શનિવાર, ઑગસ્ટ 03, 2013

RUCHA: મૈત્રીની મિરાત :

RUCHA: મૈત્રીની મિરાત :: આપણને જીવન દરમ્યાન કૈક કેટલાય માણસો મળતા હોય છે. વીઝીટીંગ કાર્ડની અદલાબદલી પૂરતા જ કેટલાંક સંબંધો તાત્કાલિક અને અલ્પજીવી હોય છે. કેટલાંક ...

મૈત્રીની મિરાત :


આપણને જીવન દરમ્યાન કૈક કેટલાય માણસો મળતા હોય છે. વીઝીટીંગ કાર્ડની અદલાબદલી પૂરતા જ કેટલાંક સંબંધો તાત્કાલિક અને અલ્પજીવી હોય છે. કેટલાંક સંબંધો ચિરકાલીન મૈત્રીમાં પરિણમે છે. અંગ્રેજીની કહેવત “ A friend in need is a friend indeed.” માં પણ સ્વાર્થની બદબૂ આવે છે. મૈત્રી એ એવી સોગાત છે કે જે સંબંધ નિસ્વાર્થ હોય છે, મિત્રના ગજવા તરફ ધ્યાન અને દ્રષ્ટિ હોતા નથી. તેનો હોદ્દો પણ ગૌણ બની જાય છે. આ સંબંધો સત્તા અને ધન માટે બંધાયા નથી માટે ટકાઉ હોય છે. મૈત્રી એ જળ પર આલેખાયેલું ચિત્ર છે. જળનો સ્વભાવ વહેવાનો છે અને સાતત્ય મૈત્રીનું લક્ષણ છે. મૈત્રીના સંબંધને સ્વાર્થી બની ઊંચે ચઢવાની સીડી તરીકે ના વાપરીએ તો તે સંબંધ આપોઆપ જ આકાશ સુધી લઇ જઈ શકે છે.


મૈત્રીનું એક જ માપ છે કે મિત્ર ના હોય ત્યારે એની સ્મૃતિ. એની સ્મૃતિ શાતા આપે છે. અને વળી આપે છે હૂંફ. આપણા હોવાપણાનો અનહદ આનંદ મૈત્રીમાં હોય છે . મૈત્રી એટલે open communication. આપણા સુખ કે દુખની કોઈ પણ વાત મિત્રને મોકળાશથી કહી શકાય છે share કરી શકાય છે. અને તેને એ કહેવાની જરૂર નથી હોતી કે આ વાત ખાનગી રાખજે. કેટલીક વાર મૌનની અભિવ્યક્તિ શબ્દ કરતાં વિશેષ પારદર્શક હોય છે. મિત્ર એ જીવનની કિતાબનું મોરપિચ્છ સમું book-mark છે. ઘણીવાર તમારામાં ન હોય એ તત્ત્વ તમને મિત્રમાંથી મળી રહે છે. મિત્રના સથવારે વિશ્વ વધુ ઉજળું લાગે છે. આ જે મિત્ર છે એને આપણા સુખ-દુઃખ સાથે લેવાદેવા છે અને આપણી સિદ્ધિ-પ્રસિદ્ધિ સાથે પણ લેવાદેવા છે. એનામાં ઈર્ષા અને સ્પર્ધાનું તત્ત્વ નથી હોતું. મિત્ર પર ગુસ્સો કરવાનો પણ તમને અધિકાર છે, કારણકે આ ગુસ્સાથી મૈત્રીની સદ્ધર ઈમારતના પાયા કદી ડગમગશે નહિ. મિત્ર આપણી સાચી પ્રતિભાને ઓળખીને આપણને દેખાડે છે. ક્યારેક આપણને ખબર  હોતી નથી કે આપણી ભીતર કેવી કેવી સંભાવનાઓના બીજ પડેલા છે. મિત્ર એ ઉજાગર કરીને બતાવે છે. મૈત્રી આપણી હસ્તરેખા નથી પણ જીવનરેખા છે. મૈત્રી આપણી શ્રદ્ધા છે. જીવનના વસંત અને પાનખરમાં મિત્ર આપણી સાથે જ હોય છે. આમ જોઈએ તો મિત્ર મળ્યા બાદ પાનખરનો અવકાશ જ નથી. મૈત્રીમાં પ્રભાતના સૂરજની ઉષ્મા છે અને આથમતા સૂરજની આભા છે. મૈત્રી સ્વયમ વૈભવ છે. મૈત્રીમાં કહેવાનું મૂલ્ય નથી હોતું, પણ જે નથી કહેવાતું એનું મૂલ્ય વિશેષ હોય છે. બે ગાઢ મિત્રો માટે કહી શકાય કે “ One soul dwells in two bodies.”


સિંહોની જેમ મિત્રોનું ટોળું ન હોય. જેને અનેક મિત્રો હોય તેને હકીકતમાં એકેય મિત્ર હોતો નથી. ઓળખાણ એ ખાણ છે તો મૈત્રી એ શિખર છે. જ્યાં સમજણ હોય ત્યાં મૈત્રી હોય. વિચારોની ઉદારતા હોય ત્યાં મૈત્રી હોય.એકમેકની પડખે ઊભા રહેવાની તાકાત હોય ત્યાં મૈત્રી હોય. મૈત્રીને આવતી કાલ ન હોય. એ તો આજે જ હોય. જેની સાથે મુક્ત મને હસી શકો એ તમારો મિત્ર. જેનાં ખભા પર તમે મન મૂકીને રડી શકો એ મિત્ર. લાંબા અરસા બાદ મળતો મિત્ર એ દુકાળ પછીના વરસાદ જેવી વાત છે. અપેક્ષા વિનાનો પ્રેમ મૈત્રીના છોડનું સુંદર રીતે સિંચન કરે છે. અને હૂંફ સૂર્ય પ્રકાશની ગરજ સારે છે. Chance અને Choice એ બે મહત્ત્વના શબ્દો છે. મિત્ર એ by chance મળે છે. નથી તેને શોધવા જવો પડતો અને નથી તેની પસંગી કરી શકાતી. મૈત્રી એટલે વિકલ્પો નહિ પણ ભીતરનો સંકલ્પ. મૈત્રીનું પંચાંગ નથી હોતું. તેનું મુહૂર્ત નથી હોતું. એમાં નથી શુભ-લાભના ચોઘડિયા જોવાના.

“મૈત્રીના સૂર્યને ક્યાંય રાત્રિ નથી.” -----શ્રી હરીન્દ્ર દવે.


ભાર્ગવ અધ્યારૂ 

લ.તા. ૦૩.૦૮.૨૦૧૩  
Friendship day on 04.08.2013

શનિવાર, જુલાઈ 27, 2013

RUCHA: તિલકનું તિકડમ

RUCHA: તિલકનું તિકડમ: ખુબ જ જાણીતી પંક્તિ  "તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર." તિલક આપણા આજ્ઞા ચક્ર અથવા ત્રીજા નેત્રની ઉપર કરીએ છીએ . આધ્યાત્મિક મ...

બુધવાર, જુલાઈ 24, 2013

RUCHA: પ્રાર્થનાનું બળ :

RUCHA: પ્રાર્થનાનું બળ :: દરેક ધર્મમાં પ્રાર્થનાને એક ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર માનવામાં આવ્યું છે. શારીરિક કે માનસિક રીતે બિમાર મનુષ્યને સાજો કરવા માટે પ્રાર્થ...

