મંગળવાર, જાન્યુઆરી 17, 2012

સંકટ તરી જવાના ઉપાયો

:દુસ્તર દુઃખોને તરી જવાના ઉપાયો:


જે કોઈ મનુષ્યો ધાર્મિક કાર્યો દમ્ભ્પુર્વક  કરતા નથી , જેઓની ધાર્મિક વૃત્તિ સંયમી હોય છે, જેઓ પોતાની નિંદા કરવામાં આવતી હોય છતાં સામાની નિંદા કરતા નથી, માર્યા છતાં સામે મારતા નથી, સુપાત્રોને દાન  આપે છે અને કોઈની પાસે યાચના કરતા નથી તેઓ દુસ્તર દુઃખોને તરી જાય છે.


જેઓ માતાપિતાની માંનોવૃત્તિઓને અનુસરે છે, દિવસે સુતા નથી, મન, વચન, કર્મથી પાપ કરતા નથી, તેમ જ કોઈ પણ પ્રાણીની હિંસા કરતા નથી અને કોઈનું ધન ચોરતા નથી અને હમેશા ન્યાયવૃત્તિથી જ વર્તે છે તેઓ દુસ્તર દુઃખોને તરી જાય છે.


જેઓ ક્યારેય અસત્ય બોલતા નથી, જેઓના કર્મો દંભને માટે હોતા નથી, જેઓ ન્યાયપૂર્ણ માંગે જ ધન  સંપાદન કરે છે,  જેઓનાથી કોઈને ભય નથી અને જેઓ કોઈનાથી ભય પામતા નથી અને જેઓ બીજાનું  ધન જોઇને સંતાપ પામતા નથી , તેઓ દુસ્તર દુઃખોને તરી જાય છે.


જેઓ અભિમાની નથી, બીજા માન્ય પુરુષોને મન આપે છે, તથા પોતાને માન આપનારને નમન કરે છે,  જેઓ ક્રોધને વશમાં રાખે છે, ક્રોધિત મનુષ્યને શાંત કરે છે,  અને મદ્ય માંસ ગ્રહણ કરતા નથી તેઓ દુસ્તર દુઃખોને તરી જાય છે.


ભાર્ગવ અધ્યારુ  ( ભીષ્મ- યુધિસ્થીર સંવાદ, શાંતિપર્વ, મહાભારત)

2 ટિપ્પણીઓ: