:ઉત્તરાયણ :
થોડુંય સમજ્યા હોત તો સુખેથી જીવતે,
પણ રહ્યા ખખડતા આપણે, બસ વાતે વાતે!
દોષના ટોપલાનું તો વજન વળી કેટલું?
ઊંચકીને નાખતા રહ્યા, એક-મેક ના માથે!
નાની અમથી વાતમાં, રણશિંગા ફૂકતા,
સવાર પડે ને હસતા મોઢા, રોજ બગડતા રાતે!
બંધ કર્યાં છે બારણા, ક્યાં કોઈ જુએ છે?
લોક માને કેવાં, સૂએ છે નિરાંતે!
ન'તી દેખાતી ભૂલો, તે બહુ મોટી દેખાય છે,
આંખે બાઝ્યાં છે ઘુવડ, તે ઉડે વાતે વાતે!
એક-મેકનો પતંગ કાપવામાં પડ્યા ઘસરકા હાથે,
બળી આ ઉત્તરાયણ! ના આવે તો, જીવાતે નિરાંતે!
અજ્ઞાત
:ડુંગરા:
ખૂબ જ અણિયાળા છે દુખના આ ડુંગરા,
મારા ફાળે આવ્યા છે, ખૂંદવાના ડુંગરા!
મને પ્રેમથી પાસે બોલાવે આ ડુંગરા,
ન જાઉં તો દોડતા આવે આ ડુંગરા !
થાક લાગે કે વાગે , ઊંઘવા દેતા ના ડુંગરા,
કાન માં કાંક કાંક કે'તા આ ડુંગરા!
છે ખૂબ જ રમતિયાળ આ રાતામાતા ડુંગરા,
મારી જોડે રમે તો જ ધરાતા આ ડુંગરા!
છોડી ગામના મોટા યજમાન આ ડુંગરા,
કેમ મારા પર મહેરબાન છે આ ડુંગરા!
થાય છે શ્વાસ છોડીશ ત્યારે છૂટશે આ ડુંગરા,
કે ઉપર પણ અણી અડાડશે આ ડુંગરા......
અજ્ઞાત
આજના યુગના માણસની વાસ્તવિકતા છે.
બંને કાવ્યો self explicit છે. કોઈ વિશેષ ટીકા ટિપ્પણીની જરૂર નથી.
ભાર્ગવ અધ્યારુ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો