"એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી.
એથીજ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી."
"ધનવાન જીવન માણે છે નિર્ધન એ બોજો તાણે છે.
કોઈ અનુભવીને પૂછી જો કે કોણ જીવી જાણે છે."
"ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા તેને નથી
એજ શાણા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી"
"સુખ માં પ્રમાદી સૌ બને દુખમાં ઘડાયે માનવી
પણ આ જગત ને સુખ દુઃખના ભેદ સમઝાતા નથી "
પ્રભુલાલ દ્વિવેદી
પ્રભુલાલ દ્વિવેદી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો