રવિવાર, ઑક્ટોબર 21, 2012
RUCHA: DO NOT QUIT:-
RUCHA: DO NOT QUIT:-: When things go wrong, as they sometimes will, When the road you are trudging seems all uphill, When the funds are low and the ...
DO NOT QUIT:-
When
things go wrong, as they sometimes will,
When the
road you are trudging seems all uphill,
When the
funds are low and the debts are high,
And you
want to smile but you have to sigh,
When care
is pressing you down a bit,
Rest, if
you must- but don’t you Quit!
Life is
queer with its twists and turns,
As every
one of us sometimes learns,
And many
a failure turns about,
When he
might have won had he stuck it out,
Don’t
give up, though the pace seems slow---
You might
succeed with another blow……
Success
is failure turned inside out---
The silver
tint of the clouds of doubt---
And you can never tell how close you are,
It may be
near when it seems afar;
So, stick
to the fight when you hardest hit------
It’s when
things get worse that you MUSTN’T QUIT!
-----Edgar A. Guest
Do not
trust the clouds-----Trust the sunshine.
Do not
set your compass by flash of lightning------Set it by the stars.
Trust the
sun-----Don’t trust the shadows.
Believe
in your dreams -----Don’t believe in your despairing thoughts.
Have
faith in your faith-----And doubt your doubts.
Trust in
your hopes-----Never trust in your hurts.
And
eventually you will reach the Crest of Faith.
---Bharggav
શનિવાર, ઑક્ટોબર 20, 2012
RUCHA: FAILURE IS NEVER FINAL:
RUCHA: FAILURE IS NEVER FINAL:: Failure doesn’t mean you are a failure….. it does mean you haven’t succeeded yet. Failure doesn’t mean you have accomplished...
FAILURE IS NEVER FINAL:
Failure doesn’t mean you are a failure…..
it does mean you
haven’t succeeded yet.
Failure doesn’t mean you have accomplished nothing…..
it does
mean you have learned something.
Failure doesn’t mean you have been a fool…..
it does mean you
had a lot of faith.
Failure doesn’t mean you have been disgraced…..
it does mean you
were willing to try.
Failure doesn’t mean you don’t have it…..
it does mean you
have to do something in a different way.
Failure doesn’t mean you are inferior….
it does mean you are
not perfect.
Failure doesn’t mean you have wasted your life…..
it does
mean you have a reason to start afresh.
Failure does not mean you should give up…..
it does mean you must try harder.
Failure doesn’t mean you will never make it…..
it does mean it will take a little
longer.
Failure doesn’t mean God has abandoned you…..
it does mean
God has a better idea!
*Robert Schuller
____ Bharggav
સોમવાર, ઑગસ્ટ 06, 2012
RUCHA: મૈત્રી ------સંબંધોનું શિખર
RUCHA: મૈત્રી ------સંબંધોનું શિખર: મૈત્રી ------સંબંધોનું શિખર “જેની ગોઠડી તોડાય નહિ તોડી એવી કૃષ્ણ સુદામાની જોડી.” ભગવાન શ્રી કૃષ્ણે મૈત્રીના ઉત્તમ ઉદાહરણો પ...
રવિવાર, ઑગસ્ટ 05, 2012
મૈત્રી ------સંબંધોનું શિખર
મૈત્રી ------સંબંધોનું શિખર
“જેની ગોઠડી તોડાય નહિ તોડી એવી કૃષ્ણ સુદામાની જોડી.”
ભગવાન શ્રી કૃષ્ણે મૈત્રીના ઉત્તમ ઉદાહરણો પુરા પાડ્યા છે.
પૂર્ણ પુરષોત્તમ શ્રી કૃષ્ણ અને દરિદ્ર વિપ્ર સુદામા ની અનોખી અને અજોડ મૈત્રી.
શ્રી કૃષ્ણ અને પાર્થનો અન્યોન્ય પરમ સખાભાવ.
શ્રી કૃષ્ણ અને પાંચાલી વચ્ચેનો સખા અને સખીનો અતિ ઉચ્ચ કોટિનો પ્રેમભાવ.
ભાઈ મોટે ભાગે સુખમાં ભાગીદાર અને મિત્ર સદા દુઃખમાં ભાગીદાર, બંનેની ભાગીદારીમાં આટલો ફર્ક.
માં-બાપ, ભાઈ-બહેન by default મળે છે. કોઈ ચોઈસ નથી પણ બાય ચાન્સ મળે છે. મિત્રો આપણે by choice અને by selection મેળવી બનાવી શકીએ છીએ.
“Gift of friendship” પુસ્તકમાં કેટલક અદભૂત quotes છે.
જે મદદ કરે તે મિત્ર છે, જે દયા ખાય તે મિત્ર નથી. જીવનની મુશ્કેલ પળોમાં મિત્ર ઝીબ્રાલટર રોકની જેમ અડગ રીતે આપણી પડખે ઊભો રહે છે. મૈત્રીએ સોગાત છે, સગપણ DNA અને Blood Group થી સંકળાયેલું છે. મૈત્રી પવિત્ર લબ્ઝ છે. મિત્રો બકરા ઘેટાની જેમ ઝુંડમાં પ્રાપ્ત નથી થતા પણ એ તો સાવજની જેમ એકલ દોકલ જ મળે છે. વિચારોની ઉદારતા હોય, સમ્યક સમજણ હોય, પરસ્પર સહન કરવાનો ભાવ હોય ત્યાં મૈત્રી હોય. મૈત્રી પ્રેમમાંથી જન્મે છે અને અને કરુણા સુધી વિસ્તરે છે.
ચાઈનીઝ કહેવત છે કે “ દુશ્મનનું તીર હજી ખમાય છે, પણ મૈત્રીનું ખંજર ખમાતું નથી.” મૈત્રી એટલે વિકલ્પો નહિ પણ ભીતરનો સંકલ્પ. મૈત્રી એકમેકના પૂરક થવાનું કામ કરે છે. મૈત્રીનું પંચાંગ નથી હોતું કે નથી હોતું તેનું મુહૂર્ત કે ચોઘડિયું. મિત્ર વિનાનો માણસ અપંગ છે. મૈત્રીમાં આત્મીયતા, સહવાસ અને સહજીવનનું સુરીલું સંગીત છે. જયારે બીજા બધા તમને છોડી જાય ત્યારે તમારા જીવનમાં જે પ્રવેશે અને સદા માટે રહે તે તમારો મિત્ર. મૈત્રી જળ પર આલેખેલું ચિત્ર છે. આ ચિત્ર પવનની પીંછીથી લહેરાય છે. જળનો સ્વભાવ વહેવાનો છે. એ સતત વહે છે. સાતત્ય એ મૈત્રીનું લક્ષણ છે. મૈત્રીનું એક જ માપ છે ‘મિત્ર ના હોય ત્યારે તેની સ્મૃતિ.’ એ સ્મૃતિ શાતા અને હૂંફ આપે છે. તમે તમારી સઘળી વાતો વિના સંકોચે શેર કરી શકો તે મિત્ર. સાચો મિત્ર આપણામાં રહેલા પ્રતિભાના બીજનું સિંચન કરી, તેની માવજત કરી તેને નિસ્વાર્થ પ્રેમના ખાતરથી તૃપ્ત કરી વિશાળ ઘટાટોપ વૃક્ષમાં ફેરવે છે, રૂપાંતરિત કરે છે, પરિવર્તિત કરે છે.
મૈત્રીમાં પ્રભાતના સૂરજની ઉષ્મા હોય છે અને આથમતા સૂરજની આભા હોય છે. મૈત્રી એ વૈભવ છે જેને ધન વડે ખરીદી શકાતો નથી. જે સંબધ તકવાદી અને તકલાદી હોય એ ક્યારેય મૈત્રીનું રૂપ ધારણ કરી શકતો નથી. ખુશામતખોર એ તમારો મિત્ર કદીય નથી, સાવધાન! મૈત્રીમાં જે નથી કહેવાતું એનું મૂલ્ય વિશેષ છે.
કવયિત્રી પન્ના નાયકની પંક્તિઓ સાથે વિરમું છું.
મિત્ર એટલે પરમ આત્મીયતા
અને જેની સાથે નિર્વ્યાજ સખ્ય માણી શકાય.
જે મન અને વાણીથી
સતત આપણી સાથે હોય,
જેના સહવાસમાં હાશ અને નિરાંતની ક્ષણોનો
અનુભવ થાય.
જેની સાથે અંગંતમાં અંગત પ્રશ્નથી માંડીને
જગતની સમસ્યાઓ વિષે
વાદ કે વિવાદ વિના વાત થઇ શકે.
જે આપણી સાથે હસે
અને આપણને હસાવી શકે.
જે આપણા અવગુણને ઓળંગીને
આપણને અપનાવી શકે.
જે આપણા એકાંતની રક્ષા કરે.
જે આપણામાં રહેલી ગોપિત શક્તિને પ્રગટ કરે.
જે આપણને સુખમાં છકી જવા ન દે.
જે આપણને દુઃખમાં હરવા ન દે.
મિત્ર એટલે જીવનમાં સાંપડેલી ધન્ય ક્ષણ.
મિત્ર એટલે મિત્ર.
ભાર્ગવ અધ્યારૂ
Friendship Day:05.08.2012
શુક્રવાર, જૂન 22, 2012
RUCHA: સ્વર્ગનો સ્ટોર :-
RUCHA: સ્વર્ગનો સ્ટોર :-: વર્ષો પહેલા જિંદગીના કેરા હાઇવે પર હું ગયેલો, એ વખતે એક અદભૂત એવો અનુભવ મને થયેલો! રોડના કાંઠે દુકાન ઉપર લખ્યું’તું...
સ્વર્ગનો સ્ટોર :-
વર્ષો પહેલા જિંદગીના કેરા હાઇવે પર હું ગયેલો,
એ વખતે એક અદભૂત એવો અનુભવ મને થયેલો!
રોડના કાંઠે દુકાન ઉપર લખ્યું’તું સ્વર્ગનો સ્ટોર,
કુતૂહલપૂર્વક ત્યાં જઈને ખખડાવ્યું’તું ડોર!
દરવાજામાં એક ફિરસ્તો ટોપલી લઈને આવ્યો!
સ્ટોરનો આખો રસ્તો એણે સરખેથી સમજાવ્યો!
હાથમાં ટોપલી પકડાવી એ બોલ્યો-સાંભળ ભાઈ!
જે કઈ જોઈએ ભેગું કરી લઇ આવજે તું આંહી!
કદાચ પડે જો ટોપલી નાની બીજો ફેરો તું કરજે!
નિરાંત જીવે ખરીદજે ને ઘરને તારા ભરજે!
પ્રથમ ઘોડામાંથી બેચાર પેકેટ ધીરજ લીધી,
પ્રેમ ને ડહાપણ સાથે મેં સમજણ પણ લઇ લીધી!
બેગ ભરી બે શ્રદ્ધા લીધી, માનવતા શે વીસરું?
થયું કે થોડી હિંમત લઇ લઉં પછી બહાર જ નીસરું!
સંગીત, શાંતિ અને આનંદ સૌ ડીસ્કાઉટ રેટે મળતા,
પુરુષાર્થની ખરીદી પર મફત મળતી’તી સફળતા!
મુક્તિ મળતી હતી મફત, પ્રાર્થના પેકેટ સાથે.
લેવાય એટલી લઇ લીધી મેં વહેચવા છુટ્ટે હાથે!
દયા કરુણા લઇ લીધી, મળતાં ‘તા પડતર ભાવે,
થયું કદીક જો પડયાં હશે તો કામ કોઈક ને આવ!
ટોપલી મારી ભરાઈ ગઈ’તી જગ્યા રહી’તી થોડી,
રહેમ પ્રભુની મળતી’તી શી રીતે જાવું છોડી?
કાઉન્ટર પર પહોંચીને પૂછ્યું કેટલા પૈસા થયા?
ફીરસ્તાની આંખે પ્રેમના અશ્રુ આવી ગયાં!
બોલ્યો: “વહેંચજે સૌને આ, કરતો ના સહેજે ઢીલ,
ભગવાને ખુદ હમણાં જ ચૂકવી દીધું તારું બિલ!!”
ડો આઈ કે વીજળીવાળા
રવિવાર, જૂન 03, 2012
I.P.L. = ક્રિકેટનું બીકીનીકરણ
પહેલાના સમયમાં હુસ્નની મંડીમાં રંડીઓની બોલી લગાવવામાં આવતી હતી. શ્યામ વર્ણવાળા ગુલામોની હરાજી કરવામાં આવતી હતી. ત્યારે ક્યાંક કોઈક મજબૂરી હતી, બળજબરી હતી.
તેમ છતાં ઘણી બધી આમ્રપાલી જેવી ગણિકાઓ અને ઈસપ જેવા ગુલામો એક મિસાલ છોડી ગયા.
આજે ધનના ગુલામ ક્રિકેટરોની હરાજી થઇ રહી છે અને ક્યાય કોઈ મજબૂરી કે બળજબરી નથી પણ માત્ર ને માત્ર ધનલોલુપતા છે. એમણે પોતાની જાતને એક કોમોડીટી બનાવી દીધી છે. વેશ્યાઓ અને ગુલામો કમ સે કમ માલિકને વફાદાર હતા પણ ક્રિકેટરોનું સ્તર તો સાવ જ ખાડે ગયું છે. એક સીઝન રાજસ્થાન માટે રમતો ખેલાડી વધુ પૈસાની લાલચ અપાતા બેવફા બની કોલકત્તાનો બની જાય છે. “જાનવર આદમીસે જ્યાદા વફાદાર હૈ.” કૂતરા વફાદારીમાં મેદાન મારી જાય છે અને જાણે ક્રિકેટરોને બોધ આપવા ક્યારેક ક્યારેક મેદાન પર લટાર પણ મારી જાય છે. તેમને ભગાડે છે મેટલ ડિટેક્ટરવાળી પોલીસ કારણકે તેમને કોઈ આતંકવાદી તો ક્યારેય મળ્યો જ નથી.
IPL-5 માટે ખેલાડીઓ ની હરાજી તારીખ ૦૪.૦૨.૨૦૧૨ નાં રોજ બેંગલુરું ની હોટલ the ITC Royal Gardenia,માં કરવામાં આવી. ૧૪૪ ખેલાડીઓ પર હથોડો પછાડવામાં આવ્યો. ઘણાં ખેલાડીઓએ રાજનેતાઓની જેમ પાટલી બદલી. નિષ્ઠાનાં નામનું સમૂળગું નાહી નાખ્યું છે.
IPL -5 નો ઉદ્ ઘાટન સમારોહ તારીખ ત્રીજી એપ્રિલની સાંજે YMCAમાં શરુ થયો. પ્રારંભમાં
Big B એ શ્રી પ્રસૂન જોશી ની કવિતાનું પઠન કર્યું. એકમાત્ર સુખદ આંચકો!
બોલીવુડની નખરાળી, નટખટ, અર્ધનગ્ન નટીઓ અને બેશરમ ક્રિકેટરોનો સ્ટેજ શો લોકોએ હોંશેહોંશે માણ્યો. પ્રિયંકાએ ગાયું “ આજકી રાત હોના હૈ કયા....” અને ધોનીએ તેની સાથે ઠઠો- મશ્કરી કરી આવનારી પંચાવન રાતોમાં શું શું ઘટશે તેનો ઈરાદો ઈશારાથી દર્શાવી દીધો.
ચોથી એપ્રિલથી માંડીને સત્યાવીસમી મે સુધી આ ફારસ ચાલ્યું. તે દરમ્યાન ૭૬ મેચો રમાઈ. જે પૈકીની ૬૫ મેચો day/night હતી.
રાત્રિ દરમ્યાન રમાતી મેચ માટે સતત ૧૮૦૦ કિલો વોટ વીજળી બળે છે. (ref:MCG). ૬૫ મેચો માટે હિસાબ ગણી કાઢો. અધધ.....! કોના બાપની દીવાળી ? પ્રજાના હૈયા બળે તેની કોને પડી છે ?
ક્રિકેટરોએ તેમનું ઝમીર તો વેચી જ નાખ્યું છે હવે બદનના જુદા જુદા અંગોનો વારો છે. કયું અંગ કોને વેચ્યું છે એ તેમના સર્કસના ડ્રેસ પરથી જણાઈ આવે છે. Helmet પર જે તે ફ્રેન્ચાઇઝી નું લેબલ છે, એટલેકે માથું તો તેમણે તે ફ્રેન્ચાઇઝીના ચરણોમાં ધરી જ દીધું છે. છાતી ultratech cement ને વેચી છે તો પીઠ ACC cement ને. ડાબું બાવડું nokia નું છે તો જમણું Samsung નું. એક સાથળ બજાજના બાઈકની છે, તો બીજી હીરોના બાઈકની. વાજીકરણ એટલેકે કામોત્તેજક દવાઓ જેવી કે વાયગ્રા, પેનીગ્રા,કૌચાપાક બનાવતી કંપનીઓ જાહેરાત આપવા ખૂબ જ ફાંફા મારી રહી છે, પણ યોગ્ય સ્થાન નથી મળી રહ્યું માટે આવતી સિઝનથી ખેલાડીઓના પેન્ટને પોસ્ટ ઓફીસ જોવા મળે તો નવાઈ ના પામતા !
દેશ વતી રમવાનું આવે ત્યારે ગૌતમ ગંભીર, ગંભીર રીતે બિમાર પડી જાય છે, સચિનને ટેનીસ એલ્બોની તકલીફ સતાવે છે તો વીરુને ખભાનું દર્દ થાય છે. IPL નું નામ પડતા જ મોમાંથી લાલચની લાળ પડવા માંડે છે અને બધા જ ખેલાડીઓ અપ્રામાણિક રીતે ફિટનેસ નું પ્રમાણપત્ર લઈને હાજર થઇ જાય છે. આપણા ખેલાડીઓનો મહામંત્ર છે “ પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ.” એનું સતત રટણ કરી મંત્ર સિદ્ધિ મેળવી છે.
IPL ની વાત કરીએ અને પોતાની જાતને કીંગખાન કહેવડાવનાર શાહરુખને યાદ ના કરીએ તો તેને અન્યાય થયો ગણાય. જયપુરની મેચમાં સિગારેટના ધુમાડા કાઢતો નજરે પડ્યો અને કોર્ટ કાર્યવાહી થઇ—માત્ર નામ પૂરતી. એક મેચ તેની ટીમ જીતી એટલે તેને સર્કસના કલાકાર જેવું ઊંધે માથે ચાલવાનું કરતબ બતાવ્યું—તેના ભાવિનો ભેદ તે કદાચ જાણી ગયો હશે! Mumbai Indians ની ટીમ સામે મુંબઈમાં KKR જીતી તેનો ઉન્માદ શાહરુખ હજમ નાં કરી શક્યો અને દારૂ પીધેલા વાંદરા જેવો હંગામો મચાવ્યો. સામે પક્ષે Mumbai Cricket Association નાં મહારાષ્ટ્રીયન હોદેદારો ઘર આંગણે તેમનો પરાજય પચાવી ના શક્યા અને મોટો બખેડો ઊભો થઇ ગયો. શાહરુખના મેદાનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો. જો કે થોડાક જ દિવસોમાં પ્રતિબંધ ઊઠી જશે એવી તમામને શ્રધ્ધા છે—શાહરુખ કરતાય વિશેષ.
હવે Mumbai Indians ની વાત નીકળી જ છે તો હરભજનની વાત પણ કરીએ. તેની ટીમને તે ફક્ત પોઈન્ટસ મેળવવા જીતાડવાની કોશિશ નથી કરતો પણ કોઈક બીજું motivation પણ છે, જે મેચ જીત્યા બાદ નજરે પડે છે.
IPL સત્તાધીશો અને સટ્ટાધીશો માટેની ફળદ્રુપ જમીન છે. મોટા ભાગના નિર્ણયો Boardroom માં નહિ પણ Bedroom માં લેવામાં આવે છે. પોલીસના દરોડામાં કેટલાક બુકીઓ ઝડપાયા. પશ્ચિમ દિલ્હીમાંથી પોલીસે બુકીઓનો મોટો અડ્ડો પકડ્યો જ્યાંથી ૩૦૦ બુકીઓની સિન્ડીકેટની જાળ ગૂંથાયેલી મળી. આપણો “The Public Gambling Act, 1867, નો છે જે નપુંસક છે માટે કરોડોના સટ્ટાખોરો રૂપિયા ૧૦૦ ના જામીન પર થોડા જ દિવસમાં છૂટી જઈ પાછા ધંધે લાગી જાય છે.પરદેશથી આયાત કરવામાં આવતી મુન્ની,શીલા,ચમેલી, અનારકલી સમાન ચીયર લીડર્સ મેદાન પર તો બિભત્સ અને અશ્લીલ મનોરંજન પૂરું પાડે જ છે પણ એમની ખરી જરૂરત તો રમીને, હારીને, જીતીને, થાકેલાઓનો થાક ઉતારવા માટે છે. રાજીવ શુક્લા પોતાનો બચાવ કરતા હંમેશા એક જ વાતનું રટણ કરે છે, “ I am IPL Commissioner not Police Commissioner.” અરે !ભાઈ,પાદવાની પહોંચ નહતી તો તોપખાનાની જવાબદારી શા માટે સ્વીકારી? ક્રિકેટ તો એક માત્ર બહાનું છે જેની આડમાં ઢગલાબંધ ગોરખ ધંધાઓ ચાલે છે. આ દેશના બદમાસ ઉદ્યોગપતિઓ, તેમની પત્નીઓ અને ખરેખરી ઉદ્યોગપત્નીઓ મોટા પાયે Money Laundering કરી રહ્યા છે. જે વાત પાંચ ક્રિકેટરોના સ્ટીંગ ઓપરેશને છતી કરી. An underground economy is clearly thriving in IPL. લાંચ નામના એમરી પથ્થરે કંટકશોધન અધિકારીઓના કાંટા બુત્ઠા કરી નાખ્યા છે. એક વાતનો સંતોષ છે કે કોઈ અંબાણીએ કે અદાણીએ ગુજરાતની ટીમ બનાવી નથી.અને ગુજરાતને આ દૂષણથી અભડાવ્યું નથી.
ભાંડ, ભવૈયા, ગવૈયા, રમૈયા ઈત્યાદિના ના હાલ પૂરતા તો દિવસો પૂરા થયા છે.
ભારતનું ભૂમંડળ અને વાયુમંડળ જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ઈત્યાદિ તમામ પ્રકારના વિકારોના ભરડામાં હતું તે હવે ધીરે ધીરે મુક્ત થઇ રહ્યું છે. Normalcy આવી રહી છે.
આપણા દેશને બધા “કેશરહિત વિપ્ર વિધવાનું ખેતર” ભાળી ગયા છે. સામાન્ય પ્રજા “આંસુઓનું ચૂર્ણ ચાવીને આભાસી તૃપ્તિનો ઓડકાર ખાઈ રહી છે.” હવે, at any point of time, જનતાનો જઠરાગ્નિ, દાવાનળ બનીને આ અસુરોને ભસ્મ કરી દેશે.
I.P.L.માં ખરેખરું મનોરંજન Newzealand ના એમ્પાયર cum વિદૂષક Billy Bowden એ પૂરું પાડ્યું.
ચોક્કો કે છક્કો મારતા ખેલાડીને શ્રમ પડે તેનાથી વધું શ્રમ તેનું Signaling કરવામાં તેમને પડતો હતો. આથી દરેક મેચ બાદ બીલીને Intra venous , Glucose saline with Voveran ચઢાવવું પડતું હતું.
તાજા સમાચાર મુજબ તેમને તેમના દેશમાં Isolation રાખવામાં આવ્યા છે, કારણકે ભારતના ચેપી રોગો ત્યાં પ્રસરે નહિ.
ભાર્ગવ અધ્યારૂ
શનિવાર, જૂન 02, 2012
RUCHA: I.P.L. = ક્રિકેટનું બીકીનીકરણ
RUCHA: I.P.L. = ક્રિકેટનું બીકીનીકરણ: પહેલાના સમયમાં હુસ્નની મંડીમાં રંડીઓની બોલી લગાવવામાં આવતી હતી. શ્યામ વર્ણવાળા ગુલામોની હરાજી કરવામાં આવતી હતી. ત્યારે ક્યાં...
મંગળવાર, મે 22, 2012
RUCHA: DEMENTIA -------ચિત્તભ્રમ
RUCHA: DEMENTIA -------ચિત્તભ્રમ: સાંપ્રત સમયની અત્યંત ગંભીર અને તીવ્રતાથી આગળ ધપી રહેલી આ એક મહામારી છે. દર ચાર સેકન્ડે એક વ્યક્તિ વિશ્વમાં આ રોગનો શિકાર બની રહી છે. ભારતમા...
DEMENTIA -------ચિત્તભ્રમ
સાંપ્રત સમયની અત્યંત ગંભીર અને તીવ્રતાથી આગળ ધપી રહેલી આ એક મહામારી છે.
દર ચાર સેકન્ડે એક વ્યક્તિ વિશ્વમાં આ રોગનો શિકાર બની રહી છે. ભારતમાં દશ ટકા લોકો આ વ્યાધિનો શિકાર બની રહ્યા છે. AMNETIA માણસના મગજના ઘણા વિકારો આ રોગ માટે જવાબદાર છે. આ રોગને કારણે ક્યારેક ધીમે ધીમે કે ક્યારેક અતિ ઝડપથી મગજનો ક્ષય થાય છે અને આખરે વ્યક્તિને સ્થાન અને સમયનું ભાન રહેતું નથી. ક્યારેક રોગી ભાષાને સમજી શકે છે તો ક્યારેક બિલકુલ નહિ. સ્વજનોને પણ તે વ્યક્તિ ઓળખી શક્તિ નથી. દૈનિક ક્રિયાઓ દર્દી માટે અસંભવ બની જાય છે.
હાલમાં સમગ્ર વિશ્વમાં અંદાજે ૩.૫ કરોડ લોકો ડિમેન્શિયાગ્રસ્ત છે, જે પૈકી ૩૭ લાખ લોકો ભારતના છે. WHO નાં નવીનતમ રીપોર્ટ અનુસાર ૭૦ લાખ લોકો દર વર્ષે આ રોગની ઝપટમાં આવતા જાય છે. WHO નાં રિપોર્ટ મુજબ સન ૨૦૩૦ સુધીમાં ૬ કરોડ લોકો અને સન ૨૦૫૦ સુધીમાં લગભગ ૧૫ કરોડ લોકો આ બિમારીની ઝપટમાં આવી ગયા હશે. કેટલાક અપવાદ બાદ કરતા આ રોગ સાઠ વર્ષથી વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓમાં વ્યાપક રૂપે જોવા મળે છે. ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશોમાં વ્યક્તિગત આયુષ્ય લાંબુ છે માટે આ દેશોમાં આ રોગ સૌથી વધુ પ્રમાણમાં જોવા મળશે.
જન્મથી મૃત્યુ પર્યંત મગજ ક્રિયાશીલ રહેતું હોય છે. તે આપણા શરીર અને મન દ્વારા થતી પ્રક્રિયાઓને સંચાલિત કરે છે અને વળી તેના વડે પ્રભાવિત પણ થાય છે. મગજ નામના આ યંત્રને વ્યાયામ અને વિશ્રામ બંનેની આવશ્યકતા રહે છે. નિયમિત રૂપે થતી સ્વાભાવિક અને આવશ્યક એવી શારીરિક અને માનસિક ક્રિયાઓ મગજ માટે વિશ્રામની અવસ્થા છે. અને અન્વેષણ, સર્જન જેવી ક્રિયાઓ તેને માટે વ્યાયામ છે. વ્યર્થ ચિંતાઓ અને માનસિક ઘોઘાટ એ મગજ માટે બોજ છે.
ટી.વી. ની વિવિધ ચેનલોના પ્રોગ્રામ, જાહેરાતો, રેડિયોની F.M. ચેનલો, SOCIAL NETWORKING SITES એ નથી મગજને વિશ્રામ આપતા કે નહિ વ્યાયામ. કેવળ એક અજંપો.
ઓશો કહે છે, કે માણસની ઉમર વધે તેની સાથોસાથ મગજની ક્ષમતા ઘટે એ જરૂરી નથી. મગજ જીવનની અંતિમ પળ પર્યંત તરોતાજા અને યુવાન રહી શકે છે. જરૂરત છે કેવળ મૌન કેળવવાની. માનસિક અને વાચિક બન્ને. વ્યક્તિએ આ કળામાં પારંગત બનવાની જરૂર છે. દિવસમાં કમ સે કમ કેટલીક ક્ષણ માટે તો માણસે મૌનમાં ડૂબકી લગાવવી જોઈએ. ક્રમશ: જેમ જેમ આ કળામાં માણસ નિપૂણતા હાંસલ કરતો જશે જશે તેમ તેમ માણસને ખબર પણ નહિ રહે કે તેનું મન કેટલીક ક્ષણો માટે વિરામમાં અને વિશ્રામમાં હતું. અને તેનું મગજ એક અલૌકિક વિશ્રામની અનુભૂતિ કરશે.
વિશ્રામ પછી માણસનું મગજ એકદમ એક આયના સમાન સ્પષ્ટ, શુદ્ધ અને ઉર્જાથી ભરપુર હશે.
કેનેડામાં થયેલી એક ક્લીનીકલ રીસર્ચનું તારણ એવું છે કે જે માણસ માતૃભાષા ઉપરાંત બીજી ભાષાનું જ્ઞાન ધરાવતો હોય તો તેને DEMENTIA થવાની સંભાવના ઘટી જાય છે. આ નિષ્કર્શનું વિશ્લેષણ એવું છે કે જયારે માણસ બીજી ભાષાનો પ્રયોગ કરતો હોય ત્યારે મગજ માટે વિશ્રામ અને વ્યાયામની એક લય ચાલે છે. માણસ જયારે બીજી ભાષા નો પોતાની માતૃભાષામાં અનુવાદ કરતો હોય ત્યારે વ્યાયામની પ્રક્રિયા ચાલે છે અને વચમાં જે ક્ષણ રહી જાય છે તેમાં વિશ્રામની અવસ્થા અજાણપણે જ પ્રાપ્ત થઇ જાય છે.
ઘણી પથીઓ મથી પણ હજુ આ દર્દની દવા મળી નથી.
ભાર્ગવ અધ્યારૂ
સાભાર: યસ ઓશો
ગુરુવાર, મે 17, 2012
RUCHA: જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ
RUCHA: જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ: મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ, જગથી જૂદ...
શનિવાર, મે 12, 2012
જીવનની અફર સફર
“માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઇ જાય.......
માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઇ જાય
એ કંઈ જેવી તેવી વાત નથી.
ઘરઘર રમતા પળમાં કોઈ પૂર્વજ થઇ પૂજાય
એ કંઈ જેવી તેવી વાત નથી.
વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ,
કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ, પ્રેમ
તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય
એ કંઈ જેવી તેવી વાત નથી.
હથેલીઓનની વચ્ચે એના ગૂંજ્યા કરશે પડઘા
હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી શ્વાસ જાય કે અળગા
ઘડી પહેલા જે ઘર કહેવાતું દીવાલો કહેવાય
એ કંઈ જેવી તેવી વાત નથી.
સૂરજનો અજવાસ ગોખમાં દીવો થઈને થરકે
સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહિ સરકે
પાંપણ ઉપર દર્પણ જેમ ઘટનાઓ તરડાય
એ કંઈ જેવી તેવી વાત નથી.
-----સંદીપ ભાટિયા
“કાળ બેઠો કાગવાસ ખાય છે....
કાળ બેઠો બેઠો કાટમાળ ખાય છે.
પશુઓ ખાધાં અને ટહુકા પીધા
અને માણસોની ખાયા કરે લાશ.
ખાઉધરો એવો કે આટલુંય ખાધાં પછી
ક્યાય એને વળતી નથી હાશ.
માનવનાં વૃક્ષની ડાળીઓ કાપીને, દાતણ કરીને,
થીજેલાં આંસુઓની નદીમાં ન્હાય છે.
વીફરેલી સંસ્કૃતિ સાથે સંબંધ
અને સાંજે પીએ લોહીનો શરાબ
ચિતાના લાકડાની સિગરેટ પીએ
અને ધુમાડામાં રોફ ને રુઆબ.
ભૂકંપના તાલે તાલે નાચેકૂદે
અને માણસની મૈયતને
બારાત સમજીને એ તો
નફફટની જેમ ગીત ગાય છે.
કાળ બેઠો બેઠો કાગવાસ ખાય છે.
સુરેશ દલાલ
જીવન અને મરણ બને ત્રણ અક્ષરના શબ્દો છે. માણસ જીવનકાળ દરમ્યાન ચાહે એટલા ઉધામા કરી લે પણ જે જન્મે છે એની અંતિમ મંઝીલ મૃત્યુ નિશ્ચિત જ છે. ધન, દૌલત, સત્તા, ઐશ્વર્ય અને સ્ત્રી સંતાનને આપણે છોડી શકતા ન હતા અને જે ફિકર- ચિંતાઓ આપણને છોડતી ન હતી તેને મૃત્યુ એક પળમાં છોડાવી દે છે. શક્તિશાળી યોધ્ધાને મહાત કરે એવું બળવાન છે મૃત્યુ. બે શત્રુઓને એક પથારીએ સુવડાવે એવું સમાધાનકારી છે આ મૃત્યુ. મૃત્યુ કદી જંપીને બેસતું નથી એવું કાર્યશીલ છે. એ સર્વવ્યાપી, સર્વશક્તિમાન, સર્વસત્તાધીશ, સમદર્શી અને સમાનધર્મી છે.
જયારે ભૂકંપ, સુનામી, આગજની, પૂર, સામુહિક રોગચાળા જેવી ઘટનાઓ ઘટે ત્યારે મૃત્યુ આતંકવાદી જેવું લાગે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં માણસો અને મિલકતો સફાચટ થઇ જાય છે. એક ક્ષણ માટે ભગવાન કહો કે કુદરત ભરોસો ઊઠી જાય છે. આ પૃથ્વી પર ગમે એટલી વસતિ હોય પણ સ્મશાન કે કબ્રસ્તાનમાં હોય છે એટલી વસતિ કદીય પૃથ્વી પર નથી હોતી.
