મહાભારત સીરીઅલમાં શ્રી હરીશ ભીમાણી ' સમય' ના માધ્યમથી ઘણું બોલ્યા છે.
આજે કંઈક સમય વિષે:
વિધાતાએ જે સમયે જે વસ્તુનું જેને માટે નિર્માણ કરેલું હોય છે તે જ સમયે તેને તે મળી શકે છે.
ક્યારેક બુદ્ધિશાળી માણસ ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ ઇષ્ટ વસ્તુ પ્રાપ્ત કરી શકતો નથી ત્યારે મુર્ખ મનુષ્ય કોઈ પ્રયત્ન કર્યા વિનાજ વિશેષ જાતના અર્થોને પ્રાપ્ત કરી લે છે.
સંસાર કહે છે ' ફાવ્યો ગધેડો ડાહ્યો'.
જ્યાં સુધી અભ્યુદય કાળ ઉપસ્થિત ન થયો હોય ત્યાં સુધી કોઈ જાતની કળા, મંત્ર, તંત્ર, ઔષધિઓ ફળ આપી શકતા નથી. વાયુઓ પણ સમય આવતા જ વહેવા માંડે છે, વૃષ્ટિ પણ સમય આવતા જ મેઘ દ્વારા પ્રાપ્ત થાય છે. સમય આવતા જ જળાશયોમાં કમળો ખીલી નીકળે છે, સમય આવતાજ વનની અંદર વૃશો ફાળી નીકળે છે. સમય આવતા જ શુક્લ પક્ષ તથા કૃષ્ણ પક્ષની રાત્રિઓ શ્વેત અને શ્યામ બને છે. મહાકવિ દયારામે લખ્યું છે તેમ ચંદ્ર પણ ' પક્ષે વધે ને પક્ષે ઘટે, એ નિત્ય ન પૂર્ણ પ્રકાશે રે'. સમય પ્રમાણે જ ઋતુઓ બદલાય છે અને જન્મ - મરણનું ચક્ર ચાલે છે.
સમય વિના વાવેલું બી ઉગતું નથી અને સમય વિના સૂર્યના ઉદય અસ્ત થતા નથી અને સમય આવ્યા વિના દરિયામાં ભરતી અને ઓટ આવતા નથી.
સુખ દુઃખ નું WHEEL OF FORTUNE પણ સમયને આધીન જ છે.
મનુષ્ય માત્રને સુખને અંતે દુઃખ અને દુઃખને અંતે સુખ પ્રાપ્ત થાય છે. કોઈ પણ મનુષ્યને સદાકાળ માટે સુખ મળતું નથી અને સદાકાળ માટે દુઃખ મળતું નથી. આ રીતે સુખ દુઃખનો અવિચ્છિન પ્રવાહ જગતમાં ચાલ્યા જ કરે છે.
IMP : આ જગતમાં જેઓ અતિશય મૂઢ છે તે અથવા જેઓ બુદ્ધિથી પર રહેલા પરબ્રહ્મને પ્રાપ્ત થયેલા છે, તેઓ સુખી છે, પરંતુ વચલાવર્ગના મનુષ્યો નિરંતર દુખી જ છે. ક્યાં તો ડોન સુખી ક્યાં તો જ્ઞાની સુખી. આમેય મધ્યમ વર્ગ જ જગતમાં પીસાય છે.
તમામ વાતનો સાર નરસૈયાની આ પંક્તિમાં આવી જાય છે.
" જેહના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તે ને તે સમયે તે જ પહોંચે."
ભાર્ગવ અધ્યારુ
ભાર્ગવ અધ્યારુ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો