શુક્રવાર, એપ્રિલ 06, 2012
RUCHA: છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું
RUCHA: છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું: છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું છે લાંબા પ્રવાસો ને ટૂંકી છે દ્રષ્ટિ ને કમજોરીઓથી , ભરી આખી સૃષ્ટિ! અમૃતનું ટીપું મળે ના મળે,...
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું
છે લાંબા પ્રવાસો ને ટૂંકી છે દ્રષ્ટિ
ને કમજોરીઓથી , ભરી આખી સૃષ્ટિ!
અમૃતનું ટીપું મળે ના મળે, પણ
થતી રે'તી વણમાગી વિષ કેરી વૃષ્ટિ
નિરાશાના કારણ હજારો હું ભાળું-
છતા માનું; માનવીનું ભાવિ રૂપાળું.
કબૂલ! કંટકોથી ભરેલી ધરણ છે,
ને ચીરાતા ડગલે ને પગલે ચરણ છે.
જુવો જ્યાં જ્યાં ત્યાં કોઈ ને કોઈ રૂપે
ઊભું ગ્રાસ કરવા ભયાનક મરણ છે.
દશે દિશા ભભૂકે અગન કેરી નાળું-
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.
ઊગે છે દિવસ તેવા બેચાર નીકળે,
સજીને શહાદતના શણગાર નીકળે.
બલિદાનની, સામે ચાલીને બનવા
ધધકતી અરૂણ લોહીની ધાર નીકળે,
ભલે ભાસતી પાપની ધીંગી પાળું,
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.
ભરી જેટલી આ જગતમાં અગન છે,
વધુ તેથી માનવાના ઉરમાં લગન છે.
જગત રીઝ્તું છો રિબાવીને એને,
અરે, એ તો મહોબતના માર્ગે મગન છે.
ભલે ડારતી ભેરવી મુંડ-માળું,
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.
એ રિબાય છે, એ સડે છે, રડે છે,
હઝારો વખત, ચાલતાં એ પડે છે.
એ તરસે છે, નાસે છે, શ્વાસ ભર્યો પણ
ગમે તેમ તો ય હરદમ લડે છે.
પળે પળ ભરખતી ભલે એને ઝાળું-
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.
કરસનદાસ માણેક
ઊભું ગ્રાસ કરવા ભયાનક મરણ છે.
દશે દિશા ભભૂકે અગન કેરી નાળું-
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.
ઊગે છે દિવસ તેવા બેચાર નીકળે,
સજીને શહાદતના શણગાર નીકળે.
બલિદાનની, સામે ચાલીને બનવા
ધધકતી અરૂણ લોહીની ધાર નીકળે,
ભલે ભાસતી પાપની ધીંગી પાળું,
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.
ભરી જેટલી આ જગતમાં અગન છે,
વધુ તેથી માનવાના ઉરમાં લગન છે.
જગત રીઝ્તું છો રિબાવીને એને,
અરે, એ તો મહોબતના માર્ગે મગન છે.
ભલે ડારતી ભેરવી મુંડ-માળું,
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.
એ રિબાય છે, એ સડે છે, રડે છે,
હઝારો વખત, ચાલતાં એ પડે છે.
એ તરસે છે, નાસે છે, શ્વાસ ભર્યો પણ
ગમે તેમ તો ય હરદમ લડે છે.
પળે પળ ભરખતી ભલે એને ઝાળું-
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.
કરસનદાસ માણેક
કવિ શ્રી કરસનદાસ માણેકની આ એક ઉત્કૃષ્ટ રચના છે. વિકટમાં વિકટ પરિસ્થિતિનો ફક્ત સામનો કરીને જ નહિ પણ તેની સામે જંગ છેડીને, લડીને વિજયી થવાની વાત છે. સાવ જ રસ્તે અફળાતા કે ઉકરડામાં પડેલા પત્થરને પણ એક કાબેલ શિલ્પી ભગવાનની મૂર્તિમાં ફેરવી શકે છે. પાષાણનું, પરમાત્મામની પ્રતિમામાં પરિવર્તન થઇ જાય છે. રોજ દરેક પ્રહરની પૂજા, આરતી અને પુષ્પોના શણગારથી ઉકરડાનો પથ્થર પણ ધન્ય બની જાય છે. અમદાવાદની ઉનાળા અને ભરઉનાળાની ઋતુમાં દૂધનું ફાટી જવું એક ખૂબ જ સામાન્ય અને નિયમિત ઘટના છે. (જો કે ફ્રીઝ આવ્યા પછી આ દુર્ઘટના ઓછી થઇ ગઈ છે.) આ ફાટેલા દૂધનું ગૃહિણીઓ અનેક સ્વાદિષ્ટ વાનગીઓમાં રૂપાંતર કરવામાં કાબેલ છે અને ફાટેલા દુધને પણ એક નવી પહેચાન મળે છે. અમાવાસ્યાની ઘોર અંધારી રાત્રિ બાદ નવા માસનું પહોર પ્રગટે છે. શારજાહના રણ પ્રદેશની ભવ્યતા આરબોએ લીલાછમ ક્રિકેટના મેદાનો બનાવીને દુનિયાને દેખાડી દીધી છે. અરે! હાલનું કચ્છ તો જુઓ. એક નવોઢા જ જોઈ લ્યો! કચ્છના રણોત્સવે વિશ્વને રેતની સુંદરતાનું મહાતમ્ય કેવું અને કેટલું હોઈ શકે તેનું ભાન કરાવ્યું છે. જો આ તમામ જડ ચીજોનું ભાવિ, માનવી રૂપાળું કરી શકતો હોય તો જે સ્વયમ ચેતનાસભર છે તે માનવી પોતાનું ભાવિ કેમ રૂપાળું ના કરી શકે? નિ:શંક કરી શકે. ફક્ત પ્રમાદથી સાવધાન રહી, હરપળ જાગૃત રહી જીવન જીવવાનું છે, જંગ લડવાનો છે. રૂપાળા ભાવિનો માર્ગ સ્વયમ પ્રશસ્ત થઇ જશે.
ભાર્ગવ અધ્યારુ
+91-9825038089
ગુરુવાર, એપ્રિલ 05, 2012
RUCHA: જીવતરની જફા
RUCHA: જીવતરની જફા: :ઉત્તરાયણ : થોડુંય સમજ્યા હોત તો સુખેથી જીવતે, પણ રહ્યા ખખડતા આપણે, બસ વાતે વાતે! દોષના ટોપલાનું તો વજન વળી કેટલું? ઊંચકીને ...
જીવતરની જફા
:ઉત્તરાયણ :
થોડુંય સમજ્યા હોત તો સુખેથી જીવતે,
પણ રહ્યા ખખડતા આપણે, બસ વાતે વાતે!
દોષના ટોપલાનું તો વજન વળી કેટલું?
ઊંચકીને નાખતા રહ્યા, એક-મેક ના માથે!
નાની અમથી વાતમાં, રણશિંગા ફૂકતા,
સવાર પડે ને હસતા મોઢા, રોજ બગડતા રાતે!
બંધ કર્યાં છે બારણા, ક્યાં કોઈ જુએ છે?
લોક માને કેવાં, સૂએ છે નિરાંતે!
ન'તી દેખાતી ભૂલો, તે બહુ મોટી દેખાય છે,
આંખે બાઝ્યાં છે ઘુવડ, તે ઉડે વાતે વાતે!
એક-મેકનો પતંગ કાપવામાં પડ્યા ઘસરકા હાથે,
બળી આ ઉત્તરાયણ! ના આવે તો, જીવાતે નિરાંતે!
અજ્ઞાત
:ડુંગરા:
ખૂબ જ અણિયાળા છે દુખના આ ડુંગરા,
મારા ફાળે આવ્યા છે, ખૂંદવાના ડુંગરા!
મને પ્રેમથી પાસે બોલાવે આ ડુંગરા,
ન જાઉં તો દોડતા આવે આ ડુંગરા !
થાક લાગે કે વાગે , ઊંઘવા દેતા ના ડુંગરા,
કાન માં કાંક કાંક કે'તા આ ડુંગરા!
છે ખૂબ જ રમતિયાળ આ રાતામાતા ડુંગરા,
મારી જોડે રમે તો જ ધરાતા આ ડુંગરા!
છોડી ગામના મોટા યજમાન આ ડુંગરા,
કેમ મારા પર મહેરબાન છે આ ડુંગરા!
થાય છે શ્વાસ છોડીશ ત્યારે છૂટશે આ ડુંગરા,
કે ઉપર પણ અણી અડાડશે આ ડુંગરા......
અજ્ઞાત
આજના યુગના માણસની વાસ્તવિકતા છે.
બંને કાવ્યો self explicit છે. કોઈ વિશેષ ટીકા ટિપ્પણીની જરૂર નથી.
ભાર્ગવ અધ્યારુ
રવિવાર, એપ્રિલ 01, 2012
અભિનય સમ્રાટ ------પ્રાણ
પ્રાણ એટલે જીવન.
અભિનયના પંચ પ્રાણ (પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન) જેનામાં પૂર્ણપણે વિદ્યમાન છે એમનું નામ પ્રાણ ક્રિશન સિકંદ.
છ દાયકાના બોલીવુડના બાદશાહ, મેટાલિક વોઈસના માલિક અને સંવાદોના શહેનશાહ એટલે પ્રાણ.
આયુર્વેદાચાર્ય ઘસપસશંકર લસપસશંકરનું પ્રાણ સાહેબ વિષે કહેવું છે “ કંઈ કેટલાય પૂરી, કપૂર, ખાન ઈત્યાદિને ખરલ કરી ' ખલનાયકી' નાં કવાથની સહસ્ત્ર ભાવના આપવામાં આવે તો ય પ્રાણ સાહેબ સમો ખલનાયક નિષ્પન્ન નાં થઇ શકે.” ભગવાન શ્રી કૃષ્ણ જો આજે વિભૂતિયોગ કહે તો જરૂર એમ કહે " ખલનાયકો માં ' પ્રાણ' હું છું."
પ્રાણનો જન્મ ૧૨ મી ફેબ્રુઆરી, ૧૯૨૦ નાં દિવસે જૂની દિલ્હીમાં એક સાધન સંપન્ન પરિવારમાં થયો હતો. એમના પિતા ક્રિશન સિકંદ સિવિલ ઈજનેર હતા અને સરકારના રોડ અને બ્રીજ નાં ઠેકેદાર હતા. એમના પિતાજીની અલગ અલગ સ્થાનોએ બદલી થતી હોવાથી પ્રાણનું ભણતર પણ અલગ અલગ ઠેકાણે થયું હતું. ગણિત એ તેમનો પ્રિય વિષય હતો અને તે વિષયની માસ્ટરી એ તેમની કુદરતી ભેટ હતી.
પ્રાણ એ તેમની કારકિર્દી ની શરૂઆત દિલ્હીમાં એક ફોટોગ્રાફર તરીકે એ. દાસ એન્ડ કંપની માં કરી હતી. આ કામ માટે તેઓએ એક વાર સિમલા જવાનું થયું. આપને જાણીને આશ્ચર્ય થશે કે ભવિષ્યના આ ખૂંખાર વિલને સિમલામાં ‘રામલીલા’ નાં સ્ટેજ શો માં સીતાનું પાત્ર ભજવ્યું હતું જેમાં રામનો રોલ મદનપુરી એ અદા કર્યો હતો.
પ્રાણ એ ૧૯૪૫ માં શુક્લા અહલુવાલિયા સાથે લગ્ન કર્યાં હતા. તેમને બે દીકરા નામે, અરવિંદ અને સુનીલ તથા એક દીકરી નામે પીન્કી છે. અરવિંદ Chemical Engineering માં PhD. છે અને લંડનમાં સ્થાયી છે. સુનીલને ફિલ્મ ક્ષેત્રે ઝાઝી સફળતા મળી નથી. પીન્કી નામ મુજબ ગુલાબી જીવન જ જીવતી હશે.
પ્રાણને પ્રથમ રોલ એ ય વિલન તરીકેનો, વાલી મોહમમેદ વાલી ની સીફારીશથી દલસુખ પંચોલીની ફિલ્મ ‘યમલા જાટ’માં ૧૯૪૦ માં મળ્યો. આ ફિલ્મ સુપર હીટ પૂરવાર થઇ.અને પ્રાણ વિલન તરીકે પ્રસ્થાપિત થઇ ગયા. જો કે ૧૯૪૨ માં તેમણે હીરોની ભૂમિકા ફિલ્મ ‘ ખાનદાન ‘ માં નિભાવી. તેમની હિરોઈન હતી નૂરજહાં. અગાઉ નૂરજહાં એ પ્રાણ સાથે બાળકલાકાર તરીકે પણ કામ કર્યું હતું. લાહોરમાં તેમના નિવાસ દરમ્યાન તેમણે ૨૨ ફિલ્મોમાં અભિનય આપ્યો.
દેશના ભાગલા પડવાને કારણે , પ્રાણ ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ નાં દિવસે મુંબઈ આવ્યા. કેટલાક માસની સ્ટ્રગલ પછી તેમને બોમ્બે ટોકીઝ ની ફિલ્મ ‘ઝીદ્દી’ થી બ્રેક મળ્યો. દેવાનંદને પણ આ જ ફિલ્મથી મોટોમસ બ્રેક મળ્યો. કામિની કૌશલ આ ફિલ્મના નાયિકા હતા. ત્યારબાદ પ્રાણ સાહબે ક્યારેય પાછું વળીને જોયું નથી.. આઝાદી બાદ ૧૯૪૯માં આવેલી ફિલ્મ ‘બડી બહન’ એ તેમની ખૂબ જ સફળ ફિલ્મ રહી. ૧૯૫૦ થી ૧૯૬૦ નાં દશક દરમ્યાન પ્રાણ એ રાજકપૂર, દેવાનંદ અને દિલીપકુમાર સામે અસંખ્ય ફિલ્મોમાં સફળ વિલન નાં રોલ અદા કર્યાં. પ્રાણ ઉંમરમાં રાજકપૂર અને દિલીપકુમાર કરતા મોટા હતા છતાં તેમની ફિટનેસ ખૂબ જ સારી રહી અને રાજ અને દિલીપ અદોદળા થઇ ગયા. એટલે ત્યારબાદ પ્રાણ સાહેબે દેવાનંદ, શમ્મીકપૂર, જોય મુખરજી ,ધર્મેન્દ્ર, અને રાજેશ ખન્ના જેવા ટોચના નાયકો સામે ખલનાયક નાં રોલ અદા કર્યાં. પ્રાણ સાહેબનું મહેનતાણું ક્યારેક નાયક કરતા પણ વધુ રહેતું. પ્રાણ સાહેબની મહત્તા પણ નાયક કરતા ઓછી ન અંકાતી અને એટલેજ દરેક ફિલ્મના ટાયટલ માં પ્રાણ સાહેબના નામનો ઉલ્લેખ and Pran અથવાતો above all Pran એ પ્રમાણે થતો. પ્રાણ સાહેબે ૩૫૦ હિન્દી ફિલ્મોમાં અદાકારીના ઓજસ પાથર્યા છે જેમાંની મોટા ભાગની ફિલ્મો સુપર- ડુપર હીટ રહી છે. ૧૯૬૦ થી ૧૯૭૦ નાં દાયકામાં તેમણે બંગાળી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
પ્રાણની અંદર છુપાયેલા અદાકારનાં આત્માને મનોજકુમારે બરાબર પીછાણ્યો. અને પ્રાણ સાહેબની ખલનાયકની પ્રતિમાને અને પ્રતિભાને ચરિત્ર અભિનેતાની મહોર લાગી. કરીઅરને યુ ટરન મળ્યો. ૧૯૬૭માં પ્રદર્શિત થયેલી મનોજકુમારની ફિલ્મ ‘ઉપકાર’ માં પ્રાણને ‘મંગલ ચાચા’ નો યાદગાર રોલ મળ્યો. અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને મળ્યો એક અદભૂત ચરિત્ર અભિનેતા. તેમના પર ફિલ્માવેલું ગીત ‘ કસ્મે વાદ એ પ્યાર વફા’ અવિસ્મરણીય બની ગયું. ત્યારબાદ પ્રાણ સાહેબે૧૯૬૭ થી ૧૯૯૭ દરમ્યાન ચરિત્ર અભિનેતા તરીકે ઘણી બધી બોક્ષ્ ઓફીસ હીટ આપી.
પ્રાણ સાહેબે દાદામુની અશોકકુમાર સાથે ૨૫ કરતાવધુ ફિલ્મો કરી જે પૈકીની ‘ વિક્ટોરિયા નંબર ૨૦૩’ ની રાજા અને રાણાની જોડી અમર બની ગઈ. રીયલ લાઈફમાં પણ આ બન્ને પીઢ અભિનેતાઓ પરમ મિત્રો હતા. પ્રાણ સાહેબ અને બીગ બી પણ ખાસ મિત્રો છે. તેઓએ ડઝનેક ફિલ્મોમાં સાથે અભિનય કર્યો છે. ફિલ્મ ‘ઝંજીર’ માટે દેવાનંદ અને ધર્મેન્દ્રએ ઇન્સ્પેક્ટર વિજયનો રોલ નકાર્યો ત્યારે પ્રાણ સાહેબે પ્રકાશ મહેરાને અમિતાભનાં નામનું સૂચન કર્યું. અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને મળ્યા ‘Star of the millennium’, ‘Villain of millennium’ નાં સૂચનથી. જયારે અમિતાભ તેમના ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમની વિનંતીથી નાદુરસ્ત તબિયત હોવા છતાં પ્રાણ સાહેબે બીગ બી નાં હોમ પ્રોડક્સન ની ફિલ્મોમાં અભિનય આપ્યો. પ્રાણ સાહેબનો મનમોહન દેસાઈ સાથેનો નાતો તેમની પ્રથમ ફિલ્મ છલિયા થી માંડીને બ્લફ માસ્ટર, ધરમ વીર, નસીબ, અમર અકબર અન્થોની પર્યંત ચાલુ રહ્યો.
જગવિખ્યાત પ્રતિભાઓ જેવો ગેટ અપ પ્રાણ સાહેબે કેટલીક ફિલ્મોમાં અપનાવ્યો હતો. ફિલ્મ 'નિગાહે' માં રાજીવ ગાંધીના સલાહકાર સામ પિત્રોડા જેવો, ફિલ્મ 'જુગનું'માં બાંગલા દેશના પ્રથમ વડાપ્રધાન શેખ મુજીબુર રેહમાન જેવો અને ત્રણેક ફિલ્મોમાં અમેરિકન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન જેવો ગેટ અપ ધારણ કર્યો હતો.
"બરખુરદાર" શબ્દની પેટન્ટ તેમના નામે રજિસ્ટર છે. દરેક ફિલમ માં તેમનો સિગ્નેચર સંવાદ રહેતો જેનો તેઓ વિશેષ અદા સાથે વારંવાર ઉપયોગ કરતા. ચાણક્ય નું પાત્ર ભજવવાનું તેમનું સ્વપ્ન પૂરું ના થયું જે પાત્ર માટે તેમનો ખૂબ જ લગાવ હતો. ૧૯૬૦ થી ૧૯૭૦ન દશક દરમ્યાન સમગ્ર સમાજ ઉપર તેમની વિલન તરીકેની અદાકારીનો એવો આતંક અને ભય છવાયેલો હતો કે કોઈ માબાપ તેમના સંતાનનું નામ "પ્રાણ" રાખવા તૈયાર ન હતા.
સમયની બાબતમાં તેઓ ચુસ્ત હતા. કંટાળા જનક અને ઘણા લાંબા મેક અપ અને વસ્ત્ર પરિધાન બાદ પણ તેઓ સેટ પર સૌ પ્રથમ હાજર થઇ જતા. ભલે એમનો શોટ પૂરો થઇ જાય પણ તેઓ શૂટિંગ ના અંત સુધી હાજર રહેતા. ક્યારેય કોઈના કામમાં તેઓ દખલઅંદાજી ન કરતા અને તો તેઓ કોઈને કોઈ સલાહ સુચન આપતા. તે ભલા અને તેમનું કામ ભલું.શૂટિંગ બાદ તેઓ ઉર્દુની શેરો-શાયરી અને ગઝલોથી અને હસી-મઝાક થી યુનિટના સભ્યોના દિલ જીતી લેતા. શૂટિંગ બાદ સ્કોચ વિહ્સકી અને સ્મોકિંગ નો આનંદ માણતા. સિગરેટના ધુમાડાની રીંગ કાઢવાની તેમની અનોખી અદા હતી જેનો ઉપયોગ તેમણે ફિલ્મોમાં પણ કર્યો છે.
અમિતાભ બચ્ચને પ્રાણ સાહેબ વિષે જે લખ્યું છે તે આંશિક રૂપે અહી પ્રસ્તુત છે.
"Pran Saab has been colossus, his presence affecting myriad generations of film viewers. He has given cinema just that with his seamless artistry. Screen villainy is a thankless job which Pran saab accepted and carried out with such a degree of perfection that he became the actor that entire nation loved to hate. That indeed was the measure of his extraordinary success. He donned the mantle of a character artist with equal skill and felicity. Versatility became his imprimatur.He used his eyes, voice, diction, facial mobility and body language to a powerful effect.He would not do anything that was vulgar or unaesthetic.Pran saab is extremely shy. He has been one of my kindest guides and masters. Curiously ,Pran saab would never see his own films.Pran saab has led a life of self-respect and dignity.Regrettably, he has not received an iota of the recognition which he deserves in abundance.An artist of his stature would have been lionised in the U.S., Europe, wherever.Nothing can take away from Pran saab's boundless contribution to Indian cinema."
પ્રાણ સાહેબને ૧૯૬૭,૧૯૬૯, અને ૧૯૭૨ માં ઉત્તમ સહાયક અભિનેતાના ફિલ્મ ફેર અવોર્ડસ મળ્યા હતા. સને ૧૯૯૭ માં ફિલ્મ ફેર નો Life Time Achievement અવોર્ડ એનાયત થયો હતો. ૨૦૦૧ માં તેમને પદ્મ ભૂષણ ના ખિતાબ થી નવાજવામાં આવ્યા હતા. ૨૦૧૦ માં CNN ના " Top 25 Asian actors of all time" ની યાદીમાં તેમનું નામ સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું.
ફિલ્મ કારકિર્દી ની સથોસાથ પ્રાણ સાહેબે સામાજિક જવાબદારીઓ પણ બખૂબી નિભાવી છે.
હાલ, ૯૨ વર્ષ વટાવી ચુકેલા પ્રાણ સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે, એવી પ્રભુને પ્રાર્થના!
ભાર્ગવ અધ્યારુ .
ગઈકાલે હિન્દી ફિલ્મોના પ્રાણ ઉડી ગયા અને હિન્દી સિનેમા રંક બની ગયું.
પ્રાણ સાહેબને દાદા સાહેબ એવોર્ડ આખરે અપાયો પણે એવે સમયે કે જયારે તેઓ તે ઉપલબ્ધિ ને સમજી શકે તેમ પણ ન હતા. પ્રાણ સાહેબને શ્રદ્ધાંજલિ રૂપે અગાઉનો બ્લોગ ફરી પબ્લીશ કરી રહ્યો છું.
ગુરુવાર, માર્ચ 29, 2012
" कुर्यात सदा मंगलम "
દામ્પત્ય ઋચા
સંસારપ્રવેશ માટે કટિબદ્ધ થયેલા યુવકના હાથમાં લગ્નપ્રસંગે શ્રીફળ શા માટે મુકાતું હશે?
શ્રીફળ સાફલ્યનું પ્રતિક છે. ઉપરથી કઠોર હોવા છતાં ભીતરથી મૃદુ અને મધુર શ્રીફળ કહે છે કે મુસીબતોનો દ્રઢતા અને હિંમતથી સામનો કરીશ તો જ સુખ, શાંતિ અને આનંદની મધુરતા મળશે.
લગ્ન એટલે સ્ત્રીપુરુષના જીવનની જોડણી, ગૃહસ્થાશ્રમની દીક્ષા.
ઈશ્વરપ્રેમ અને વિશ્વપ્રેમ તરફની નરનારીની પ્રગતિનું મહત્ત્વનું સોપાન એટલે લગ્ન.
સુખદુઃખમાં સાથે ભાગીદાર બની, જીવતરના તોફાનો સામે અડીખમ ઊભું રહેતું અને આગળ ધપતું ભાવ્યોન્નત સહજીવન એટલે લગ્ન.
તમારા પતિને તેમના વ્યવસાયિક કામકાજમાં પૂરી સ્વતન્ત્રતા આપજો. તેમના સાથીઓ વિષે કે તેમના આવવા જવાના સમય વિષે ટીકા કરી ગૃહસ્થજીવન કડવું ન બનાવશો.
તમારા ઘરને રસિક, આકર્ષક અને સુશોભિત બનાવવા માટે શક્ય તમામ કોશિશ કરજો.
પતિને સહાયરૂપ થવા પતિના કામમાં રસ લેજો અને સમજણ કેળવજો .
આર્થિક ભીંસ હોય ત્યારે પણ હિંમતપૂર્વક સ્મિતભર્યા ચહેરા સાથે પતિની ભૂલ કાઢ્યા વિના ઘર ચાલવી જાણજો. તો, તમારો ઉભયપ્રેમ ઉતરોત્તર વધતો જશે.
તમે જો તમારી ક્ષતિઓ, ઉણપો, અપૂર્ણતાઓની બાબતમાં સજાગ અને નિખાલસ હશો તો દામ્પત્યજીવનમાં એકબીજાને અનુકૂળ થવાના માર્ગો શોધી વિકસાવી શકશો.
વાસ્તવિકતાના સ્વીકાર પર રચાયેલું દામ્પત્યજીવન જ સફળ બની શકે છે.
ઘણી વાર દામ્પત્યજીવનની જવાબદારીઓનો પડકાર ઘણી એવી અપ્રગટ શક્તિઓને વિકસાવી શકે છે.
પત્ની એટલે આત્મવિસર્જનની આભા, પવિત્રતાની પ્રતિમા. એનું જીવન ગૃહકાર્યમગ્ન હોય અને એનું હૃદય પતિના સુખે સુખી થવામાં રાચતું હોય. જીવન-વિગ્રાહથી થાકેલા પતિને સ્નેહ્ફૂલડે ઉલ્લાસિત કરવામજ એની કૃકૃત્યતા હોય. પોતાના નિરાળા વ્યક્તિત્ત્વને સ્વામીમાં લુપ્ત કરી તેની છત્રછાયામાં રહેનાર સેવિકાના ગુણધર્મોનું સતી સીતા સમું પાલન એની રગેરગમાં વ્યાપ્યું હોય. આવી ગૃહિણી ચોક્કસ સંસારમાં સ્વર્ગ ઉતારી શકે.
તમારી પત્નીની વર્ષગાંઠ કે તમારી લગ્નતિથીને દિવસે પત્નીને ઉચિત ભેટ આપતા રહેજો. તેના સદગુણો શોધતા રહી તેની કદર કરતા રહેજો. અન્યોની હાજરીમાં તેનો દોષ કાઢી ઉતારી પડવાનું ગાંડપણ ક્યારેય ના કરશો. તેના થાક, ક્રોધ કે કંટાળાના સમયે મદદ કરતા રહેજો.
લગ્ન થયા પછી પતિ પત્ની અદ્વૈત સિદ્ધ કરે તો ગૃહસ્થાશ્રમ સુખમય થાય છે. જ્યાં ભેદ છે ત્યાં જ દુખ છે. પતિ પત્નીનો સ્વભાવ એક ના થાય ત્યાં સુધી લગ્નજીવન સફળ થતું નથી.
તન બે પણ મન એક --એનું નામ લગ્ન. પતિપત્ની તનથી બે હોવા છતાં, તેમન સ્વભાવ અને મન એક થાય તો જ સુખ મળે છે.
પતિપત્નીના લક્ષ્ય અલગ હોય તો મતભેદ થાય છે. મતભેદથી મનભેદ થાય છે. મનભેદથી ઝગડા થાય છે અને ઝગડાથી અશાંતિ થાય છે, ભય થાય છે.
પતિપત્ની એકમેકને ઉજાસ આપે એના જેવો ઉજાસ બીજે ક્યાય નથી.
લગ્ન તો જીવનવિકાસની અને જીવનઘડતરની મોટામાં મોટી પાઠશાળા છે.
દામ્પત્યજીવનમાં એકમેકેન હૂંફ, સહાનુભૂતિ અને પ્રેરણા આપતા રહેજો...તો એકમેકના સહારે જીવનસંગ્રામમાં અદભૂત વિજય મેળવી શકશો.
એકમેકના સહારે બળ, ધીરજ અને સેવાભાવ કેળવતા રહીને ગૃહજીવન મધુર, પ્રસન્ન અને પ્રેરણાભર્યું બનાવી દેજો.
પતિપત્નીના હૃદયની સદભાવનામાંથી જ સંસારનું સ્વર્ગ પ્રગટે છે.
સંપાદન:ભાર્ગવ અધ્યારુ
રવિવાર, માર્ચ 18, 2012
શત્રુ સાથે કેવો વ્યવહાર કરવો?
કોઈ વ્યક્તિ એવો દાવો કરતી હોય કે તે અજાતશત્રુ છે, તો તે ભ્રમમાં રાચે છે. હાલના સંસારમાં ડગલે ને પગલે શત્રુઓ ભટકાઈ જ જાય છે. ધંધા વેપારમાં હરિફાઈનું સ્થાન શત્રુતાએ લીધું છે. સંસારીઓની વાત તો ઠીક પણ ભગવા વસ્ત્રધારીઓ પણ બાકાત નથી.