પ્રાર્થનાનું બળ :


દરેક ધર્મમાં પ્રાર્થનાને એક ખૂબ જ શક્તિશાળી શસ્ત્ર માનવામાં આવ્યું છે. શારીરિક કે માનસિક રીતે બિમાર મનુષ્યને સાજો કરવા માટે પ્રાર્થનાનું શરણું લેવામાં આવે છે. અગાઉના સમયમાં માંદગીને ભૂત-પ્રેતના વળગાડ સાથે જોડી દેવામાં આવેલી. ગ્રીક ફીઝીસિયન ડો. હિપોક્રેટ એ પહેલા ફીઝીસિયન હતા જેમણે પ્રસ્થાપિત કર્યું અને સમાજ સમક્ષ સત્યને ઉજાગર કર્યું કે માંદગી શરીરમાં વિષમ દ્રવ્યો પેદા થવાને કારણે થાય છે. તેની સારવાર માટે શરીરના કોઈ એક અંગને મહત્ત્વ ન આપતા સમગ્ર શરીરને ટ્રીટ કરવું જોઈએ. પ્રાર્થના પણ એક અમોઘ દવા છે જે શરીર અને મનને સ્વાસ્થ્ય પ્રદાન કરી શકે છે.

કેલીફોર્નીયા યુનિ. ના કાર્ડીઓલોજીસ્ટ ડો. રાન્ડોલ્ફ બિરદે આ દિશામાં વિચાર્યું અને તેઓ એવા તારણ પર આવ્યા કે દર્દીને સાજો કરવામાં પ્રર્થના એક ખૂબ જ પ્રબળ ફોર્સ છે. તેમને પ્રાર્થનાના હિલિંગ પાવરને જાણવા કેટલાક પ્રયોગો કર્યા જેનાં તારણો ચોકાવનારા નીકળ્યા. કેટલાક તારણો જોઈએ.

· જે દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવેલી તે દર્દીઓને અન્ય દર્દીઓ કરતાં antibiotics ની જરૂર પાંચ ગણી ઓછી પડી હતી.

· જે દર્દીઓ માટે પ્રાર્થના કરવામાં આવેલી તે દર્દીઓને ન્યુમોનિયા અને હાર્ટ ફેઈલની ભીતિ બીજા દર્દીઓ કરતાં ત્રણ ગણી ઓછી હતી.

· જે દર્દીઓ માટે દુઆ કરવામાં આવેલી તેમને ventilator નો સહારો લેવો પડ્યો ન હતો જયારે જેમને માટે માટે પ્રાર્થના કરવામાં ન હતી આવી તે સમુદાયે ventilator નો સહારો અવશ્ય લેવો પડ્યો હતો.

· જેમના માટે પ્રાર્થના કરવામાં આવલી તેમનો મૃત્યું આંક બીજા દર્દીઓ કરતાં ઘણો ઓછો હતો.

પ્રાર્થના પર કરવામાં આવેલા અભ્યાસનું એક તારણ જે બહુ મહત્વ નું નીકળ્યું એ એવું હતું કે જેને માટે પ્રાર્થના કરવામાં આવે છે અને જે વ્યક્તિ દ્વારા કરવામાં આવે છે તે બંને વચ્ચેનું અંતર કોઈ જ મહત્વ ધરાવતું નથી. આમ પ્રાર્થનાની શક્તિ radio energy અને electro magnetic enrgy ને પણ ટપી ગઈ.