સદગતના જીવન આદર્શોમાં “શ્રધ્ધા” રાખી વર્તવું એ “શ્રાદ્ધ” અને એના આત્માને તૃપ્તિ થાય તેમ વર્તવું એ “તર્પણ”.
ભાર્ગવ અધ્યારૂ
ગુરુવાર, મે 10, 2012
જનનીની જોડ સખી ! નહી જડે રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
દામોદર ખુશાલદાસ બોટાદકર
એક નારી જયારે માતા બને છે ત્યારે એક જબરદસ્ત રૂપાંતરણ થાય છે. એક નવા અને આગવા અસ્તિત્ત્વનો ઉદય થાય છે. ઓશોએ ' પ્રસવવેદના' ના સ્થાને ' પ્રસવઆનંદ' શબ્દ પ્રયોજ્યો છે. જગતમાં સૌથી પવિત્ર શબ્દ છે મા . માતા પરમ સત્ય છે અને પિતા આ સત્યના સાક્ષી છે. ' माँ तेरी सूरत से अलग भगवानकी सूरत क्या होगी!' માતા ભગવાનની પ્રતિનિધિ છે જેનું કામ છે સંસારને સખળ ડખલ ના થવા દેવો. અચાનક કોઈ વિપત્તિ આવી પડે સહજ રીતે હે ...મા એવા ઉદગારો સરી પડે છે. ત્યાં ભગવાનનો પણ ગજ નથી ખાતો. માતાનું હ્રદય હિમાલય જેવું અડીખમ અને પુષ્પ સમાન કોમલ છે. એટેલે જ જયારે આપણી પડખે કોઈ ના ઊભું હોય ત્યારે મા પહાડ બનીને ઊભી રહે છે. પિતા બાહ્ય જગતનો પરિચય કરાવે છે જયારે મા આંતર જગતનો પરિચય કરાવે છે. શિશુને અસ્થિ પિતાના મળે છે પણ રક્ત, માંસ, મજ્જા માતાના મળે છે. જે આપણું જતન કરે, ચિંતા કરે અને પ્રેમથી જે ભાણું પીરસે એ મા .
નાયડો કપાય ત્યારે આપણે પેહલીવાર મા થી વિખૂટા થઈએ છીએ. અને માતા જયારે અવ્યક્ત થાય છે ત્યારે અતિ કરુણમય રીતે આપણો નાતો કપાઈ જાય છે. પણ મા ક્યારેય આપણાથી વિખૂટી થતી નથી. એ આપણી સાથે ને સાથે જ હોય છે.એના છૂપા આશીર્વાદ આપણને બળ આપે છે. માતા જેવું મનુષ્યને મળેલુ કોઈ વરદાન નથી. આપણા હાસ્યમાં એનો રણકો હોય છે અને આંસુમાં ભીનાશ. એનો પ્રેમ અસીમ અને કોઈ જ પ્રકારની અપેક્ષા વિનાનો હોય છે. ભયમાંથી નિર્ભય કરનાર મા . શિવાજી જેવા વીર પુરુષ ને વીરત્વ પ્રદાન કરવાવાળી તેમની મા જીજાબાઈ જ હતા. આપણા ચારિત્ર્ય ઘડતરમાં માતાનો સિંહ ફાળો હોય છે.
મા પોતાનું અને સંતાનનું જીવન સાથે સાથે જ જીવે છે. દેહ ભિન્ન, આત્મા એક . અનોખું અદ્વૈત. પિત્ત આપણ ને થાય અને કલેજું મા નું બળે. માથી પોતાના સંતાનની કોઈ વાત અજાણ રહેતી નથી. મા ખરા અર્થમાં અંતર્યામી છે. આપણા ઘરનું અજવાળું, સુંદરતા, સમૃદ્ધિ, વૈભવ સર્વે માના સત્ત્વ અને તત્વ ને આભારી છે. માતા જયારે એના બાળકને પ્રેમ કરે છે ત્યારે એ સૌથી શ્રીમંત હોય છે.
શ્રી વેણીભાઈ પુરોહિતે લખ્યું છે કે " જયારે હું ધ્રુજતા હાથે મારી માતાના મૃતદેહને અગ્નિદાહ આપતો હોઈશ ત્યારે, મને એક ધરપત રહેશે કે મારી માતાની માતા એટલેકે આપણા સૌની માતા જગત -જનની , ભવાની મારી સાથે જ છે અને રહેશે."
ભાર્ગવ અધ્યારુ
+91-9825038089
(મારી માતાની આઠમી માસિક પુણ્યતિથિ નિમિત્તે તા.10.05.2012)
રવિવાર, એપ્રિલ 29, 2012
દંડનું સ્વરૂપ
શ્રી ભીષ્મ પિતામહે "શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ"માં 'દંડ' નામ પણ ભગવાન શ્રી વિષ્ણુ માટે પ્રયોજ્યું છે.
શ્રીમદ ભગવત ગીતાના ૧૧ માં અધ્યાયમાં વિશ્વરૂપનું જે વર્ણન કર્યું છે તેમાં દંડનું એક રૂપ પણ સામેલ છે.
धनुर्धरो धनुर्वेदो दण्डो दमयिता दम:
दंड : ----પાપીનું દમન કરનારા
दमनात दंड नात चैव तस्मात् दण्डं विदु; बुध:
દુર્વ્રુતિઓનુ તે દમન કરે છે, દંડ આપે છે તેથી જ્ઞાનીજનો આવી શક્તિને દંડ કહે છે.
દંડનું સ્વરૂપ કેવું છે તે જોઈએ.
(૧) તેનું સ્વરૂપ જાજ્વલ્યમાન અગ્નિના જેવું પ્રદીપ્ત છે. બળબળતો અગ્નિ જેમ બીજાને તપાવે છે, તેમ દંડ પણ અપરાધી જનોને તપાવે છે; જેથી તેનું સ્વરૂપ અગ્નિના જેવું ક્રૂર વર્ણવ્યું છે.
(૨) તેનો વર્ણ નીલકમળની પાંખડીના જેવો શ્યામ છે. જે અપરાધીને શિક્ષા કરવામાં આવી હોય છે, તેનો વર્ણ લગભગ શ્યામ જ બની જાય છે. આવા આશયથી દંડનો વર્ણ શ્યામ હોવો જોઈએ એમ સિદ્ધ થાય છે.
(૩) તેને ચાર દાઢો છે. કેટલાક ગુનેગારોને કેવળ અપમાન કરીને જ શિક્ષા કરવામ આવે છે, કેટલાકના ધનનું હરણ હરણ કરીને દંડવામાં આવે છે, કેટલાકના નાક, કાન વગેરે અવયવો કાપી લઈને દંડવામાં આવે છે અને કેટલાકને દેહાંતદંડની શિક્ષા કરવામાં આવે છે; માટે આ ચારે શિક્ષા કરવાના પ્રકારોને દંડની ચાર દાઢો તરીકે વર્ણવ્યા છે.
(૪) તેને ચાર ભુજાઓ છે. પ્રજા અને ધનવાનો પાસેથી કર લેવામ આવે છે, કોઈના પર ખોટો દાવો માંડનાર પુરુષ પાસેથી તેણે દાવો કરેલ ધન કરતા બમણું ધન લેવામાં આવે છે, અસત્ય બોલનાર પ્રતિવાદી પાસેથી સમાન ધન લેવામાં આવે છે, અને લોભી બ્રાહ્મણ પાસેથી તેનું સર્વસ્વ લઇ લેવામાં આવે છે; આ ચાર આદાન પ્રકારોને દંડના ચાર બાહુઓ તરીકે વર્ણવ્યા છે.
(૫) તેને આઠ પગ છે. ફરિયાદ, વાદી- પ્રતિવાદીના લખાણ, અપરાધની કબૂલાત, અસત્ય ઉત્તર, કારણોત્તર( મેં અમુક વસ્તુ લીધી હતી પણ પછી આપી દીધી હતી), પાર્ન્યોત્તર ( મેં તેની સામે પહેલા ફરિયાદ માંડી હતી અને તેમાં તે હાર્યો હતો), સાક્ષી, ક્રિયા ( પોતાનો મત સિદ્ધ કરવા માટે સોગંદ ખાવા) અને ફળસિદ્ધ એટલેકે આખરે સાચા ખોટનો નિર્ણય કરી ફેંસલો આપવો; આ આઠ નિમિત્તો દ્વાર દંડ ચાલી શકે છે, માટે તેણે આઠ પગ છે.
(૬) તેને અનેક નેત્રો છે. રાજા, પ્રધાન, પુરોહિત અને ધર્મસભા એ બધા મળીને સર્વ પ્રકારના કર્યો તપાસે છે, માટે તેને અનેક નેત્રો છે.
(૭) દંડના કાન શંકુ જેવા તીક્ષણ છે, જેથી તે અવશ્ય સર્વનું સાંભળે છે.
(૮) દંડ જટાધારી એટલેકે જટિલ છે, તેને બે જીહ્વા છે, તેનું રૂપ લાલ વર્ણનું છે અને તેણે શરીર પર મૃગચર્મ ધારણ કરેલું છે.
આ રીતે નિત્ય દુર્ધર એવો દંડ દેવ મહાઉગ્ર સ્વરૂપ વાળો છે અને અનેક આયુધધારી છે.
રાજાએ પ્રિય-અપ્રિય મનુષ્ય પર સમાન ભાવ રાખી અને યથાયોગ્ય દંડનો ઉપયોગ કરવો જોઈએ. તો પ્રજાનું સારી રીતે રક્ષણ થાય છે અને ધર્મ, આર્થ અને કામની સતત પ્રવૃત્તિ ચાલુ રહે છે. જો આ જગતમાં દંડ ના હોય તો મનુષ્યો એકબીજાનો સંહાર કરી નાખે. દંડના રક્ષણ તળે રહેલી પ્રજા રાજ્યનો અભ્યુદય કરે છે, માટે દંડ જ સર્વનો આધારભૂત છે.
જે રાજા સ્વધાર્માંનુંસર વર્તીને રાજ્યતંત્ર ચલાવે છે, તેણે માતા, પિતા, ભાઈ, સ્ત્રી અને પુરોહિત --એમાંનો કોઈ પણ જો અપરાધ કરે તો તેને પણ અવશ્ય શિક્ષા કરવી.
દંડનું સ્વરૂપ કેવું છે તે જોઈએ.
(૧) તેનું સ્વરૂપ જાજ્વલ્યમાન અગ્નિના જેવું પ્રદીપ્ત છે. બળબળતો અગ્નિ જેમ બીજાને તપાવે છે, તેમ દંડ પણ અપરાધી જનોને તપાવે છે; જેથી તેનું સ્વરૂપ અગ્નિના જેવું ક્રૂર વર્ણવ્યું છે.
(૨) તેનો વર્ણ નીલકમળની પાંખડીના જેવો શ્યામ છે. જે અપરાધીને શિક્ષા કરવામાં આવી હોય છે, તેનો વર્ણ લગભગ શ્યામ જ બની જાય છે. આવા આશયથી દંડનો વર્ણ શ્યામ હોવો જોઈએ એમ સિદ્ધ થાય છે.
(૩) તેને ચાર દાઢો છે. કેટલાક ગુનેગારોને કેવળ અપમાન કરીને જ શિક્ષા કરવામ આવે છે, કેટલાકના ધનનું હરણ હરણ કરીને દંડવામાં આવે છે, કેટલાકના નાક, કાન વગેરે અવયવો કાપી લઈને દંડવામાં આવે છે અને કેટલાકને દેહાંતદંડની શિક્ષા કરવામાં આવે છે; માટે આ ચારે શિક્ષા કરવાના પ્રકારોને દંડની ચાર દાઢો તરીકે વર્ણવ્યા છે.
(૪) તેને ચાર ભુજાઓ છે. પ્રજા અને ધનવાનો પાસેથી કર લેવામ આવે છે, કોઈના પર ખોટો દાવો માંડનાર પુરુષ પાસેથી તેણે દાવો કરેલ ધન કરતા બમણું ધન લેવામાં આવે છે, અસત્ય બોલનાર પ્રતિવાદી પાસેથી સમાન ધન લેવામાં આવે છે, અને લોભી બ્રાહ્મણ પાસેથી તેનું સર્વસ્વ લઇ લેવામાં આવે છે; આ ચાર આદાન પ્રકારોને દંડના ચાર બાહુઓ તરીકે વર્ણવ્યા છે.
(૫) તેને આઠ પગ છે. ફરિયાદ, વાદી- પ્રતિવાદીના લખાણ, અપરાધની કબૂલાત, અસત્ય ઉત્તર, કારણોત્તર( મેં અમુક વસ્તુ લીધી હતી પણ પછી આપી દીધી હતી), પાર્ન્યોત્તર ( મેં તેની સામે પહેલા ફરિયાદ માંડી હતી અને તેમાં તે હાર્યો હતો), સાક્ષી, ક્રિયા ( પોતાનો મત સિદ્ધ કરવા માટે સોગંદ ખાવા) અને ફળસિદ્ધ એટલેકે આખરે સાચા ખોટનો નિર્ણય કરી ફેંસલો આપવો; આ આઠ નિમિત્તો દ્વાર દંડ ચાલી શકે છે, માટે તેણે આઠ પગ છે.
(૬) તેને અનેક નેત્રો છે. રાજા, પ્રધાન, પુરોહિત અને ધર્મસભા એ બધા મળીને સર્વ પ્રકારના કર્યો તપાસે છે, માટે તેને અનેક નેત્રો છે.
(૭) દંડના કાન શંકુ જેવા તીક્ષણ છે, જેથી તે અવશ્ય સર્વનું સાંભળે છે.
(૮) દંડ જટાધારી એટલેકે જટિલ છે, તેને બે જીહ્વા છે, તેનું રૂપ લાલ વર્ણનું છે અને તેણે શરીર પર મૃગચર્મ ધારણ કરેલું છે.
આ રીતે નિત્ય દુર્ધર એવો દંડ દેવ મહાઉગ્ર સ્વરૂપ વાળો છે અને અનેક આયુધધારી છે.
રાજાએ પ્રિય-અપ્રિય મનુષ્ય પર સમાન ભાવ રાખી અને યથાયોગ્ય દંડનો ઉપયોગ કરવો જોઈએ. તો પ્રજાનું સારી રીતે રક્ષણ થાય છે અને ધર્મ, આર્થ અને કામની સતત પ્રવૃત્તિ ચાલુ રહે છે. જો આ જગતમાં દંડ ના હોય તો મનુષ્યો એકબીજાનો સંહાર કરી નાખે. દંડના રક્ષણ તળે રહેલી પ્રજા રાજ્યનો અભ્યુદય કરે છે, માટે દંડ જ સર્વનો આધારભૂત છે.
જે રાજા સ્વધાર્માંનુંસર વર્તીને રાજ્યતંત્ર ચલાવે છે, તેણે માતા, પિતા, ભાઈ, સ્ત્રી અને પુરોહિત --એમાંનો કોઈ પણ જો અપરાધ કરે તો તેને પણ અવશ્ય શિક્ષા કરવી.
જો કે આજે નિર્દોષ દંડાઈ રહ્યા છે અને બદમાસો બાદશાહ બની દંડ દેવા બેઠા છે.
" सौमें से ९९ बेईमान फिर भी मेरा भारत महान!"
ભાર્ગવ અધ્યારુ
+91-9825038089
મંગળવાર, એપ્રિલ 24, 2012
સુખની આખી અનુક્રમણિકા.......
સુખની આખી અનુક્રમણિકા
અંદર દુઃખના પ્રકરણ,
તમે જીંદગી વાંચી છે?
વાંચો તો પડશે સમજણ.
પૂંઠા વચ્ચે પાના બાંધ્યા, જેમ ડચૂરા બાઝે,
આંસુના ચશ્માં પહેરીને પાને પાના વાંચે.
પથ્થરના વરસાદ વચાળે
કેમ બચાવો દર્પણ?
હશે કોઈ પ્રકરણ એવું કે ખરે વાંચવા લાયક,
તમે ફેરવો પાનાં ને એ પુસ્તકમાંથી ગાયબ.
ફાટેલા પાનાઓ જેવા,
ફાટી જાતાં સગપણ.
આ લેખક પણ કેવો એને દાદ આપવી પડશે,
લખે કિતાબો લાખો પણ ના નામ છપાવે કશે.
હશે કદાચિત લેખકજીને
પીડા નામે વળગણ .....
મૂકેશ જોશી.
જિંદગીની વરવી વાસ્તવિકતા કવિએ વ્યક્ત કરી છે. સાંપ્રત સમયના માણસની લગભગ આવી જ દશા છે. જિંદગીનું પુસ્તક આમતો hard bound દેખાય છે. સુંદર modern art ધરાવતું title page છે.
બીજા પૃષ્ઠ પર જે અનુક્રમણિકા દર્શાવી છે તે જોતા તો એમજ લાગે કે એકે એક પ્રકરણ કેટલું આનંદપ્રદ હશે. પણ વાત એવી કે ફિલ્મનું નામ "આનંદ" પણ ફિલ્મ હૃદયદ્રાવક.
આજે બધા એક બીજાને સુખનું સરનામું પૂછ્યા કરે છે. મતલબ સાફ છે--દરેક વ્યક્તિ પોતે સુખી છે એવી ભ્રમણામાં જ જીવી રહ્યો છે અને આ હકીકતથી તે અજાણ પણ નથી. માણસ પોતાની positive attitude થી પ્રસન્નતાની અલપ ઝલપ અનુભવતો રહે એ વાત અલગ છે. ખરેખર તો જીવનનું સુખરૂપી ગુલાબ કંટકોથી ઘેરાયેલું છે. હવે તો સ્વપ્નમાં પણ સુખ દુર્લભ બની ગયું છે. horror show જોઇને સૂતા બાદ સ્વપ્નમાંય ક્યાંથી સુખની ઝાંખી સરખીય થાય?
આજે અભાવ, અલ્પતા અને અપૂર્ણતાની બોલબાલા છે ત્યારે માણસ સ્વસ્થ, મસ્ત અને પ્રસન્ન ક્યાંથી રહી શકે?
કવિએ ખૂબ જ સરળ અને સરસ રીતે તરતજ સમજાય અને હજમ થાય એવી શૈલીમાં કાવ્ય લખ્યું છે માટે ઝાઝી પીંજણ કરવાની અને વાગોળવાની જરૂર નથી.
ભાર્ગવ અધ્યારુ
આજે અભાવ, અલ્પતા અને અપૂર્ણતાની બોલબાલા છે ત્યારે માણસ સ્વસ્થ, મસ્ત અને પ્રસન્ન ક્યાંથી રહી શકે?
કવિએ ખૂબ જ સરળ અને સરસ રીતે તરતજ સમજાય અને હજમ થાય એવી શૈલીમાં કાવ્ય લખ્યું છે માટે ઝાઝી પીંજણ કરવાની અને વાગોળવાની જરૂર નથી.
ભાર્ગવ અધ્યારુ
+91-9825038089
શનિવાર, એપ્રિલ 14, 2012
RUCHA: સુવર્ણ વાક્યો
RUCHA: સુવર્ણ વાક્યો: ભૂલો કઈ રીતે થઈ તે સમજવામાં જેટલો સમય વેડફાય છે તેના કરતાં ઓછા સમયમાં એ ભૂલ સુધારી શકાય છે ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગ...
શુક્રવાર, એપ્રિલ 13, 2012
સુવર્ણ વાક્યો
ભૂલો કઈ રીતે થઈ તે સમજવામાં જેટલો સમય વેડફાય છે તેના કરતાં ઓછા સમયમાં એ ભૂલ સુધારી શકાય છે
ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ...
માનવીના જ્ઞાનને માપવા માટે તેની નમ્રતા અને બધાને પ્રેમ કરવાની તેની તાકાતને તપાસવી પડે છે. - ગાંધીજી
કોઈ અક્ષર એવો નથી જેમાં મંત્ર ન હોય. કોઈ મૂળ એવું નથી, જેમાં ઔષધ ન હોય. કોઈ વ્યક્તિ એવી નથી જે અયોગ્ય હોય. માત્ર એને પારખીને એનો ઉપયોગ કરનાર દુર્લભ છે.
" જીવન માં જેટલી કિંમતી વસ્તુ પ્રાપ્ત કરશો ,એટલુંજ કિંમતી એનૂં ઋણ ચુકવવું પડશે "
પથ્થર જેવો ક્રોધ કોકનું માથું ફોડી નાખે છે એ વાત સાચી, પણ પાણી જેવી ક્ષમા લાંબે ગાળે પથ્થર જેવા ક્રોધને જ તોડી નાખે છે એ વાસ્તવિકતા કયારેય ભૂલશો નહિ
આપણી આવક એ આપણા પગરખાં જેવી છે : જો ટૂંકી હોય તો ડંખે; પણ વધુ મોટી હોય, તો ગડથોલિયું જ ખવડાવે
આપણે એવું નહીં વિચારવું કે ભગવાન અમારા શુભ ફળ તરત કેમ નથી આપતા, બલકે ભગવાનનો આભાર માનો કે આપણને ભૂલની સજા તરત નથી આપતા
સાદગી ઉત્તમ સુંદરતા છે. ક્ષમા ઉત્તમ બળ છે. નમ્રતા ઉત્તમ તર્ક છે. મિત્રતા ઉત્તમ સંબંધ છે. તેને ધારણ કરીને જીવનને ઉત્તમ બનાઓ.
પૈસો આવે છે ત્યારે ખર્ચના લશ્કરને લઇને આવે છે, એ જ પૈસો જયારે જાય છે ત્યારે એકલો જ જતો રહે છે પરંતુ... પેલું ખર્ચનું લશ્કર મૂકતો જાય છે
"ખાઈ" માં પડેલો માનવી બચી ને ઉપર આવી શકે છે,પરંતુ "અદેખાઈ" માં પડેલો માનવી ક્યારેય ઉપર આવી શકતો નથી ..........
તમે નિષ્ફળ થાવનો પ્રયત્ન કરો અને સફળ થઇ જાઓ તો તમે સફળ થયા કહેવાય કે નિષ્ફળ થયા કહેવાય ?????
દરિયો સમજે છે કે મારી પાસે પાણી અપાર છે, પણ એ ક્યાં જાણે છે કે, આ તો નદીએ આપેલો પ્રેમ ઉધાર છે....
જીંદગીમાં એવું કશુજ મુશ્કેલ નથી હોતું જે આપણે વિચારવાની હિંમત ના કરી શકીએ, હકીકતમાં આપણે કશુંક જુદુંજ કરવાનું વિચારવા ની હિંમત નથી કરી શકતા.
'ફૂલ ને ખીલવા દો, મધમાખી પોતાની જાતે જ તેની પાસે આવશે; ચારિત્ર્યશીલ બનો , વિશ્વાસ જાતે જ તમારા પર મુગ્ધ થઇ જશે.'
