રવિવાર, જાન્યુઆરી 15, 2012

ઉત્તરાયણ - એક બિનસાંપ્રદાયિક બ્યુગલ

ઉત્તરાયણનું પુરાણોક્ત, શાસ્ત્રોક્ત, વેદોક્ત મહામાત્ય તો આપણને સહુને ખબર છે જ. ક્યારેક જેમકે આ વર્ષે પણ સૂર્યનું રાષ્યંતર તા.૧૫ મી January એ થયું છે. આપણે ઉત્સવ તો ૧૪ મી એજ ઉજવ્યો.અને as usual વાસીઉત્તરાયણ ૧૫ મી એજ ઉજવી. ભારતવર્ષનો આ એક  તહેવાર એવો છે જે english પંચાંગ અનુસાર ઉજવાય છે.  આપણે ખુબ જ flexible છીએ. કોઈ જડતા નથી કે  આપનો તહેવાર ઉજવવા આપણે હિંદુ પંચાંગની જ તિથી fix કરવી. આપણે મૂળે ઉત્સવપ્રિય અને ક્યારેક તો ઉત્સવ ઘેલા છીએ. બેગાની શાદીમે અબદુલ્લા દિવાનાની જેમ નાતાલનો તહેવાર પણ આપણે ખૂલીને ઉજવીએ છીએ. આપણે તો બસ બહાનું જોઈએ . 


દિવાળી પતે કે તરત જ ઉત્તરાયણ ના વધામણા ચાલુ.  ઉત્તર ભારતના મુસ્લિમ કારીગરો દોરી ઘસવા આવી પહોચેછે. આખું વર્ષ અમદાવાદ ના જમાલપુર, કાલુપુર, દરિયાપુર વિસ્તારમાં  મુસ્લિમ બેહનો અને ભાઈઓ પતંગ બનાવવામાં મશરૂફ હોય છે. છતાં પરદેશી પત્તંગો પણ બજારમાં વેચાય છે. લોકોને હવે કિન્યા બાંધવાનું કષ્ટ પણ લેવું નથી કે જે પહેલા લહાવો કહેવતો. પરંતુ આ કારણે આર્થિક રીતે નબળા વર્ગને કમાણીનો નવો માર્ગ મળ્યો છે.  મુસ્લિમ સમાજ પણ આ ઉત્સવ ભરપેટ ઉજવે છે.  ચીનાઓ એમની આદત પ્રમાણે ચાઇનીઝ દોરી વડે આપણ ગળા કાપવાનું છોડતા નથી. આપણાં અમીચંદોએ એમને માર્ગ પ્રસશ્ત કરી આપ્યો છે.


આમ ઉત્સવ મૂળે હિંદુ, પંચાંગ અંગ્રેજી,  કારીગરી મુસ્લિમ ભાઈ-બેહનોની, ઉજવે તમામ કોમ.
આનાથી રૂડું શું હોઈ શકે?  જળ, water અને पानी નો ત્રિવેણી સંગમ.
 દર વર્ષની માફક જ આ વર્ષે પણ વાસી ઉત્તરાયણ સારી ગઈ. આપણને આમેય frozen  ફાવી અને ભાવી ગયું છે.  છાપરા અને ધાબા એમની capacity કરતા ઘણો વધુ ભાર સહે છે. વર્ષે બે દિવસના  ભારને સૌભાગ્ય માને છે. નહીતર એમના ભાગે  ક્યારે કન્યાઓના કોમલ પગનો સ્પર્શ?
હવે તો કોઈ ગોગલ્સ વિના હોતું નથી કારણકે રૂપિયા ૧૦૦/ માં પાંચ ગોગલ્સ મળે છે. (અમે વેલ્ડીંગ ના કારીગરોને આપવાના ગોગલ્સ અત્યારે જાત્થાબંધમાં લઇ લઈએ છીએ.) કાનને રાહત છે કારણકે loudspeakers નો craz ઘટ્યો છે. પત્તંગ રસીયાઓનો શોર બરકરાર છે.  પત્તંગ ચગાવતા  આંગળીઓ પર  ઘસરકા તો પડે જ છે, પણ પોતાની girl friend ને બીજાની ફીરકી પકડતા જોઈ હ્રદય પર પણ ઉઝરડા પડતા હોય છે.  બંને દિવસ પત્તંગ નું  session પૂરું થયા બાદ દારૂખાનાની રમઝટ અને પૈસાનો ધુમાડો technicolor માં જોવાનો લ્હાવો. પ્રતિબંધ હોવા છતાં ચાઇનીઝ ટુકલોનો  ભયજનક નઝારો પણ જોવા મળે જ.


પરદેશી ગોરીઓ ૧૦૦ ગ્રામ કાપડમાંથી સીવાયેલા નાછૂટકે બદન ઢાંકવા પૂરતા લૂગડાં પહેરીને ગોવાના બીચો પર દરિયાની રેતમાં આળોટીને પોતાના શરીરને ટેંડ કરતી હોય છે, તે  કામ ગુજરાતીની ગોરીઓ  ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના બે દિવસમાં skin tight ડેનીમ અને  ઊંચા ઊંચા ટી શર્ટ પહેરીને ધાબા પર જ  પૂરું કરી લે છે. બે સુવાવડ પછી અદોદરી થઇ ગયેલી સ્ત્રીઓ પણ આ બે દિવસમાં જિન્સ, ટી શર્ટ અને ગોગલ્સ ચઢાવવાની લાલચ રોકી શક્તી નથી, પછી ભલેને છાપરા પરથી  બેઠા થતી વેળા નેવું અંશ ફરીને દ્ક્શીનાભીમુખ થી  પૂર્વાભિમુખ  rotate થવું પડતું હોય!


વર્ષો પૂર્વે અમદાવાદની મિલોના ભુન્ગ્લામાંથી નીકળતો ધુમાડો હવાની દિશા બતાવી દેતો. આજે છાપાવાળા ને કોલમ ભરવા આ વિષય મળી ગયો છે. અલ્યા ભાઈ પત્તંગ રસિકોને પતરા પર ચઢ્યા પછી ભાન થવાનું જ છે.


મોદી સાહેબનો આખીયો પત્તંગ જે ૧૨૫ તારની દોરી પર આસમાનમાં લહેરી રહ્યો છે તેણે તો ઉત્તર દિશા એટલેકે દિલ્હીની દિશા જ  પકડી છે, જેના પર લખ્યું છે સ્વર્ણિમ ભારત. આમ  દિલ્હીનું arial distance તેઓ માટે ખુબજ ઓછું થઇ ગયું છે. 


સંગીત રસિકોએ " Secret of the wind " by Prem Joshua અવશ્ય સાંભળવું.


                                                                                                     ભાર્ગવ અધ્યારુ 

1 ટિપ્પણી: