સોમવાર, ઑગસ્ટ 06, 2012

RUCHA: મૈત્રી ------સંબંધોનું શિખર

RUCHA: મૈત્રી ------સંબંધોનું શિખર: મૈત્રી ------સંબંધોનું શિખર  “જેની ગોઠડી તોડાય નહિ તોડી એવી કૃષ્ણ સુદામાની જોડી.” ભગવાન શ્રી કૃષ્ણે મૈત્રીના ઉત્તમ ઉદાહરણો પ...

રવિવાર, ઑગસ્ટ 05, 2012

મૈત્રી ------સંબંધોનું શિખર



મૈત્રી ------સંબંધોનું શિખર 

“જેની ગોઠડી તોડાય નહિ તોડી એવી કૃષ્ણ સુદામાની જોડી.”

ભગવાન શ્રી કૃષ્ણે મૈત્રીના ઉત્તમ ઉદાહરણો પુરા પાડ્યા છે.

પૂર્ણ પુરષોત્તમ  શ્રી કૃષ્ણ અને દરિદ્ર વિપ્ર સુદામા ની અનોખી અને અજોડ મૈત્રી.

શ્રી કૃષ્ણ અને પાર્થનો અન્યોન્ય પરમ સખાભાવ.

શ્રી કૃષ્ણ અને પાંચાલી વચ્ચેનો સખા અને સખીનો અતિ ઉચ્ચ કોટિનો પ્રેમભાવ.

ભાઈ મોટે ભાગે સુખમાં ભાગીદાર અને મિત્ર સદા દુઃખમાં ભાગીદાર, બંનેની ભાગીદારીમાં આટલો ફર્ક.

માં-બાપ, ભાઈ-બહેન by default મળે છે. કોઈ ચોઈસ નથી પણ બાય ચાન્સ મળે છે. મિત્રો આપણે by choice અને by selection મેળવી બનાવી શકીએ છીએ.

“Gift of friendship” પુસ્તકમાં કેટલક અદભૂત quotes છે.

જે મદદ કરે તે મિત્ર છે, જે દયા ખાય તે મિત્ર નથી. જીવનની મુશ્કેલ પળોમાં મિત્ર ઝીબ્રાલટર રોકની જેમ અડગ રીતે આપણી પડખે ઊભો રહે છે. મૈત્રીએ સોગાત છે, સગપણ DNA અને Blood Group  થી સંકળાયેલું છે. મૈત્રી પવિત્ર લબ્ઝ છે. મિત્રો બકરા ઘેટાની જેમ ઝુંડમાં પ્રાપ્ત નથી થતા પણ એ તો સાવજની જેમ એકલ દોકલ જ મળે છે. વિચારોની ઉદારતા હોય, સમ્યક સમજણ હોય, પરસ્પર સહન કરવાનો ભાવ હોય ત્યાં મૈત્રી હોય. મૈત્રી પ્રેમમાંથી જન્મે છે અને અને કરુણા સુધી વિસ્તરે છે.

ચાઈનીઝ કહેવત છે કે “ દુશ્મનનું તીર હજી ખમાય છે, પણ મૈત્રીનું ખંજર ખમાતું નથી.” મૈત્રી એટલે વિકલ્પો નહિ પણ ભીતરનો સંકલ્પ. મૈત્રી એકમેકના પૂરક થવાનું કામ કરે છે. મૈત્રીનું પંચાંગ નથી હોતું કે નથી હોતું તેનું મુહૂર્ત કે ચોઘડિયું. મિત્ર વિનાનો માણસ અપંગ છે. મૈત્રીમાં આત્મીયતા, સહવાસ અને સહજીવનનું સુરીલું સંગીત છે. જયારે બીજા બધા તમને છોડી જાય ત્યારે તમારા જીવનમાં જે પ્રવેશે અને સદા માટે રહે તે તમારો મિત્ર. મૈત્રી જળ પર આલેખેલું ચિત્ર છે. આ ચિત્ર પવનની પીંછીથી લહેરાય છે. જળનો સ્વભાવ વહેવાનો છે. એ સતત વહે છે. સાતત્ય એ મૈત્રીનું લક્ષણ છે. મૈત્રીનું એક જ માપ છે ‘મિત્ર ના હોય ત્યારે તેની સ્મૃતિ.’ એ સ્મૃતિ શાતા અને હૂંફ આપે છે. તમે તમારી સઘળી વાતો વિના સંકોચે શેર કરી શકો તે મિત્ર. સાચો મિત્ર આપણામાં રહેલા પ્રતિભાના બીજનું સિંચન કરી, તેની માવજત કરી તેને નિસ્વાર્થ પ્રેમના ખાતરથી તૃપ્ત કરી વિશાળ ઘટાટોપ વૃક્ષમાં ફેરવે છે, રૂપાંતરિત કરે છે, પરિવર્તિત કરે છે.

મૈત્રીમાં પ્રભાતના સૂરજની ઉષ્મા હોય છે અને આથમતા સૂરજની આભા હોય છે. મૈત્રી એ વૈભવ છે જેને ધન વડે ખરીદી શકાતો નથી. જે સંબધ તકવાદી અને તકલાદી હોય એ ક્યારેય મૈત્રીનું રૂપ ધારણ કરી શકતો નથી. ખુશામતખોર એ તમારો મિત્ર કદીય નથી, સાવધાન! મૈત્રીમાં જે નથી કહેવાતું એનું મૂલ્ય વિશેષ છે.

કવયિત્રી પન્ના નાયકની પંક્તિઓ સાથે વિરમું છું.

મિત્ર એટલે પરમ આત્મીયતા

અને જેની સાથે નિર્વ્યાજ સખ્ય માણી શકાય.

જે મન અને વાણીથી

સતત આપણી સાથે હોય,

જેના સહવાસમાં હાશ અને નિરાંતની ક્ષણોનો

અનુભવ થાય.

જેની સાથે અંગંતમાં અંગત પ્રશ્નથી માંડીને

જગતની સમસ્યાઓ વિષે

વાદ કે વિવાદ વિના વાત થઇ શકે.

જે આપણી સાથે હસે

અને આપણને હસાવી શકે.

જે આપણા અવગુણને ઓળંગીને

આપણને અપનાવી શકે.

જે આપણા એકાંતની રક્ષા કરે.

જે આપણામાં રહેલી ગોપિત શક્તિને પ્રગટ કરે.

જે આપણને સુખમાં છકી જવા ન દે.

જે આપણને દુઃખમાં હરવા ન દે.

મિત્ર એટલે જીવનમાં સાંપડેલી ધન્ય ક્ષણ.

મિત્ર એટલે મિત્ર.

                                                                  ભાર્ગવ અધ્યારૂ 

Friendship Day:05.08.2012