"ક્ષમા વીરસ્ય ભુશ્નમ " ને નપુંસકતાનો પર્યાય માનવામાં આવે છે. હાલના સમયે તો "રોગ અને શત્રુને ઉગતા મારો' એ ઉક્તિ જ યથાર્થ છે. નહિતો , એ તમને મારી નાખશે.
ધ્રુતરાષ્ટ્ર , યુંધિસ્થીરનો યુવરાજ પદે અભિષેક કરે છે. ત્યારબાદ પાંડવોના શીલ, સદાચાર અને ખ્યાતિ સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. ત્યારે ધ્રુતરાષ્ટ્ર Hypertension અને Hyperacidity ના પેશન્ટ બની જાય છે. જયારે ગભરામણ અને અકળામણ અસહ્ય થઇ જાય છે ત્યારે ધ્રુતરાષ્ટ્ર , એમના લોર્ડ કીસીન્જેર સમાન રાજનીતીવિશારદ કનિક ને બોલાવી પોતાનો બળાપો ઠાલવી તેમની સલાહ માંગે છે. કનિક ત્યારે ધ્રુતરાષ્ટ્રને સંબોધીને કહે છે:
"રાજાએ હમેશા દંડ દેવા તૈયાર રહેવું જોઈએ અને ભાગ્યના ભરોસે ન રહેતા પુરુષાર્થ કરવો જોઈએ. પોતાનામાં કોઈ કમજોરી આવવા ન દેવી અને હોય તો ખબર પડવા ન દેવી. બીજાની કમજોરી જાણતા રહેવું. જો શત્રુનું અનિષ્ટ પ્રારંભ થઇ જાય તો તેને વચ્ચેથી અટકાવવું નહિ. શત્રુને કમજોર સમજી આંખો બંધ કરી દેવી ન જોઈએ. પરંતુ હંમેશા સાવધાન રહેવું."
"શરણાગત શત્રુ પર પણ દયા દાખવવી ન જોઈએ. શત્રુના મંત્ર, બળ, ઉત્સાહ , સહાય, સહાયક, સાધન, ઉપાય, દેશ, કાલ, સામ, દામ, દંડ, ભેદ, માયા, ઇન્દ્ર્જાલના પ્રોયોગો અને ગુપ્ત કાર્યો રાજ્યના અંગોને નષ્ટ કરતા રહે છે. જ્યાં સુધી સમય અનુકૂળ ન હોય ત્યાં સુધી શત્રુને ખભા પર બેસાડીને પણ ફેરવી શકાય, પરંતુ પરિસ્થિતિ બદલાતા માટલાની જેમ પટકીને તેને નષ્ટ કરી દેવો જોઈએ. સામ, દામ, દંડ, ભેદ વગેરે કોઈ પણ ઉપાયે પોતાના શત્રુને નષ્ટ કરી દેવો એ જ રાજનીતિનો મૂળ મંત્ર છે."
"ચતુર રાજાએ ભીરુને ભયભીત કરી દેવો, શૂરવીરને હાથ જોડી લેવા, લોભીને કંઈક આપી દેવું અને સમોવાડીયાને તથા નબળાને પરાક્રમ બતાવી વશમાં કરી લેવા. શત્રુ ચાહે કોઈપણ હોય, તેને મારી નાખવો જોઈએ. સોગંદ ખાઈને, ધનની લાલચ આપીને , ઝેર આપીને અથવા દગાથી પણ શત્રુને ખતમ કરી દેવો જોઈએ. "
"મનમાં દ્વેષ હોવા છતાં શત્રુ સાથે હસીને વાત કરવી. મારવાની ઈચ્છા રાખીને અને મોતને ઘાટ ઉતારતાં પણ મીઠું જ બોલવું. મારીને કૃપા દર્શાવવી, અફસોસ વ્યક્ત કરવો અને રુદન પણ કરવું. શત્રુની ભૂલ જોતા જ તેની પર ચડી બેસવું. કોઈના પર વિશ્વાસ ન રાખવો. ભયંકર કામ કરતા પણ વાણીનો વિનય જાળવવો અને હસીને બોલવું. પોતાની વાત કેવળ શત્રુથી નહિ પણ મિત્રથી પણ છૂપાવવી. કોઈને આશા આપવી હોય તો પણ લાંબા ગાળાની આપવી અને પછી વચ્ચે અડચણ ઊભી કરી દેવી. બસ , પછી કારણ પર કારણ ઊભું થતું જાય."
"આ જ બધા ઐશ્વર્યપ્રાપ્તિ ના ઉપાયો છે. આનાથી વધારે હું શું કહું?"
કનિક આ પ્રમાણેની સલાહ આપીને ચાલી ગયો અને ધ્રુતરાષ્ટ્રની નિંદ્રા હરામ કરતો ગયો.
કનિકની સલાહ એ દવાનો Heavy Dose છે, જેની Side Effects ડોઝ આપનાર માટે પણ Fatal નીવડી શકે છે.
ભાર્ગવ અધ્યારુ
"ક્ષમા વીરસ્ય ભુશ્નમ " ને નપુંસકતાનો પર્યાય માનવામાં આવે છે. હાલના સમયે તો "રોગ અને શત્રુને ઉગતા મારો' એ ઉક્તિ જ યથાર્થ છે. નહિતો , એ તમને મારી નાખશે.
ધ્રુતરાષ્ટ્ર , યુંધિસ્થીરનો યુવરાજ પદે અભિષેક કરે છે. ત્યારબાદ પાંડવોના શીલ, સદાચાર અને ખ્યાતિ સમગ્ર દેશમાં ફેલાઈ જાય છે. ત્યારે ધ્રુતરાષ્ટ્ર Hypertension અને Hyperacidity ના પેશન્ટ બની જાય છે. જયારે ગભરામણ અને અકળામણ અસહ્ય થઇ જાય છે ત્યારે ધ્રુતરાષ્ટ્ર , એમના લોર્ડ કીસીન્જેર સમાન રાજનીતીવિશારદ કનિક ને બોલાવી પોતાનો બળાપો ઠાલવી તેમની સલાહ માંગે છે. કનિક ત્યારે ધ્રુતરાષ્ટ્રને સંબોધીને કહે છે:
"રાજાએ હમેશા દંડ દેવા તૈયાર રહેવું જોઈએ અને ભાગ્યના ભરોસે ન રહેતા પુરુષાર્થ કરવો જોઈએ. પોતાનામાં કોઈ કમજોરી આવવા ન દેવી અને હોય તો ખબર પડવા ન દેવી. બીજાની કમજોરી જાણતા રહેવું. જો શત્રુનું અનિષ્ટ પ્રારંભ થઇ જાય તો તેને વચ્ચેથી અટકાવવું નહિ. શત્રુને કમજોર સમજી આંખો બંધ કરી દેવી ન જોઈએ. પરંતુ હંમેશા સાવધાન રહેવું."
"શરણાગત શત્રુ પર પણ દયા દાખવવી ન જોઈએ. શત્રુના મંત્ર, બળ, ઉત્સાહ , સહાય, સહાયક, સાધન, ઉપાય, દેશ, કાલ, સામ, દામ, દંડ, ભેદ, માયા, ઇન્દ્ર્જાલના પ્રોયોગો અને ગુપ્ત કાર્યો રાજ્યના અંગોને નષ્ટ કરતા રહે છે. જ્યાં સુધી સમય અનુકૂળ ન હોય ત્યાં સુધી શત્રુને ખભા પર બેસાડીને પણ ફેરવી શકાય, પરંતુ પરિસ્થિતિ બદલાતા માટલાની જેમ પટકીને તેને નષ્ટ કરી દેવો જોઈએ. સામ, દામ, દંડ, ભેદ વગેરે કોઈ પણ ઉપાયે પોતાના શત્રુને નષ્ટ કરી દેવો એ જ રાજનીતિનો મૂળ મંત્ર છે."
"ચતુર રાજાએ ભીરુને ભયભીત કરી દેવો, શૂરવીરને હાથ જોડી લેવા, લોભીને કંઈક આપી દેવું અને સમોવાડીયાને તથા નબળાને પરાક્રમ બતાવી વશમાં કરી લેવા. શત્રુ ચાહે કોઈપણ હોય, તેને મારી નાખવો જોઈએ. સોગંદ ખાઈને, ધનની લાલચ આપીને , ઝેર આપીને અથવા દગાથી પણ શત્રુને ખતમ કરી દેવો જોઈએ. "
"મનમાં દ્વેષ હોવા છતાં શત્રુ સાથે હસીને વાત કરવી. મારવાની ઈચ્છા રાખીને અને મોતને ઘાટ ઉતારતાં પણ મીઠું જ બોલવું. મારીને કૃપા દર્શાવવી, અફસોસ વ્યક્ત કરવો અને રુદન પણ કરવું. શત્રુની ભૂલ જોતા જ તેની પર ચડી બેસવું. કોઈના પર વિશ્વાસ ન રાખવો. ભયંકર કામ કરતા પણ વાણીનો વિનય જાળવવો અને હસીને બોલવું. પોતાની વાત કેવળ શત્રુથી નહિ પણ મિત્રથી પણ છૂપાવવી. કોઈને આશા આપવી હોય તો પણ લાંબા ગાળાની આપવી અને પછી વચ્ચે અડચણ ઊભી કરી દેવી. બસ , પછી કારણ પર કારણ ઊભું થતું જાય."
"આ જ બધા ઐશ્વર્યપ્રાપ્તિ ના ઉપાયો છે. આનાથી વધારે હું શું કહું?"
કનિક આ પ્રમાણેની સલાહ આપીને ચાલી ગયો અને ધ્રુતરાષ્ટ્રની નિંદ્રા હરામ કરતો ગયો.
કનિકની સલાહ એ દવાનો Heavy Dose છે, જેની Side Effects ડોઝ આપનાર માટે પણ Fatal નીવડી શકે છે.
ભાર્ગવ અધ્યારુ
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)