અને આર્દ્રતા હોય. પ્રાર્થનામાં નરી ભૌતિક વાસનાઓ ભરવાથી પ્રાર્થના પથ્થર જેવી વજનદાર થઇ જશે- એ તો ડૂબી જશે તળિયે કાયમને માટે. પ્રાર્થના તો હંસલા જેવી હોવી જોઈએ જે માનસરોવરમાં તર્યા કરે.

આપણે કોઈ પણ કાર્યનો પ્રારંભ કરતા પહેલા પ્રાર્થના કરીએ તો તે કાર્ય યોગ બની જાય છે અને સફળતા અંકે સો ટકા! પણ આપણે તો "શકટનો ભાર જેમ શ્વાન તાણે" એમ મુસ્તાક હોઈએ છીએ.આપણે વાર્યા નહિ પણ હાર્યા વળીએ છીએ. જયારે આપણા બળ-બુદ્ધિ જવાબ દઈ દે છે ત્યારે અસલી પ્રાર્થના પ્રગટે છે. માણસને જીવનનો થાક લાગે અને મોતની ધાક લાગે અને ચોતરફ વિપત્તીઓથી  ઘેરાઈ જાય ત્યારે ના છૂટકે પ્રાર્થનાનો સહારો લે છે. 

પ્રાર્થનાથી જીવન જીવવાનું બળ મળે છે, આશ્વાસન મળે છે, નિર્ભયતા મળે છે, હિંમત મળે છે એટલે જ પ્રાર્થનાને "Potent Weapon" છે.

                                                                                                                ભાર્ગવ  અધ્યારુ 

શુક્રવાર, ફેબ્રુઆરી 10, 2012

I. C. U.


                                                                           
INTENSIVE CARE UNIT :

માણસ જયારે બૂરા કામો કરતો હોય છે ત્યારે ઉપરવાળો દરેક વખતે તેને કહેતો હોય છે " I will see you." પણ પોતાની તાનમાં મશગુલ અને મગરૂરઆદમીના બહેરા કાને આ શબ્દો નિરર્થક રીતે અથડાતા હોય છે. પણ જયારે Emergency 108 વાનની સાયરન વાગે છે ત્યારે તેના કાન ઊંચા થઇ જાય છે. તેને સ્ટ્રેચરમાં નાંખી જયારે Hospital ના ICU બેડ પર નાખવામાં આવે છે ત્યારે તેને સમજાય છે કે પેલો એમ કેહતો હતો કે " I will see you in ICU." ICU ના ખાટલા પર નાંખી તેના કપડા અને સાથોસાથ અહં ઉતારવાની ક્રિયા ઝટપટ ચાલુ થઇ જાય છે. દર્દી પર જે તે હોસ્પીટલનું લેબલ અને પહેરવેશ લપેટાઈ જાય છે અને જેલના કેદીની પ્રથા અનુસાર તેના નામનું સ્થાન ખાટલા નંબર લે છે. એક અસ્તિત્વને ભૂસવાની ક્રિયા તેના નામને ભૂસવાથી ચાલુ થાય છે.


મનુષ્યને by default મળેલા છ છિદ્રો ડોકટરોને ઓછા પડે છે. મુખ મારફત ventilator વાટે oxygen અને નાકમાં નાખેલી rice tube વાટે પ્રવાહી ભોજન શરીરીમાં ધકેલવાનું ચાલુ થઇ જાય છે. કેથેટર દ્વારા પેશાબનું વહન ચાલુ થાય છે જેને સમયાન્તરે માપવામાં આવે છે. કેવી કરુણતા! જે માણસ અમાપ ખાઈ "પી"ને માંદો પડ્યો છે , તેનો પેશાબ માપવાનો!


ખૂબ જ હારેલા અને થાકેલા હૃદયનો ECG, B.P., Pulses, અને તમાકુથી પ્રદુષિત ફેફસાના શ્વાસ અને ઉચ્છવાસ ની સંખ્યા માપવા અનેક monitors બીપ બીપ સાથે ચાલુ થઇ જાય છે. મેડીકલ સ્ટાફ જરૂરત મુજબ ગળે, હાથે, પગે બીજા અનેક છિદ્રો પડી લે છે. અને ત્યાંથી I.V. fluids અને Injections નો મારો ચાલુ થઇ જાય છે. ખૂબ જ ભવ્ય અને બિહામણો નઝારો હોય છે.


આપણે જયારે Medical Field ની વાત કરતા હોઈએ ત્યારે The Great Greek Physician Hippocrates અને તેમની oath નો ઉલ્લેખ અનિવાર્ય છે.


Hippocrates નો જીવનકાળ ૪૬૦ B . C . થી ૩૭૭ B . C . તેઓ ચોક્કસ પણે એવું માનતા હતા કે "the body must be treated as a whole and not just series of parts." આજે આપણી પાસે તમામ અંગોના specialists ઉપલબ્ધ છે. કેવા નસીબદાર છીએ! Hippocrates એ તેમની oath માં કંઈક આવી મતલબનું લખ્યું છે " I will prescribe regimens for good of my patients according to my ability and never do harm to anyone. I will preserve the purity of my life and my arts. If I keep oath faithfully, may I enjoy my life and practice my art, respected by all humanity and in all times; but if I swerve from it or violate it, may the reverse be my life." આજે પણ તબીબો આ શપથ લે છે અને તેઓ પાસે થી આવી ઉદાત અપેક્ષા રાખવામાં આવે છે.

ICU ની અંદર નિયમ મુજબ યમ હાજર જ હોય છે. ઉપરની corporate office ના super computer માંથી જેવો યમને તેમના tablet PC પર order મળે પછી પળનોય વિલંબ નહિ. જે તે આત્મા મુક્ત. ICU ની બહાર પેહરો ભરતા સંત્રીનો ઠસ્સો, જુસ્સો અને ગુસ્સો ફિલ્ડ માર્શલ જેવો હોય છે. ક્યારેક વાજબી પણ હોય છે, નહિતો દર્દીના સગાઓ જ દર્દીને કસમયે મુક્ત કરી દે.

General Hospitals ના ICU ની કથા ખૂબ જ વ્યથાવાળી હોય છે. એટલે તેને માટે ક્યારેક Intensive Chaos Unit એવું નામકરણ સહજ રીતે થઇ જાય છે.
Care-----Chaos-----Cremation! 

જો માણસ મરણનું સ્મરણ રાખી તે અનુસાર જીવન જીવે તો ક્યારેય ICU માં જવાનો વારો ના આવે!


                                                                                                           ભાર્ગવ અધ્યારુ