ગુરુવાર, જાન્યુઆરી 12, 2012

"વિપત પડે ના વલખીએ , વલખે વિપત ના જાય ."


"વિકટ પરિસ્થિતિ પણ એણેજ નિર્મિ છે.
એનો પ્રસાદ સમજી વધાવી લેશો.
તમારી વિકાસયાત્રામાં એ સહાયક છે."

"દેખીતા સંકટગ્રસ્ત સંજોગો વિખેરી નાખવાનું સામર્થ્ય ,
જ્ઞાન અને કરુણા એનામાં છે 
એ વિશ્વાસ અટલ રાખશો.
ધૈર્યનો બંધ તુટવા દેશો નહિ."

'તમારો એકમાત્ર  સ્નેહી, અંતર્યામી તમને છોડશે નહિ!
એની સાથેના  સભાન સંપર્કથી આશ્વસ્ત રહી શકશો ."
                                                                   નાથાલાલ જોશી.

:વિઘ્નોની પોઝીટીવ  આડ અસરો :
પ્રકૃતિ જયારે મુશ્કેલીઓ વધારે છે ત્યારે બુદ્ધિબળ પણ વધારે છે .
ઘણા માણસોની મહત્તા નું કારણ તેમની પ્રચંડ મુશ્કેલીઓ હોય છે.
જેમ પુષ્પોને કચરી નાખવાથી તેમાંથી અધિક અને વિશેષ સુવાસ ફેલાય છે તેમ વિઘ્નોથી અધિકાધિક  કલ્યાણ થાય છે.
જે બુદ્ધિપ્રભા સુખમય સંજોગોમાં ગુપ્ત રહેલી હોય છે તે સંકટના સમયમાં ઝળકી ઉઠે છે.
સુવર્ણની કસોટી અગ્નિમાં થાય છે અને માણસની કસોટી સંકટના સમયમાં થાય છે.
જોકે હાનિઓ અને સંકટો એ અત્યંત કઠીન પાઠો છે ; પણ તેમાંથી જે બોધ મળે છે તે બીજે ક્યાય મળતો નથી.
સંપત્તિ મગજને પુષ્ટિ આપે છે અને વિપત્તિ તેને મજબૂત કરે છે.
મહાપુરુષોની ઉન્નતિનું નું કારણ વિપત્તિ છે.

                                                                                                 સંપાદન: ભાર્ગવ અધ્યારુ 

1 ટિપ્પણી: