મંગળવાર, જાન્યુઆરી 31, 2012

આ કર્મકાંડી ભૂદેવોથી ભગવાન બચાવે !

  "શાસ્ત્રીનું શટર પટર ને પુરાણીનું  પોલું,
જોશીનું અગડમ બગડમ  એ ત્રણ ઠગોનું ટોળું."
                                   આપણા હિંદુ ધર્મમાં સોળ સંસ્કાર ગણાવ્યમાં આવ્યા છે. ગર્ભાધાનથી  માંડીને શ્રાદ્ધ પર્યંત.  દરેક સન્સકારમાં કોઈને કોઈ રીતે ધાર્મિક વિધિ કે rituals  સામેલ છે જ. અને માટે કર્મકાંડી ભૂદેવની પણ જરૂર પડે છે. ક્યારેક અનિવાર્ય હોય છે. 
ભૂદેવ નો active role  ખોળો ભરવાની વિધિથી ચાલુ થઇ જાય છે. જેમ જેમ વધુ ને વધુ ગર્ભિનીઓના ખોળા  ભરાય તેમ તેમ ભૂદેવોના ના ઓરડા સીધું સામગ્રીથી છલોછલ ભરતા જાય. કેવું અદભૂત સમીકરણ! ખોળા=ઓરડા. 
                                                    અમારે ઘેર કર્મકાંડી ભૂદેવો કામ કરવા આવે તે પહેલા મારા પિતાશ્રીના કઠીન entrance test માં ખરા ઉતરવું પડે છે. માટે હવે તેઓ  આવતા ખચકાય છે  અને ખનસાય છે.  હવે તો પ્રસંગ અનુસાર packages  અને  turnkey  ધોરણે project  fees, quote  કરવામાં આવે છે. દક્ષિણાનું , charge માં રૂપાંતર થઇ ગયું છે.  મેં સાંભળ્યું તે મુજબ ક્યાંક તો advance payment પણ ભૂદેવોના બુકિંગ માટે તેમના આચાર્ય માંગે છે. પૂજાની તમામ સામગ્રી recycle  થયા કરતી હોય છે. એકજ item નું  કેટલી બધી વાર turnover  થયા કરે છે.  Highly Profitable profession.  બેકાર બ્રાહ્મણ યુવકો માટે નવો avenue ખૂલી ગયો છે. દરેક ભૂદેવ પાસે લગભગ two wheeler તો છે જ  અને તેમન ગુરુજીઓ પાસે four wheelers . માટે દિવાળી પર થતા ચોપડા પૂજનમાં  નાનો વેપારી મોટા વેપારીને ખંખેરે એવો scenarrio હોય છે.
                                                    પૂજાપાની મોટાભાગની સામગ્રી "Hazardous to Health."
કંકુ અને ગુલાલ = Rubine Toner Pigments 
અબીલ= શન્ખ્જીરું અથવા Titanium  Dioxide .
ચંદન=Chrysophenine .
હળદર=Metanil Yellow  એટલેકે જલેબીમાં વપરાતો રંગ.
                                                    પ્રોજેક્ટ સવારે નવ વાગ્યે ચાલુ થાય. Decorative સ્થાપનો ગોઠવવામાં સમય વીતે.  સંસ્કૃત મિશ્રિત ગુજરાતીમાં હોબાળો ચાલુ થાય. ત્રુટિઓ સાથેના સ્વસ્તિ વચનો અને શાન્તીમ્ન્ત્રો ભણાય. Naturally  યજમાન પણ તેમ જ ભણે. "આંધળો , આંધળાને દોરે" તેનું પરિણામ?  ભૂદેવોએ ૩૦૦+૧૨૦ ની તમાકુનો મસાલો દબાવેલો હોય પછી ઉચ્ચાર શુદ્ધિની અપેક્ષા કેવી રીતે રખાય?  " Does में जो force है वह Do में कहाँ?"  એ ઉક્તિને યથાર્થ કરતા હોય તેમ ભૂદેવો વધારાના ખોડા મ લગાડ્યા જ કરે. બસ, હવે ઉષ્ણોદક એટલેકે , ચા- કોફીનો સમય. લગભગ અગિયાર વાગી ચૂક્યા હોય!  શુસોભિત પ્રયોગ આગળ વધે. પોતાની ભૂલો છુપાવવા અને જનમન રંજન માટે ઢોલ , ઓર્ગન અને ખંજરીના સહારે શ્લોકો, મંત્રો,  ઋચાઓ  અને ભજનો ના સહારે પ્રોગ્રામ આગળ વધે. અજ્ઞાનીઓ અને અલ્પગ્નાનીઓ આ ચેષ્ટા પર આફરીન થઇ જાય. બિચારા! 
                                                    હમણાથી ઉત્તર ભારતના ભૂદેવો ગુજરાતમાં import થઈને આવ્યા છે. એવા તો કદાવર છે કે તેઓ જો cricket માં ફાસ્ટ bowler બને તો દેશનું નામ રોશન કરે. તેઓ તેમની સંગાથે પંડિત શબ્દ પણ લેતા આવ્યા છે
                                                    રાગડા તાણી ભૂદેવો બાર સાડા બાર વગાડી દે અને ફળાહાર નો નાદ પડે..રાજગરાના શીરા પૂરી, સાબુદાણા વડા અને બે ત્રણ પ્રકારના કંદમૂળ અને દહીં. ટોટલ ૩૦૦૦ કેલરી. પછી આ વાયડા ખોરાકનો મેણો ચઢે અને ભૂદેવોના બેસૂરા નસકોરાનો નાદ વાતાવરણ ગજવે.  જાગૃત થયા બાદ ફરી ગરમ પીણું અને પ્રયોગ શતાબ્દી અને રાજધાનીની  સ્પીડ પકડે. train ના હોર્ન સ્વરૂપે , વાયડું જમેલા ભૂદેવોના અપાનવાયુંના ભડાકા-ધમાકા-ધડાકા ચાલુ. જો Pollution Control Board અપાનવાયુ  પર penalty લેવાનું ચાલુ કરે તો Highest Revenue આ ભૂદેવો પાસેથી વસૂલાય. 
                                                  સાચું અને સારું શક્રાદય ન આવડતું હોય એટેલે ગુપચાવીને જલ્દી શ્રીફળ હોમાવી દે. છેલ્લે orchestra સાથે આરતી જે લગભગ  સો જણા in rotation ઉતારે. આચાર્ય એલાન કરે" દર્શન કરતા જાવ, દક્ષિણા મૂકતા જાવ."  બ્રાહ્મણ આમ છેક જ પોતાની જાતને ભિક્ષુક શા માટે જાહેર કરે છે?  કર્મકાંડી ભૂદેવોએ દરેક પ્રયોગના અને પદના ભાવ ઠરાવી દીધા છે. આમ કર્મકાંડ એક industry બની ગઈ છે. નજીકના ભવિષ્યમાં કદાચ કર્મકાંડ ને  ISO certification  મળશે અને M . B . A . (કર્મકાંડ) ના નવા courses   ચાલુ થાય તો નવાઈ નહિ! 
                                                   હિન્દી સિનેમામાં મુસ્લિમ કિરદાર ભજવતો કલાકાર  હંમેશા કહેતો હોય છે " चंद मुसल्मानोकी वजहसे पूरी कोम बदनाम होती है", તેજ રીતે અલ્પસંખ્યક પણ ભારે impact  ધરાવતા કર્મકાંડી ભૂદેવો થકી સમગ્ર બ્રાહ્મણ જ્ઞાતિને  બામણા , ભામના ઈત્યાદી ગાળ સમાન ઉપનામોથી નવાજવામાં આવે છે. ખૂબ જ શરમજનક છે. કર્મકાંડી ભૂદેવો ક્યાંક અને ક્યારેક અટકે અને ગાડી reverse gear માં નાખે તો નાશ પામેલી બ્રહામનાત્વની ગરિમા પુનઃ પ્રાપ્ત થાય.
                                                     જે દિવસે બ્રાહ્મણો પરશુરામ અને ચાણક્ય બનશે એ દિવસે ભારતવર્ષ ન્યાલ થઇ જશે. નિઃશંક !

" જે પૂજા કે નમાઝમાં પ્રાર્થના નથી તે ફક્ત શારીરિક  કસરત જ  છે."



                                                                                                                ભાર્ગવ અધ્યારુ 
                                                                                          
આ કર્મકાંડી ભૂદેવોથી ભગવાન બચાવે !                      
                                                   
                                     
                                                         

શુક્રવાર, જાન્યુઆરી 27, 2012

હવે સમજાયું આ દેશની પ્રજા ત્રાહિમામ કેમ?

રાજધર્મ  આજે પ્રજાસત્તાક દિવસે: આપણા સાંપ્રત રાજકર્તાઓ આવા ખરા?

                                                     રાજધર્મ માં જ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નો સમાવેશ થઇ જાય છે.રાજધર્મ સર્વ લોકોને વશ રાખનાર છે. પ્રમાદી રાજા દ્વારા લોકમર્યાદા અને લોક્વ્યવ્સ્થા  અને સુલેહ  શાંતિનો  ભંગ થાય છે.
                                                     પુરુષાર્થી રાજા જ  સર્વ ક્ષેત્રમાં  વિજય પ્રાપ્ત કરી શકે છે. કોઈક સમયે રાજાનો કાર્યારંભ નિષ્ફળ નીવડે તો તેણે સંતાપ કરવાને બદલે કાર્યસિદ્ધિ માટે પુનઃ પ્રયાસ કરવો જોઈએ. રાજાઓની કાર્યસિદ્ધિ માટે સત્યના જેવો બીજો કોઈ ઉપાય નથી.
                                                      રાજા ગુણવાન, સદાચર સંપન્ન, દયાવાન, જિતેન્દ્રિય, ઉદાર અને સરળ હોવો જોઈએ. તેણે પોતાના છિદ્રો  અને નબળાઈઓ ગુપ્ત રાખવા જોઈએ.અને  બીજાઓના એટલેકે  શત્રુઓના  છિદ્રો અને નબળાઈઓ શોધી તેનો લાભ લેવો જોઈએ. રાજાએ પોતાના રાજકીય વિચારોને ગુપ્ત રાખવા જોઈએ. વસંત ઋતુના શોભાયમાન સૂર્યની પેઠે રાજાએ તીક્ષ્ણતા અને મૃદુતા વચ્ચે સમતુલા જાળવવી  જોઈએ.
                                                      રાજાએ તમામ વર્ણોની પ્રજા પર હંમેશા દયા રાખવી જોઈએ. રાજાએ નિત્ય ક્ષમા પરાયણ પણ થવું નહિ કારણકે નિત્ય ક્ષમાશીલ  રાજાનું નીચ માણસ પણ અપમાન કરી જાય છે. રાજાએ પોતાના અને પારકા માણસોની નિરંતર પરીક્ષા કરવી. મનુસ્મૃતિમાં મનુએ જણાવેલા તમામ અઢાર પ્રકારના વ્યસનોનો ત્યાગ કરવો જોઈએ. કારણકે વ્યસનોમાં વ્યસ્ત રાજા તિરસ્કારને પાંત્ર બને છે અને પ્રજા ઉદ્વેગ પામે છે. રાજાએ પોતાની પ્રિય વસ્તુનો પણ ત્યાગ કરીને લોકહિત થાય તેમ વર્તવું જોઈએ. ધૈર્યવાન રાજાને કોઈનો ભય રહેતો નથી.
                                                      રાજાએ પોતાના નોકર ચાકરોની સાથે અતિશય મજાક મશ્કરી  કરવા નહી; કારણકે તેમ કરવાથી નોકરો રાજાનું અપમાન કરી બેસે છે. રાજાની અજ્ઞાની ઉલ્લંઘન કરે છે. રાજાની ગુપ્ત વાતને પ્રકટ કરી દે છે. અયોગ્ય વસ્તુની માંગણી કરે છે.  રાજાને ગાળો પણ ભાંડે  છે, રાજાની ઉપર ચડી બેસે છે, લાંચો લઈને રાજાના કાર્યોનો વિનાશ કરે છે અને નકલી દસ્તાવેજો ઊભા કરી  રાજાના દેશને પાયમાલ  કરી મૂકે છે.  આવો રાજા જો કોપ કરે તો પણ સેવકો સામે ઊભા રહીને ખડખડાટ હસે છે.  સેવકો રાજાના ગુપ્ત વિચારને પ્રકટ કરી દે છે અને રાજાના દુષ્ટ  કૃત્યોને જાહેર કરી દે છે. રાજાનો દરજ્જો દિન પ્રતિદિન ઘટતો જાય છે.
                                                      નિત્ય ઉદ્યમશીલ રાજા જ પ્રશંસાને  પાત્ર છે.પ્રજાનું રંજન કરવું , સત્યની રક્ષા કરવી અને વ્યવહારમાં  સરળ રહેવું એજ રાજાનો પરમ ધર્મ છે. રાજાએ ખેડૂતોનો પાક બગડતો અટકાવવો  જોઈએ અને માફકસરની મેહસૂલ વસૂલવી જોઈએ. નોકર ચાકરના વેતનો સમયસર ચૂકવવા જોઈએ. જે રાજા શત્રુના અધિકારીઓને ગુપ્ત રીતે ફોડી શકે છે, તે રાજા પ્રશંસાને પાત્ર છે. રાજાએ રાજકોષ ધનથી ભરપૂર રાખવો જોઈએ પણ સત્પુરુષોનું ધન હરવું ન જોઈએ. જેઓનું  પોષણ ન થતું હોય તેઓને રાજાએ  પોષવા જોઈએ. રાજાએ મુખનો દેખાવ પ્રસન્ન  રાખવો જોઈએ અને ચેહરા પર સ્મિત રાખી ભાષણ કરવું જોઈએ.
                                                      રાજાએ સદગુન્સમ્પણ , વિદ્વાન, શુરવીર અને મુશ્કેલીના સમયમાં  પર્વતની પેઠે અડગ રહેનાર પુરુષોને પોતાના સહાયકો તરીકે રાખવા જોઈએ. રાજા આત્મશ્લાઘા રહિત હોવો જોઈએ. જે રાજાના રાજ્યમાં મનુષ્યો નિર્ભય થઈને વિચરે છે અને જે રાજમાં ફૂડ, કપટ ઈત્યાદિ નો અભાવ હોય છે, દાનશીલ હોય છે અને પંડિતોનો સત્કાર કરવાવાળો હોય છે, તે રાજા શ્રેષ્ઠ છે.

સંદર્ભ:મહાભારત.                                                                                                              ભાર્ગવ અધ્યારુ.

શનિવાર, જાન્યુઆરી 21, 2012

"સમય જ શક્તિશાળી"

મહાભારત સીરીઅલમાં  શ્રી હરીશ ભીમાણી ' સમય' ના માધ્યમથી ઘણું બોલ્યા છે.

આજે કંઈક સમય વિષે:

વિધાતાએ જે સમયે જે વસ્તુનું જેને માટે નિર્માણ કરેલું હોય છે તે જ સમયે તેને તે મળી શકે છે.
ક્યારેક બુદ્ધિશાળી માણસ ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત કરી શકતો નથી ત્યારે મુર્ખ મનુષ્ય કોઈ પ્રયત્ન કર્યા વિનાજ વિશેષ જાતના અર્થોને પ્રાપ્ત કરી લે છે.
સંસાર કહે છે ' ફાવ્યો ગધેડો ડાહ્યો'.

જ્યાં સુધી અભ્યુદય  કાળ ઉપસ્થિત ન થયો હોય ત્યાં સુધી કોઈ જાતની કળા, મંત્ર, તંત્ર, ઔષધિઓ ફળ આપી શકતા નથી. વાયુઓ પણ સમય આવતા જ વહેવા માંડે છે, વૃષ્ટિ પણ સમય આવતા જ મેઘ દ્વારા પ્રાપ્ત થાય છે. સમય આવતા જ જળાશયોમાં કમળો ખીલી નીકળે છે, સમય આવતાજ વનની અંદર વૃશો ફાળી નીકળે છે. સમય આવતા જ શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષની રાત્રિઓ શ્વેત અને શ્યામ બને છે. મહાકવિ દયારામે લખ્યું  છે તેમ ચંદ્ર પણ ' પક્ષે વધે ને પક્ષે ઘટે, એ નિત્ય ન પૂર્ણ પ્રકાશે રે'.  સમય પ્રમાણે  જ  ઋતુઓ બદલાય છે અને જન્મ - મરણનું ચક્ર ચાલે છે.

સમય વિના વાવેલું બી ઉગતું નથી અને સમય વિના સૂર્યના ઉદય અસ્ત થતા નથી અને સમય આવ્યા વિના  દરિયામાં ભરતી અને ઓટ આવતા નથી.

સુખ દુઃખ નું WHEEL  OF FORTUNE  પણ સમયને આધીન જ છે.
મનુષ્ય માત્રને  સુખને અંતે દુઃખ  અને દુઃખને  અંતે સુખ પ્રાપ્ત થાય છે. કોઈ પણ મનુષ્યને સદાકાળ  માટે સુખ  મળતું નથી અને સદાકાળ માટે દુઃખ  મળતું નથી. આ રીતે સુખ દુઃખનો  અવિચ્છિન પ્રવાહ જગતમાં ચાલ્યા જ કરે છે.

IMP : આ જગતમાં જેઓ અતિશય મૂઢ છે તે અથવા જેઓ બુદ્ધિથી પર રહેલા પરબ્રહ્મને પ્રાપ્ત થયેલા છે, તેઓ સુખી છે, પરંતુ વચલાવર્ગના  મનુષ્યો નિરંતર દુખી જ છે.  ક્યાં તો ડોન સુખી ક્યાં તો જ્ઞાની સુખી. આમેય મધ્યમ વર્ગ જ જગતમાં પીસાય છે. 

તમામ વાતનો સાર નરસૈયાની આ પંક્તિમાં આવી જાય છે.
" જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે  ને  તે  સમયે તે  જ  પહોંચે."


                                                                                                     ભાર્ગવ  અધ્યારુ 

ગુરુવાર, જાન્યુઆરી 19, 2012

તિલકનું તિકડમ

ખુબ જ જાણીતી પંક્તિ  "તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર."
તિલક આપણા આજ્ઞા ચક્ર અથવા ત્રીજા નેત્રની ઉપર કરીએ છીએ . આધ્યાત્મિક મહત્તવ ઘણું છે.
શિવપન્થીઓ અને વિશ્નુંપન્થીઓના તિલકના રંગ અને આકાર પણ અલગ છે. આજના ભોટ ભક્તોને હરિ અને હર એક જ છે તેની ખબર નથી અને નાહકના બખેડા ઊભા કરે છે. આ નાસમજથી હિંદુઓ વિભક્ત છે. બહુમાળી પંચતારક હોટેલ જેવી હિંદુ ઈમારતને અંધશ્રદ્ધાનો લૂણો લાગ્યો છે.

તિલકનું વ્યાપારીકરણ:
 ઇન્ડિયામાં આજે સૌથી વધુ MARKET CAPITALIZATION  ધરાવતી કોઈ SCRIP  હોય તો તે તિલક  છે, કારણકે તેનો PORTFOLIO  વૈવિધ્ય સભર છે. કંકુ, ચંદન, ભસ્મ ઈત્યાદી RAW MATERIALS અને અસંખ્ય MOLDS .
 .
વિવિધ પ્રકારના અને આકારના પોતપોતાના સંકુચિત વાડાના  REGISTERED TRADE MARKS વાળા તિલકોથી બઝાર ગરમ છે. એક જ સંપ્રદાયના SUB -સંપ્રદાયો પણ તિલકની અલગ અલગ STYLE  અને PATTERN  ધરાવે છે. કંકુના કલર અને બીબા પણ અલગ!  ક્યાંક તો તિલકને ચીપયામાં જકડી લીધું છે તો ક્યાંક HORIZONTAL  કે VERTICAL કોઈ સીમા જ નથી.

અલગ અલગ તિલકોએ પોતાના આગવા વ્યાપારી વર્તુળો પણ ઊભા કાર્ય છે. કદાચ, CHMBERS OF COMMERCE કરતા CHAMBERS  ઓફ તિલક  ના TURNOVERS  ક્યાંય વધુ હશે.  વિવિધ તિલકથી  નોખા તારી આવતા સધાર્મિકો TRADE અને COMMERCE માં ખુબજ  સથવાર અને સહકાર આપે છે--એક બીજા પુરતો જ. 

જય જીનેન્દ્ર , જે સ્વામિનારાયણ ખુબ જ STRONG BUSINESS BOOSTERS છે. 'બાપુઓ'ને જય માતાજી કહો એટલે તેમના ક્ષાત્રધર્મ  અનુસાર તમારા પર વરસી પડે. એકદમ UNIVERSAL જય શ્રી કૃષ્ણ - આપણી ગુજરાતીઓની આગવી ઓળખ.

બહેનોના તિલકોનો રંગ તેમના વસ્ત્રો સાથે MATCHING  પ્રમાણે. હવે તો 64K  નો જમાનો છે. કેટલીક સ્ત્રીઓ ' મેરા કાટા તો પાની ભી ન માંગે ' એ ઉક્તિ ચરિતાર્થ કરતી હોય તેવા આકારનો ચાંદલો કરતી હોય છે.

STATUTORY  WARNING : આજના MULTI COLOR  કંકુ SYNTHETIC  PIGMENTS જ હોય છે,  જે ત્વચા માટે હાનિકારક છે.

પરદેશી રમતવીરો અને મેહમાંનોનું પણ આપણે ટીકાકરણ કરી નાખીએ છીએ. માઈકલ જક્સનને પણ  છોડ્યો ન હતો. આપણે ટીકાકરણ છોડતા નથી અને કેવું અનોખું RECIPROCATION ! આપણા DIGNITARIES  ના  SECURITY ના બહાને પરદેશીઓ AIRPORT પર લૂગડાં ઉતારે.

"તિલક કરતા ત્રેપન વહ્યા " એવું લખનાર અખો ( જીવન કાળ ૧૫૯૧ થી ૧૬૫૬ ) આજે જો હોત તો તિલકની દુર્દશાના આઘાત થી તેણે આપઘાત કર્યો હોત અથવા તેને થયું હોત MULTI ORGAN  FAILURE !


                                                                                                                          ભાર્ગવ અધ્યારુ     


બુધવાર, જાન્યુઆરી 18, 2012

जीनेकी राह:


"એકસરખા  દિવસ સુખના કોઈના જાતા નથી.
એથીજ  શાણા સાહ્યબીથી  લેશ ફુલાતા  નથી."

"ધનવાન  જીવન માણે છે નિર્ધન એ બોજો તાણે છે.
કોઈ  અનુભવીને પૂછી જો કે કોણ જીવી જાણે છે."
                                                    
"ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા તેને નથી 
એજ શાણા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી"

"સુખ માં પ્રમાદી સૌ બને દુખમાં ઘડાયે માનવી 
પણ આ જગત ને સુખ દુઃખના ભેદ સમઝાતા નથી "


                                                       પ્રભુલાલ  દ્વિવેદી 









                                                                                                                              

મંગળવાર, જાન્યુઆરી 17, 2012

સંકટ તરી જવાના ઉપાયો

:દુસ્તર દુઃખોને તરી જવાના ઉપાયો:


જે કોઈ મનુષ્યો ધાર્મિક કાર્યો દમ્ભ્પુર્વક  કરતા નથી , જેઓની ધાર્મિક વૃત્તિ સંયમી હોય છે, જેઓ પોતાની નિંદા કરવામાં આવતી હોય છતાં સામાની નિંદા કરતા નથી, માર્યા છતાં સામે મારતા નથી, સુપાત્રોને દાન  આપે છે અને કોઈની પાસે યાચના કરતા નથી તેઓ દુસ્તર દુઃખોને તરી જાય છે.


જેઓ માતાપિતાની માંનોવૃત્તિઓને અનુસરે છે, દિવસે સુતા નથી, મન, વચન, કર્મથી પાપ કરતા નથી, તેમ જ કોઈ પણ પ્રાણીની હિંસા કરતા નથી અને કોઈનું ધન ચોરતા નથી અને હમેશા ન્યાયવૃત્તિથી જ વર્તે છે તેઓ દુસ્તર દુઃખોને તરી જાય છે.


જેઓ ક્યારેય અસત્ય બોલતા નથી, જેઓના કર્મો દંભને માટે હોતા નથી, જેઓ ન્યાયપૂર્ણ માંગે જ ધન  સંપાદન કરે છે,  જેઓનાથી કોઈને ભય નથી અને જેઓ કોઈનાથી ભય પામતા નથી અને જેઓ બીજાનું  ધન જોઇને સંતાપ પામતા નથી , તેઓ દુસ્તર દુઃખોને તરી જાય છે.


જેઓ અભિમાની નથી, બીજા માન્ય પુરુષોને મન આપે છે, તથા પોતાને માન આપનારને નમન કરે છે,  જેઓ ક્રોધને વશમાં રાખે છે, ક્રોધિત મનુષ્યને શાંત કરે છે,  અને મદ્ય માંસ ગ્રહણ કરતા નથી તેઓ દુસ્તર દુઃખોને તરી જાય છે.


ભાર્ગવ અધ્યારુ  ( ભીષ્મ- યુધિસ્થીર સંવાદ, શાંતિપર્વ, મહાભારત)

રવિવાર, જાન્યુઆરી 15, 2012

ઉત્તરાયણ - એક બિનસાંપ્રદાયિક બ્યુગલ

ઉત્તરાયણનું પુરાણોક્ત, શાસ્ત્રોક્ત, વેદોક્ત મહામાત્ય તો આપણને સહુને ખબર છે જ. ક્યારેક જેમકે આ વર્ષે પણ સૂર્યનું રાષ્યંતર તા.૧૫ મી January એ થયું છે. આપણે ઉત્સવ તો ૧૪ મી એજ ઉજવ્યો.અને as usual વાસીઉત્તરાયણ ૧૫ મી એજ ઉજવી. ભારતવર્ષનો આ એક  તહેવાર એવો છે જે english પંચાંગ અનુસાર ઉજવાય છે.  આપણે ખુબ જ flexible છીએ. કોઈ જડતા નથી કે  આપનો તહેવાર ઉજવવા આપણે હિંદુ પંચાંગની જ તિથી fix કરવી. આપણે મૂળે ઉત્સવપ્રિય અને ક્યારેક તો ઉત્સવ ઘેલા છીએ. બેગાની શાદીમે અબદુલ્લા દિવાનાની જેમ નાતાલનો તહેવાર પણ આપણે ખૂલીને ઉજવીએ છીએ. આપણે તો બસ બહાનું જોઈએ . 


દિવાળી પતે કે તરત જ ઉત્તરાયણ ના વધામણા ચાલુ.  ઉત્તર ભારતના મુસ્લિમ કારીગરો દોરી ઘસવા આવી પહોચેછે. આખું વર્ષ અમદાવાદ ના જમાલપુર, કાલુપુર, દરિયાપુર વિસ્તારમાં  મુસ્લિમ બેહનો અને ભાઈઓ પતંગ બનાવવામાં મશરૂફ હોય છે. છતાં પરદેશી પત્તંગો પણ બજારમાં વેચાય છે. લોકોને હવે કિન્યા બાંધવાનું કષ્ટ પણ લેવું નથી કે જે પહેલા લહાવો કહેવતો. પરંતુ આ કારણે આર્થિક રીતે નબળા વર્ગને કમાણીનો નવો માર્ગ મળ્યો છે.  મુસ્લિમ સમાજ પણ આ ઉત્સવ ભરપેટ ઉજવે છે.  ચીનાઓ એમની આદત પ્રમાણે ચાઇનીઝ દોરી વડે આપણ ગળા કાપવાનું છોડતા નથી. આપણાં અમીચંદોએ એમને માર્ગ પ્રસશ્ત કરી આપ્યો છે.


આમ ઉત્સવ મૂળે હિંદુ, પંચાંગ અંગ્રેજી,  કારીગરી મુસ્લિમ ભાઈ-બેહનોની, ઉજવે તમામ કોમ.
આનાથી રૂડું શું હોઈ શકે?  જળ, water અને पानी નો ત્રિવેણી સંગમ.
 દર વર્ષની માફક જ આ વર્ષે પણ વાસી ઉત્તરાયણ સારી ગઈ. આપણને આમેય frozen  ફાવી અને ભાવી ગયું છે.  છાપરા અને ધાબા એમની capacity કરતા ઘણો વધુ ભાર સહે છે. વર્ષે બે દિવસના  ભારને સૌભાગ્ય માને છે. નહીતર એમના ભાગે  ક્યારે કન્યાઓના કોમલ પગનો સ્પર્શ?
હવે તો કોઈ ગોગલ્સ વિના હોતું નથી કારણકે રૂપિયા ૧૦૦/ માં પાંચ ગોગલ્સ મળે છે. (અમે વેલ્ડીંગ ના કારીગરોને આપવાના ગોગલ્સ અત્યારે જાત્થાબંધમાં લઇ લઈએ છીએ.) કાનને રાહત છે કારણકે loudspeakers નો craz ઘટ્યો છે. પત્તંગ રસીયાઓનો શોર બરકરાર છે.  પત્તંગ ચગાવતા  આંગળીઓ પર  ઘસરકા તો પડે જ છે, પણ પોતાની girl friend ને બીજાની ફીરકી પકડતા જોઈ હ્રદય પર પણ ઉઝરડા પડતા હોય છે.  બંને દિવસ પત્તંગ નું  session પૂરું થયા બાદ દારૂખાનાની રમઝટ અને પૈસાનો ધુમાડો technicolor માં જોવાનો લ્હાવો. પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ ટુકલોનો  ભયજનક નઝારો પણ જોવા મળે જ.