પ્રસાદ એટલે શું ?
પ્ર -એટલે પ્રભુ
સા -એટલે સાક્ષાત
દ -એટલે દર્શન
માટે જે આરોગવાથી પ્રભુના સાક્ષાત દર્શન થાય તે સાચો પ્રસાદ અને પ્રસાદ આરોગતી વેળાએ હૃદયમાં પ્રભુના મુખારવિંદની ઝાંખી થાય તે મહાપ્રસાદ
"ઈશ્વર માનવી ને લાયકાત કરતા વધારે સુખ આપતો નથી...તો સહનશક્તિ કરતા વધારે દુઃખ પણ નથી આપતો..........
પૈસા માટે તો બધા પરસેવો પડે છે !!! પર-સેવા માટે પરસેવો ના પડાય ??
કશું ના હોય ત્યારે "અભાવ" નડે છે, થોડું જ હોય ત્યારે "ભાવ" નડે છે,જીવન નું આ એક કડવું સત્ય છે, બધું જ હોય ને ત્યારે "સ્વભાવ" નડે છે..
કોઈ દિવસ કુંભાર પણ મન માં વિચારતો હશે..કે "ટકોરા" મારી ને મારા માટલા ને ચકાસતો આ માનવી આટલી જલ્દી કેમ તૂટી જાય છે ??
કોણ કહે છે કે ભગવાન નથી દેખાતા?? ખાલી એ જ તો દેખાય છે જ્યારે કંઇ નથી દેખાતું..!!
તારું કશું ન હોય તો છોડીને આવ તું,તારું જ બધું હોય તો છોડી બતાવ તું.........
અવગણના વચ્ચે જીવતું બાળક..અપરાધ શીખશે.
દુશ્મનાવટ વચ્ચે જીવતું બાળક લડાઇ શીખશે.
ઉપહાસ વચ્ચે જીવતું બાળક..શરમ શીખશે.
સહનશીલતા વચ્ચે જીવતું બાળક..ધૈર્ય શીખશે.
પ્રોત્સાહન વચ્ચે જીવતું બાળક વિશ્વાસ શીખશે
મૈત્રી અને આવકાર વચ્ચે જીવતું બાળક…જગતમાં પ્રેમ આપતા અને મેળવતા શીખશે..
સુધારીલેવા જેવી છે પોતાની ભૂલ ,ભૂલી જવા જેવી છે બીજા ની ભૂલ .....આટલું માનવીકરે કબુલ..., તો હર રોજ દિલ માં ઉગે સુખ ના ફુલ ...
કોણ કહે છે "સંગ એવો રંગ"માણસ "શિયાળ" સાથે નથી રેહતો તોયે "લૂચ્ચો" છે,માણસ "વાઘ" સાથે નથી રેહતો તોયે "ક્રૂર" છેઅને માણસ "કુતરા" સાથે રહે છે તોયે "વફાદાર" નથી.....
"માણસને પ્રેમ કરો વસ્તુને નહી,વસ્તુને વાપરો માણસને નહી"........
આભાર:ગુરુભાઈ ભાર્ગવ અધ્યારુ
ગુરુવાર, એપ્રિલ 12, 2012
દિલ અને દિમાગનો દ્વન્દ્વ્ :
દિલ અને દિમાગ માણસનાં જીવનના મેદાનના બે ગોલપોસ્ટ છે જેની વચ્ચે માણસ જીવનપર્યંત અથડાતો રહે છે, અફળાતો રહે છે અને પરિણામે અકળાતો રહે છે. દિલનું માનવું કે દિમાગનું એ પ્રશ્ન એને સતત સતાવતો રહે છે અને કોયડારૂપ દ્વિધામાં જીવ્યા કરે છે.
દિલમાંથી પ્રેમ અને કરુણાનું શીતલ ઝરણું અવિરત પણે વહ્યા કરે છે, જયારે દિમાગ કામ, ક્રોધ, લોભ અને મોહની અગન જ્વાળાઓ ઓક્યા કરે છે.
દિલ “ ચલ છૈયા છૈયા “ ગાઈને ઝૂમી શકે છે, નાચી શકે છે, થનગની શકે છે જયારે દિમાગ ને અહં આડો આવે છે.
દિલ માલિક છે અને દિમાગ ચાકર છે. આ હક્કીકત સમજીને જીવનાર તરી જાય છે. જો દિમાગને માલિક બનાવશો અને દિલને નોકર તો તમારી જીંદગી બેશક તહસ નહસ થઇ જશે.
દિમાગ એક જૈવિક કોમ્પુટર છે. જે માહિતી અને જ્ઞાનને સંગ્રહી રાખે છે અને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી જાણે છે. માનો કે તે એક યંત્ર છે, એક રોબોટ છે જે માણસ કરતા પણ વધુ કુશળતાથી કાર્યો કરી શકે છે. તેની જરૂરત ગણિતમાં, ધંધા-વેપારમાં અને રોજબરોજની જિંદગીમાં આવશ્યક છે. પણ આપણે એમ માની લઈએકે આ જ જીન્દગી છે તો તે નરી મૂર્ખતા છે. દિલ કહે તે રીતે જીવવામાં જ ડહાપણ છે કારણકે દિલ કેવળ વિધેયાત્મક વાત જ કરે છે. દિલ પાસે શંકા-કુશંકા કઈ કરતા કઈ નથી જયારે દિમાગ તો આ ચીજોથી ખચોખચ ભરેલું છે. દિમાગ પાસે પ્રશ્નોનો ભંડાર છે જયારે દિલ પાસે કેવળ સમસ્યાઓનું સમાધાન જ છે.
દિલની ફળદ્રૂપ ધરતી પર જ પ્રાર્થના, કવિતા અને પ્રેમનાં છોડવા સફળ અને સપુષ્પ ખીલી ઊઠે છે.
દિલ આપણા જીવનનું કેન્દ્રબિંદુ છે જયારે દિમાગ પરિધિ છે. પરિધિ પર મૂર્ખ લોકો જ જીવે છે.જીવનનો ખજાનો ખરેખર કેન્દ્રમાં જ છે. વિજ્ઞાનની પરિભાષા અનુસાર કેન્દ્ર જ શક્તિશાળી હોય છે અને ઇલેક્ટ્રોનસ જુદી જુદી ભ્રમણ કક્ષામાં તેની આજુબાજુ ફરતા હોય છે. દિલ માત્ર મૌનની ભાષા જાણે છે અને દિમાગને મૌનની મહત્તાનું જ્ઞાન નથી. એનો તો તર્ક વિતર્ક નો ઘોંઘાટ જ પસંદ છે. દિલ અને દિમાગ એ બે વિરુદ્ધ ધુવો છે.
દિમાગ એટલેકે બુદ્ધિ ઉચ્ચ જીવન સ્તર આપી શકે છે પણ તેમાં જીવન નથી હોતું. દિલ એટલેકે હૃદય વડે જીવાતું જીવન એજ સાચા અર્થમાં જીવન છે. માટે હૃદયથી જીવો ને જયારે જયારે જરૂર પડે ત્યારે બુદ્ધિનો ઉપયોગ કરો.
“હૃદયને જીવ ભરીને જીવવા દો, બુદ્ધિને કહો બહુ બોલે નહિ:
સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં, મૂકી કદી કોઈ તોલે નહિ.”
ભાર્ગવ અધ્યારૂ
દિલમાંથી પ્રેમ અને કરુણાનું શીતલ ઝરણું અવિરત પણે વહ્યા કરે છે, જયારે દિમાગ કામ, ક્રોધ, લોભ અને મોહની અગન જ્વાળાઓ ઓક્યા કરે છે.
દિલ “ ચલ છૈયા છૈયા “ ગાઈને ઝૂમી શકે છે, નાચી શકે છે, થનગની શકે છે જયારે દિમાગ ને અહં આડો આવે છે.
દિલ માલિક છે અને દિમાગ ચાકર છે. આ હક્કીકત સમજીને જીવનાર તરી જાય છે. જો દિમાગને માલિક બનાવશો અને દિલને નોકર તો તમારી જીંદગી બેશક તહસ નહસ થઇ જશે.
દિમાગ એક જૈવિક કોમ્પુટર છે. જે માહિતી અને જ્ઞાનને સંગ્રહી રાખે છે અને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી જાણે છે. માનો કે તે એક યંત્ર છે, એક રોબોટ છે જે માણસ કરતા પણ વધુ કુશળતાથી કાર્યો કરી શકે છે. તેની જરૂરત ગણિતમાં, ધંધા-વેપારમાં અને રોજબરોજની જિંદગીમાં આવશ્યક છે. પણ આપણે એમ માની લઈએકે આ જ જીન્દગી છે તો તે નરી મૂર્ખતા છે. દિલ કહે તે રીતે જીવવામાં જ ડહાપણ છે કારણકે દિલ કેવળ વિધેયાત્મક વાત જ કરે છે. દિલ પાસે શંકા-કુશંકા કઈ કરતા કઈ નથી જયારે દિમાગ તો આ ચીજોથી ખચોખચ ભરેલું છે. દિમાગ પાસે પ્રશ્નોનો ભંડાર છે જયારે દિલ પાસે કેવળ સમસ્યાઓનું સમાધાન જ છે.
દિલની ફળદ્રૂપ ધરતી પર જ પ્રાર્થના, કવિતા અને પ્રેમનાં છોડવા સફળ અને સપુષ્પ ખીલી ઊઠે છે.
દિલ આપણા જીવનનું કેન્દ્રબિંદુ છે જયારે દિમાગ પરિધિ છે. પરિધિ પર મૂર્ખ લોકો જ જીવે છે.જીવનનો ખજાનો ખરેખર કેન્દ્રમાં જ છે. વિજ્ઞાનની પરિભાષા અનુસાર કેન્દ્ર જ શક્તિશાળી હોય છે અને ઇલેક્ટ્રોનસ જુદી જુદી ભ્રમણ કક્ષામાં તેની આજુબાજુ ફરતા હોય છે. દિલ માત્ર મૌનની ભાષા જાણે છે અને દિમાગને મૌનની મહત્તાનું જ્ઞાન નથી. એનો તો તર્ક વિતર્ક નો ઘોંઘાટ જ પસંદ છે. દિલ અને દિમાગ એ બે વિરુદ્ધ ધુવો છે.
દિમાગ એટલેકે બુદ્ધિ ઉચ્ચ જીવન સ્તર આપી શકે છે પણ તેમાં જીવન નથી હોતું. દિલ એટલેકે હૃદય વડે જીવાતું જીવન એજ સાચા અર્થમાં જીવન છે. માટે હૃદયથી જીવો ને જયારે જયારે જરૂર પડે ત્યારે બુદ્ધિનો ઉપયોગ કરો.
“હૃદયને જીવ ભરીને જીવવા દો, બુદ્ધિને કહો બહુ બોલે નહિ:
સોનાની મૂર્તિને લોખંડના ત્રાજવામાં, મૂકી કદી કોઈ તોલે નહિ.”
ભાર્ગવ અધ્યારૂ
શુક્રવાર, એપ્રિલ 06, 2012
RUCHA: છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું
RUCHA: છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું: છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું છે લાંબા પ્રવાસો ને ટૂંકી છે દ્રષ્ટિ ને કમજોરીઓથી , ભરી આખી સૃષ્ટિ! અમૃતનું ટીપું મળે ના મળે,...
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું
છે લાંબા પ્રવાસો ને ટૂંકી છે દ્રષ્ટિ
ને કમજોરીઓથી , ભરી આખી સૃષ્ટિ!
અમૃતનું ટીપું મળે ના મળે, પણ
થતી રે'તી વણમાગી વિષ કેરી વૃષ્ટિ
નિરાશાના કારણ હજારો હું ભાળું-
છતા માનું; માનવીનું ભાવિ રૂપાળું.
કબૂલ! કંટકોથી ભરેલી ધરણ છે,
ને ચીરાતા ડગલે ને પગલે ચરણ છે.
જુવો જ્યાં જ્યાં ત્યાં કોઈ ને કોઈ રૂપે
ઊભું ગ્રાસ કરવા ભયાનક મરણ છે.
દશે દિશા ભભૂકે અગન કેરી નાળું-
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.
ઊગે છે દિવસ તેવા બેચાર નીકળે,
સજીને શહાદતના શણગાર નીકળે.
બલિદાનની, સામે ચાલીને બનવા
ધધકતી અરૂણ લોહીની ધાર નીકળે,
ભલે ભાસતી પાપની ધીંગી પાળું,
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.
ભરી જેટલી આ જગતમાં અગન છે,
વધુ તેથી માનવાના ઉરમાં લગન છે.
જગત રીઝ્તું છો રિબાવીને એને,
અરે, એ તો મહોબતના માર્ગે મગન છે.
ભલે ડારતી ભેરવી મુંડ-માળું,
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.
એ રિબાય છે, એ સડે છે, રડે છે,
હઝારો વખત, ચાલતાં એ પડે છે.
એ તરસે છે, નાસે છે, શ્વાસ ભર્યો પણ
ગમે તેમ તો ય હરદમ લડે છે.
પળે પળ ભરખતી ભલે એને ઝાળું-
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.
કરસનદાસ માણેક
ઊભું ગ્રાસ કરવા ભયાનક મરણ છે.
દશે દિશા ભભૂકે અગન કેરી નાળું-
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.
ઊગે છે દિવસ તેવા બેચાર નીકળે,
સજીને શહાદતના શણગાર નીકળે.
બલિદાનની, સામે ચાલીને બનવા
ધધકતી અરૂણ લોહીની ધાર નીકળે,
ભલે ભાસતી પાપની ધીંગી પાળું,
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.
ભરી જેટલી આ જગતમાં અગન છે,
વધુ તેથી માનવાના ઉરમાં લગન છે.
જગત રીઝ્તું છો રિબાવીને એને,
અરે, એ તો મહોબતના માર્ગે મગન છે.
ભલે ડારતી ભેરવી મુંડ-માળું,
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.
એ રિબાય છે, એ સડે છે, રડે છે,
હઝારો વખત, ચાલતાં એ પડે છે.
એ તરસે છે, નાસે છે, શ્વાસ ભર્યો પણ
ગમે તેમ તો ય હરદમ લડે છે.
પળે પળ ભરખતી ભલે એને ઝાળું-
છતાં માનું; માનવીનું ભાવિ રૂપાળું.
કરસનદાસ માણેક
કવિ શ્રી કરસનદાસ માણેકની આ એક ઉત્કૃષ્ટ રચના છે. વિકટમાં વિકટ પરિસ્થિતિનો ફક્ત સામનો કરીને જ નહિ પણ તેની સામે જંગ છેડીને, લડીને વિજયી થવાની વાત છે. સાવ જ રસ્તે અફળાતા કે ઉકરડામાં પડેલા પત્થરને પણ એક કાબેલ શિલ્પી ભગવાનની મૂર્તિમાં ફેરવી શકે છે. પાષાણનું, પરમાત્મામની પ્રતિમામાં પરિવર્તન થઇ જાય છે. રોજ દરેક પ્રહરની પૂજા, આરતી અને પુષ્પોના શણગારથી ઉકરડાનો પથ્થર પણ ધન્ય બની જાય છે. અમદાવાદની ઉનાળા અને ભરઉનાળાની ઋતુમાં દૂધનું ફાટી જવું એક ખૂબ જ સામાન્ય અને નિયમિત ઘટના છે. (જો કે ફ્રીઝ આવ્યા પછી આ દુર્ઘટના ઓછી થઇ ગઈ છે.) આ ફાટેલા દૂધનું ગૃહિણીઓ અનેક સ્વાદિષ્ટ વાનગીઓમાં રૂપાંતર કરવામાં કાબેલ છે અને ફાટેલા દુધને પણ એક નવી પહેચાન મળે છે. અમાવાસ્યાની ઘોર અંધારી રાત્રિ બાદ નવા માસનું પહોર પ્રગટે છે. શારજાહના રણ પ્રદેશની ભવ્યતા આરબોએ લીલાછમ ક્રિકેટના મેદાનો બનાવીને દુનિયાને દેખાડી દીધી છે. અરે! હાલનું કચ્છ તો જુઓ. એક નવોઢા જ જોઈ લ્યો! કચ્છના રણોત્સવે વિશ્વને રેતની સુંદરતાનું મહાતમ્ય કેવું અને કેટલું હોઈ શકે તેનું ભાન કરાવ્યું છે. જો આ તમામ જડ ચીજોનું ભાવિ, માનવી રૂપાળું કરી શકતો હોય તો જે સ્વયમ ચેતનાસભર છે તે માનવી પોતાનું ભાવિ કેમ રૂપાળું ના કરી શકે? નિ:શંક કરી શકે. ફક્ત પ્રમાદથી સાવધાન રહી, હરપળ જાગૃત રહી જીવન જીવવાનું છે, જંગ લડવાનો છે. રૂપાળા ભાવિનો માર્ગ સ્વયમ પ્રશસ્ત થઇ જશે.
ભાર્ગવ અધ્યારુ
+91-9825038089
ગુરુવાર, એપ્રિલ 05, 2012
RUCHA: જીવતરની જફા
RUCHA: જીવતરની જફા: :ઉત્તરાયણ : થોડુંય સમજ્યા હોત તો સુખેથી જીવતે, પણ રહ્યા ખખડતા આપણે, બસ વાતે વાતે! દોષના ટોપલાનું તો વજન વળી કેટલું? ઊંચકીને ...
જીવતરની જફા
:ઉત્તરાયણ :
થોડુંય સમજ્યા હોત તો સુખેથી જીવતે,
પણ રહ્યા ખખડતા આપણે, બસ વાતે વાતે!
દોષના ટોપલાનું તો વજન વળી કેટલું?
ઊંચકીને નાખતા રહ્યા, એક-મેક ના માથે!
નાની અમથી વાતમાં, રણશિંગા ફૂકતા,
સવાર પડે ને હસતા મોઢા, રોજ બગડતા રાતે!
બંધ કર્યાં છે બારણા, ક્યાં કોઈ જુએ છે?
લોક માને કેવાં, સૂએ છે નિરાંતે!
ન'તી દેખાતી ભૂલો, તે બહુ મોટી દેખાય છે,
આંખે બાઝ્યાં છે ઘુવડ, તે ઉડે વાતે વાતે!
એક-મેકનો પતંગ કાપવામાં પડ્યા ઘસરકા હાથે,
બળી આ ઉત્તરાયણ! ના આવે તો, જીવાતે નિરાંતે!
અજ્ઞાત
:ડુંગરા:
ખૂબ જ અણિયાળા છે દુખના આ ડુંગરા,
મારા ફાળે આવ્યા છે, ખૂંદવાના ડુંગરા!
મને પ્રેમથી પાસે બોલાવે આ ડુંગરા,
ન જાઉં તો દોડતા આવે આ ડુંગરા !
થાક લાગે કે વાગે , ઊંઘવા દેતા ના ડુંગરા,
કાન માં કાંક કાંક કે'તા આ ડુંગરા!
છે ખૂબ જ રમતિયાળ આ રાતામાતા ડુંગરા,
મારી જોડે રમે તો જ ધરાતા આ ડુંગરા!
છોડી ગામના મોટા યજમાન આ ડુંગરા,
કેમ મારા પર મહેરબાન છે આ ડુંગરા!
થાય છે શ્વાસ છોડીશ ત્યારે છૂટશે આ ડુંગરા,
કે ઉપર પણ અણી અડાડશે આ ડુંગરા......
અજ્ઞાત
આજના યુગના માણસની વાસ્તવિકતા છે.
બંને કાવ્યો self explicit છે. કોઈ વિશેષ ટીકા ટિપ્પણીની જરૂર નથી.
ભાર્ગવ અધ્યારુ
રવિવાર, એપ્રિલ 01, 2012
અભિનય સમ્રાટ ------પ્રાણ
પ્રાણ એટલે જીવન.
અભિનયના પંચ પ્રાણ (પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન) જેનામાં પૂર્ણપણે વિદ્યમાન છે એમનું નામ પ્રાણ ક્રિશન સિકંદ.
છ દાયકાના બોલીવુડના બાદશાહ, મેટાલિક વોઈસના માલિક અને સંવાદોના શહેનશાહ એટલે પ્રાણ.
આયુર્વેદાચાર્ય ઘસપસશંકર લસપસશંકરનું પ્રાણ સાહેબ વિષે કહેવું છે “ કંઈ કેટલાય પૂરી, કપૂર, ખાન ઈત્યાદિને ખરલ કરી ' ખલનાયકી' નાં કવાથની સહસ્ત્ર ભાવના આપવામાં આવે તો ય પ્રાણ સાહેબ સમો ખલનાયક નિષ્પન્ન નાં થઇ શકે.” ભગવાન શ્રી કૃષ્ણ જો આજે વિભૂતિયોગ કહે તો જરૂર એમ કહે " ખલનાયકો માં ' પ્રાણ' હું છું."
પ્રાણનો જન્મ ૧૨ મી ફેબ્રુઆરી, ૧૯૨૦ નાં દિવસે જૂની દિલ્હીમાં એક સાધન સંપન્ન પરિવારમાં થયો હતો. એમના પિતા ક્રિશન સિકંદ સિવિલ ઈજનેર હતા અને સરકારના રોડ અને બ્રીજ નાં ઠેકેદાર હતા. એમના પિતાજીની અલગ અલગ સ્થાનોએ બદલી થતી હોવાથી પ્રાણનું ભણતર પણ અલગ અલગ ઠેકાણે થયું હતું. ગણિત એ તેમનો પ્રિય વિષય હતો અને તે વિષયની માસ્ટરી એ તેમની કુદરતી ભેટ હતી.
પ્રાણ એ તેમની કારકિર્દી ની શરૂઆત દિલ્હીમાં એક ફોટોગ્રાફર તરીકે એ. દાસ એન્ડ કંપની માં કરી હતી. આ કામ માટે તેઓએ એક વાર સિમલા જવાનું થયું. આપને જાણીને આશ્ચર્ય થશે કે ભવિષ્યના આ ખૂંખાર વિલને સિમલામાં ‘રામલીલા’ નાં સ્ટેજ શો માં સીતાનું પાત્ર ભજવ્યું હતું જેમાં રામનો રોલ મદનપુરી એ અદા કર્યો હતો.
પ્રાણ એ ૧૯૪૫ માં શુક્લા અહલુવાલિયા સાથે લગ્ન કર્યાં હતા. તેમને બે દીકરા નામે, અરવિંદ અને સુનીલ તથા એક દીકરી નામે પીન્કી છે. અરવિંદ Chemical Engineering માં PhD. છે અને લંડનમાં સ્થાયી છે. સુનીલને ફિલ્મ ક્ષેત્રે ઝાઝી સફળતા મળી નથી. પીન્કી નામ મુજબ ગુલાબી જીવન જ જીવતી હશે.