સ્પીનદ્રીફ નામની એક સંસ્થાએ પ્રાર્થના ઉપર કેટલાક પ્રયોગો અને સંશોધનો કર્યા અને તેના દ્વારા જે પરિણામો બહાર આવ્યા તે પ્રાર્થનાના બળની પુષ્ટિ કરે છે. તે સંસ્થાએ જૈવિક પદાર્થ માટે જવનો ઉપયોગ કર્યો. જવના બીજોને તેઓએ બે ભાગમાં વહેંચી નાખ્યા. બંને બિયારણને એક જ સરખી માટી અને ખાતરમાં વાવ્યા. એક ગ્રુપને પ્રાર્થનાનું બળ પૂરું પાડવામ આવ્યું જયારે બીજાને નહિ. જે બિયારણ માટે પ્રાર્થના કરવામાં આવેલી તેમાં વધુ સંખ્યામાં ફણગા ફૂટ્યા. તેઓએ આ પ્રયોગોનું અનેક વખત પુનરાવર્તન કર્યું અને પરિણામો એક જ સરખા પ્રાપ્ત થયાં. હવે એક બીજી વાત કે સામાન્ય રીતે પ્રાર્થના અસ્વસ્થ વ્યક્તિ માટે મોટે ભાગે કરવામાં આવતી હોય છે. કોઈક તારણ પર આવવું જરૂરી હતું. માટે કૃત્રિમ રીતે stress ઊભો કરવા મીઠાનું ખારું પાણી એક ગ્રુપના બિયારણને આપવામાં આવ્યું જયારે બીજા ગ્રુપને નહિ. બંને ગ્રુપને માટે પ્રાર્થના કરવામાં આવી. પરિણામો ચોંકાવનારા હતા. ખારા પાણીમાં રાખેલા બિયારણ પર પ્રાર્થનાની વધુ અસર જોવા મળી. તે બીજોનું અંકુરણ વધુ હતું. સંશોધન કર્તાઓએ મીઠાનું પ્રમાણ વધારતા જઈને પ્રયોગો આગળ વધાર્યા. જેમ જેમ મીઠાની સાંદ્રતા વધારતા ગયા તેમ તેમ પ્રાર્થનાની અસર વધુ જોવા મળી. મતલબ એ જ કે નિરોગી જીવ કરતાં રોગી જીવ પર પ્રાર્થનાની અસર વધુ થાય છે. ત્યારબાદ કૃત્રિમ રીતે stress ઉત્પન્ન કરવા સંશોધનકર્તાઓએ તાપમાન અને ભેજ વધાર્યા. પરિણામો ઉપર મુજબના જ મળ્યા. પ્રાર્થનાના સમયમાં જેમ જેમ વધારો કરતાં ગયા તેમ તેમ પ્રાર્થનાની અસર વધુ થવા લાગી. આ અભ્યાસ ઉપરથી બે તારણો સ્પષ્ટ થયાં. એક તો, નિરોગી જીવ કરતાં રોગીષ્ટ જીવ પર પ્રાર્થનાની અસર વધુ જોવા મળે છે અને બીજું એ કે જેટલા વધુ સમય માટે પ્રાર્થના કરવામાં આવે તેમ તેની દર્દી પર અસરકારકતા વધે છે અને દર્દી જલ્દી આરોગ્યને પ્રાપ્ત કરે છે.

આપણા ઋષિ મુનિઓના સમયથી ઉપરના તારણો સાબિત થયેલા જ છે. પ્રાચીન સમયથી એક કહેવત પ્રચલિત છે કે દર્દીને નિરોગી બનાવવા દવા અને દુઆ બંનેની આવશ્યકતા છે અને દવા કરતાં દુઆ જલ્દી કામ કરે છે અને કાયમી ધોરણે કરે છે.

પણ, આપણે પરદેશથી આયાત થયેલી ચીજો અને તારણોના મોહતાજ છીએ. કેવી કરુણતા !!!!!!



ભાર્ગવ અધ્યારૂ



“Speaking Tree” માં લખેલા મારા બ્લોગનો ગુજરાતી ભાવાનુવાદ.

શુક્રવાર, જુલાઈ 19, 2013

RUCHA: માતૃભાષાનો મહિમા

RUCHA: માતૃભાષાનો મહિમા: "માતૃભૂમિ, સંસ્કૃતિ અને માતૃભાષા આદરણીય છે કારણકે તે પરમ આનંદ આપનારી છે."                                                       ...

શનિવાર, જુલાઈ 13, 2013

RUCHA: અભિનય સમ્રાટ ------પ્રાણ

RUCHA: અભિનય સમ્રાટ ------પ્રાણ: પ્રાણ એટલે જીવન. અભિનયના પંચ પ્રાણ (પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન) જેનામાં પૂર્ણપણે વિદ્યમાન છે એમનું નામ પ્રાણ ક્રિશન સિકંદ. છ...