પરદેશી ગોરીઓ ૧૦૦ ગ્રામ કાપડમાંથી સીવાયેલા નાછૂટકે બદન ઢાંકવા પૂરતા લૂગડાં પહેરીને ગોવાના બીચો પર દરિયાની રેતમાં આળોટીને પોતાના શરીરને ટેંડ કરતી હોય છે, તે  કામ ગુજરાતીની ગોરીઓ  ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના બે દિવસમાં skin tight ડેનીમ અને  ઊંચા ઊંચા ટી શર્ટ પહેરીને ધાબા પર જ  પૂરું કરી લે છે. બે સુવાવડ પછી અદોદરી થઇ ગયેલી સ્ત્રીઓ પણ આ બે દિવસમાં જિન્સ, ટી શર્ટ અને ગોગલ્સ ચઢાવવાની લાલચ રોકી શક્તી નથી, પછી ભલેને છાપરા પરથી  બેઠા થતી વેળા નેવું અંશ ફરીને દ્ક્શીનાભીમુખ થી  પૂર્વાભિમુખ  rotate થવું પડતું હોય!


વર્ષો પૂર્વે અમદાવાદની મિલોના ભુન્ગ્લામાંથી નીકળતો ધુમાડો હવાની દિશા બતાવી દેતો. આજે છાપાવાળા ને કોલમ ભરવા આ વિષય મળી ગયો છે. અલ્યા ભાઈ પત્તંગ રસિકોને પતરા પર ચઢ્યા પછી ભાન થવાનું જ છે.


મોદી સાહેબનો આખીયો પત્તંગ જે ૧૨૫ તારની દોરી પર આસમાનમાં લહેરી રહ્યો છે તેણે તો ઉત્તર દિશા એટલેકે દિલ્હીની દિશા જ  પકડી છે, જેના પર લખ્યું છે સ્વર્ણિમ ભારત. આમ  દિલ્હીનું arial distance તેઓ માટે ખુબજ ઓછું થઇ ગયું છે. 


સંગીત રસિકોએ " Secret of the wind " by Prem Joshua અવશ્ય સાંભળવું.


                                                                                                     ભાર્ગવ અધ્યારુ 

ગુરુવાર, જાન્યુઆરી 12, 2012

"વિપત પડે ના વલખીએ , વલખે વિપત ના જાય ."


"વિકટ પરિસ્થિતિ પણ એણેજ નિર્મિ છે.
એનો પ્રસાદ સમજી વધાવી લેશો.
તમારી વિકાસયાત્રામાં એ સહાયક છે."

"દેખીતા સંકટગ્રસ્ત સંજોગો વિખેરી નાખવાનું સામર્થ્ય ,
જ્ઞાન અને કરુણા એનામાં છે 
એ વિશ્વાસ અટલ રાખશો.
ધૈર્યનો બંધ તુટવા દેશો નહિ."

'તમારો એકમાત્ર  સ્નેહી, અંતર્યામી તમને છોડશે નહિ!
એની સાથેના  સભાન સંપર્કથી આશ્વસ્ત રહી શકશો ."
                                                                   નાથાલાલ જોશી.

:વિઘ્નોની પોઝીટીવ  આડ અસરો :
પ્રકૃતિ જયારે મુશ્કેલીઓ વધારે છે ત્યારે બુદ્ધિબળ પણ વધારે છે .
ઘણા માણસોની મહત્તા નું કારણ તેમની પ્રચંડ મુશ્કેલીઓ હોય છે.
જેમ પુષ્પોને કચરી નાખવાથી તેમાંથી અધિક અને વિશેષ સુવાસ ફેલાય છે તેમ વિઘ્નોથી અધિકાધિક  કલ્યાણ થાય છે.
જે બુદ્ધિપ્રભા સુખમય સંજોગોમાં ગુપ્ત રહેલી હોય છે તે સંકટના સમયમાં ઝળકી ઉઠે છે.
સુવર્ણની કસોટી અગ્નિમાં થાય છે અને માણસની કસોટી સંકટના સમયમાં થાય છે.
જોકે હાનિઓ અને સંકટો એ અત્યંત કઠીન પાઠો છે ; પણ તેમાંથી જે બોધ મળે છે તે બીજે ક્યાય મળતો નથી.
સંપત્તિ મગજને પુષ્ટિ આપે છે અને વિપત્તિ તેને મજબૂત કરે છે.
મહાપુરુષોની ઉન્નતિનું નું કારણ વિપત્તિ છે.

                                                                                                 સંપાદન: ભાર્ગવ અધ્યારુ