પ્રાણને પ્રથમ રોલ એ ય વિલન તરીકેનો, વાલી મોહમમેદ વાલી ની સીફારીશથી દલસુખ પંચોલીની ફિલ્મ ‘યમલા જાટ’માં ૧૯૪૦ માં મળ્યો. આ ફિલ્મ સુપર હીટ પૂરવાર થઇ.અને પ્રાણ વિલન તરીકે પ્રસ્થાપિત થઇ ગયા. જો કે ૧૯૪૨ માં તેમણે હીરોની ભૂમિકા ફિલ્મ ‘ ખાનદાન ‘ માં નિભાવી. તેમની હિરોઈન હતી નૂરજહાં. અગાઉ નૂરજહાં એ પ્રાણ સાથે બાળકલાકાર તરીકે પણ કામ કર્યું હતું. લાહોરમાં તેમના નિવાસ દરમ્યાન તેમણે ૨૨ ફિલ્મોમાં અભિનય આપ્યો.
દેશના ભાગલા પડવાને કારણે , પ્રાણ ૧૪મી ઓગસ્ટ ૧૯૪૭ નાં દિવસે મુંબઈ આવ્યા. કેટલાક માસની સ્ટ્રગલ પછી તેમને બોમ્બે ટોકીઝ ની ફિલ્મ ‘ઝીદ્દી’ થી બ્રેક મળ્યો. દેવાનંદને પણ આ જ ફિલ્મથી મોટોમસ બ્રેક મળ્યો. કામિની કૌશલ આ ફિલ્મના નાયિકા હતા. ત્યારબાદ પ્રાણ સાહબે ક્યારેય પાછું વળીને જોયું નથી.. આઝાદી બાદ ૧૯૪૯માં આવેલી ફિલ્મ ‘બડી બહન’ એ તેમની ખૂબ જ સફળ ફિલ્મ રહી. ૧૯૫૦ થી ૧૯૬૦ નાં દશક દરમ્યાન પ્રાણ એ રાજકપૂર, દેવાનંદ અને દિલીપકુમાર સામે અસંખ્ય ફિલ્મોમાં સફળ વિલન નાં રોલ અદા કર્યાં. પ્રાણ ઉંમરમાં રાજકપૂર અને દિલીપકુમાર કરતા મોટા હતા છતાં તેમની ફિટનેસ ખૂબ જ સારી રહી અને રાજ અને દિલીપ અદોદળા થઇ ગયા. એટલે ત્યારબાદ પ્રાણ સાહેબે દેવાનંદ, શમ્મીકપૂર, જોય મુખરજી ,ધર્મેન્દ્ર, અને રાજેશ ખન્ના જેવા ટોચના નાયકો સામે ખલનાયક નાં રોલ અદા કર્યાં. પ્રાણ સાહેબનું મહેનતાણું ક્યારેક નાયક કરતા પણ વધુ રહેતું. પ્રાણ સાહેબની મહત્તા પણ નાયક કરતા ઓછી ન અંકાતી અને એટલેજ દરેક ફિલ્મના ટાયટલ માં પ્રાણ સાહેબના નામનો ઉલ્લેખ and Pran અથવાતો above all Pran એ પ્રમાણે થતો. પ્રાણ સાહેબે ૩૫૦ હિન્દી ફિલ્મોમાં અદાકારીના ઓજસ પાથર્યા છે જેમાંની મોટા ભાગની ફિલ્મો સુપર- ડુપર હીટ રહી છે. ૧૯૬૦ થી ૧૯૭૦ નાં દાયકામાં તેમણે બંગાળી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો.
પ્રાણની અંદર છુપાયેલા અદાકારનાં આત્માને મનોજકુમારે બરાબર પીછાણ્યો. અને પ્રાણ સાહેબની ખલનાયકની પ્રતિમાને અને પ્રતિભાને ચરિત્ર અભિનેતાની મહોર લાગી. કરીઅરને યુ ટરન મળ્યો. ૧૯૬૭માં પ્રદર્શિત થયેલી મનોજકુમારની ફિલ્મ ‘ઉપકાર’ માં પ્રાણને ‘મંગલ ચાચા’ નો યાદગાર રોલ મળ્યો. અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને મળ્યો એક અદભૂત ચરિત્ર અભિનેતા. તેમના પર ફિલ્માવેલું ગીત ‘ કસ્મે વાદ એ પ્યાર વફા’ અવિસ્મરણીય બની ગયું. ત્યારબાદ પ્રાણ સાહેબે૧૯૬૭ થી ૧૯૯૭ દરમ્યાન ચરિત્ર અભિનેતા તરીકે ઘણી બધી બોક્ષ્ ઓફીસ હીટ આપી.
પ્રાણ સાહેબે દાદામુની અશોકકુમાર સાથે ૨૫ કરતાવધુ ફિલ્મો કરી જે પૈકીની ‘ વિક્ટોરિયા નંબર ૨૦૩’ ની રાજા અને રાણાની જોડી અમર બની ગઈ. રીયલ લાઈફમાં પણ આ બન્ને પીઢ અભિનેતાઓ પરમ મિત્રો હતા. પ્રાણ સાહેબ અને બીગ બી પણ ખાસ મિત્રો છે. તેઓએ ડઝનેક ફિલ્મોમાં સાથે અભિનય કર્યો છે. ફિલ્મ ‘ઝંજીર’ માટે દેવાનંદ અને ધર્મેન્દ્રએ ઇન્સ્પેક્ટર વિજયનો રોલ નકાર્યો ત્યારે પ્રાણ સાહેબે પ્રકાશ મહેરાને અમિતાભનાં નામનું સૂચન કર્યું. અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ને મળ્યા ‘Star of the millennium’, ‘Villain of millennium’ નાં સૂચનથી. જયારે અમિતાભ તેમના ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમની વિનંતીથી નાદુરસ્ત તબિયત હોવા છતાં પ્રાણ સાહેબે બીગ બી નાં હોમ પ્રોડક્સન ની ફિલ્મોમાં અભિનય આપ્યો. પ્રાણ સાહેબનો મનમોહન દેસાઈ સાથેનો નાતો તેમની પ્રથમ ફિલ્મ છલિયા થી માંડીને બ્લફ માસ્ટર, ધરમ વીર, નસીબ, અમર અકબર અન્થોની પર્યંત ચાલુ રહ્યો.
જગવિખ્યાત પ્રતિભાઓ જેવો ગેટ અપ પ્રાણ સાહેબે કેટલીક ફિલ્મોમાં અપનાવ્યો હતો. ફિલ્મ 'નિગાહે' માં રાજીવ ગાંધીના સલાહકાર સામ પિત્રોડા જેવો, ફિલ્મ 'જુગનું'માં બાંગલા દેશના પ્રથમ વડાપ્રધાન શેખ મુજીબુર રેહમાન જેવો અને ત્રણેક ફિલ્મોમાં અમેરિકન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન જેવો ગેટ અપ ધારણ કર્યો હતો.
"બરખુરદાર" શબ્દની પેટન્ટ તેમના નામે રજિસ્ટર છે. દરેક ફિલમ માં તેમનો સિગ્નેચર સંવાદ રહેતો જેનો તેઓ વિશેષ અદા સાથે વારંવાર ઉપયોગ કરતા. ચાણક્ય નું પાત્ર ભજવવાનું તેમનું સ્વપ્ન પૂરું ના થયું જે પાત્ર માટે તેમનો ખૂબ જ લગાવ હતો. ૧૯૬૦ થી ૧૯૭૦ન દશક દરમ્યાન સમગ્ર સમાજ ઉપર તેમની વિલન તરીકેની અદાકારીનો એવો આતંક અને ભય છવાયેલો હતો કે કોઈ માબાપ તેમના સંતાનનું નામ "પ્રાણ" રાખવા તૈયાર ન હતા.
સમયની બાબતમાં તેઓ ચુસ્ત હતા. કંટાળા જનક અને ઘણા લાંબા મેક અપ અને વસ્ત્ર પરિધાન બાદ પણ તેઓ સેટ પર સૌ પ્રથમ હાજર થઇ જતા. ભલે એમનો શોટ પૂરો થઇ જાય પણ તેઓ શૂટિંગ ના અંત સુધી હાજર રહેતા. ક્યારેય કોઈના કામમાં તેઓ દખલઅંદાજી ન કરતા અને તો તેઓ કોઈને કોઈ સલાહ સુચન આપતા. તે ભલા અને તેમનું કામ ભલું.શૂટિંગ બાદ તેઓ ઉર્દુની શેરો-શાયરી અને ગઝલોથી અને હસી-મઝાક થી યુનિટના સભ્યોના દિલ જીતી લેતા. શૂટિંગ બાદ સ્કોચ વિહ્સકી અને સ્મોકિંગ નો આનંદ માણતા. સિગરેટના ધુમાડાની રીંગ કાઢવાની તેમની અનોખી અદા હતી જેનો ઉપયોગ તેમણે ફિલ્મોમાં પણ કર્યો છે.
અમિતાભ બચ્ચને પ્રાણ સાહેબ વિષે જે લખ્યું છે તે આંશિક રૂપે અહી પ્રસ્તુત છે.
"Pran Saab has been colossus, his presence affecting myriad generations of film viewers. He has given cinema just that with his seamless artistry. Screen villainy is a thankless job which Pran saab accepted and carried out with such a degree of perfection that he became the actor that entire nation loved to hate. That indeed was the measure of his extraordinary success. He donned the mantle of a character artist with equal skill and felicity. Versatility became his imprimatur.He used his eyes, voice, diction, facial mobility and body language to a powerful effect.He would not do anything that was vulgar or unaesthetic.Pran saab is extremely shy. He has been one of my kindest guides and masters. Curiously ,Pran saab would never see his own films.Pran saab has led a life of self-respect and dignity.Regrettably, he has not received an iota of the recognition which he deserves in abundance.An artist of his stature would have been lionised in the U.S., Europe, wherever.Nothing can take away from Pran saab's boundless contribution to Indian cinema."
પ્રાણ સાહેબને ૧૯૬૭,૧૯૬૯, અને ૧૯૭૨ માં ઉત્તમ સહાયક અભિનેતાના ફિલ્મ ફેર અવોર્ડસ મળ્યા હતા. સને ૧૯૯૭ માં ફિલ્મ ફેર નો Life Time Achievement અવોર્ડ એનાયત થયો હતો. ૨૦૦૧ માં તેમને પદ્મ ભૂષણ ના ખિતાબ થી નવાજવામાં આવ્યા હતા. ૨૦૧૦ માં CNN ના " Top 25 Asian actors of all time" ની યાદીમાં તેમનું નામ સમાવિષ્ટ કરવામાં આવ્યું હતું.
ફિલ્મ કારકિર્દી ની સથોસાથ પ્રાણ સાહેબે સામાજિક જવાબદારીઓ પણ બખૂબી નિભાવી છે.
હાલ, ૯૨ વર્ષ વટાવી ચુકેલા પ્રાણ સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે, એવી પ્રભુને પ્રાર્થના!
ભાર્ગવ અધ્યારુ .
ગઈકાલે હિન્દી ફિલ્મોના પ્રાણ ઉડી ગયા અને હિન્દી સિનેમા રંક બની ગયું.
પ્રાણ સાહેબને દાદા સાહેબ એવોર્ડ આખરે અપાયો પણે એવે સમયે કે જયારે તેઓ તે ઉપલબ્ધિ ને સમજી શકે તેમ પણ ન હતા. પ્રાણ સાહેબને શ્રદ્ધાંજલિ રૂપે અગાઉનો બ્લોગ ફરી પબ્લીશ કરી રહ્યો છું.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)